વલસાડમાં રવિવારે 4 મતદાન મથકોના BLO મામલતદાર કચેરીએ મળશે | BLOs of 4 Polling Booths to Sit at Mamlatdar Office, Valsad વલસાડ જિલ્લામાં મતદાર યાદીની સઘન સમીક્ષા ઝુંબેશ ચાલી રહી છે તે વચ્ચે મહત્વપૂર્ણ જાણકારી જાહેર કરવામાં આવી છે. તારીખ 04 જાન્યુઆરી 2026ના રોજ વલસાડ તાલુકામાં Gujarat Public Service Commission (GPSC)ની પરીક્ષા યોજાનાર હોવાથી કેટલાક મતદાન મથકોના બી.એલ.ઓ. પોતાના નિયમિત સ્થળે હાજર રહેશે નહીં. GPSCની પરીક્ષા વલસાડ તાલુકાની બાઈ આવાબાઈ હાઇસ્કૂલ, શ્રીજમનાબાઈ સાર્વજનિક કન્યા વિદ્યાલય (જે.એસ. કન્યા વિદ્યાલય), વલસાડ તેમજ આર.એમ. એન્ડ વી.એમ. દેસાઈ વિદ્યાધામ, વલસાડ ખાતે યોજાનાર છે.…
Read MoreCategory: Valsad
વલસાડમાં આધાર કાર્ડ રજીસ્ટ્રેશન અને સુધારા માટે 8 જાન્યુઆરીએ વિશેષ કેમ્પ | Aadhaar Registration & Update Camp in Valsad on 8 January
વલસાડમાં આધાર કાર્ડ રજીસ્ટ્રેશન અને સુધારા માટે 8 જાન્યુઆરીએ વિશેષ કેમ્પ | Aadhaar Registration & Update Camp in Valsad on 8 January વલસાડ જિલ્લામાં આધાર કાર્ડ સંબંધિત કામગીરી માટે એક મહત્વપૂર્ણ તક ઉપલબ્ધ થવા જઈ રહી છે. વલસાડ જિલ્લા ન્યાયાધિકારી પરિવારના તમામ ન્યાયિક અધિકારીઓ, વર્ગ–1 થી 4ના કર્મચારીઓ, આઉટસોર્સ કર્મચારીઓ, તેમના પરિવારજનો તેમજ તમામ પક્ષકારો સહિતના નાગરિકો માટે આધાર કાર્ડ રજીસ્ટ્રેશન તથા સુધારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. Valsad District Legal Services Authority (DLSA)ના સહયોગથી આ કેમ્પ તારીખ 8 જાન્યુઆરી 2025ના રોજ યોજાશે. કેમ્પ દરમિયાન નવા આધાર કાર્ડ બનાવવાની…
Read Moreવલસાડમાં માર્ગ સલામતી માસ–2026નો શુભારંભ, જનજાગૃતિ પર વિશેષ ભાર | Road Safety Month 2026 Launched in Valsad
વલસાડમાં માર્ગ સલામતી માસ–2026નો શુભારંભ, જનજાગૃતિ પર વિશેષ ભાર | Road Safety Month 2026 Launched in Valsad વલસાડ જિલ્લા રોડ સેફટી કમિટી દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ–2026નો શુભારંભ કલેક્ટર કચેરીથી કરવામાં આવ્યો હતો. માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા અને નાગરિકોમાં ટ્રાફિક સલામતી અંગે વ્યાપક જનજાગૃતિ ફેલાવવાના હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં ભવ્ય વર્મા અને યુવરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પરંપરાગત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. કલેક્ટર ભવ્ય વર્માએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમો માત્ર દંડથી બચવા માટે નથી, પરંતુ આપણી તથા આપણા પરિવારની સુરક્ષા માટે અત્યંત…
Read Moreપારડી હાઈવે પર વલસાડના વેપારીની કારને ટ્રકે ટક્કર મારી ફરાર | Truck Hits Businessman’s Car on Pardi Highway, Driver Absconds
પારડી હાઈવે પર વલસાડના વેપારીની કારને ટ્રકે ટક્કર મારી ફરાર | Truck Hits Businessman’s Car on Pardi Highway, Driver Absconds પારડી હાઈવે પર વલસાડના એક વેપારીની કારને ટ્રક દ્વારા જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ જવાનો બનાવ સામે આવ્યો છે. આ અકસ્માતમાં કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. વલસાડના રામજી ટેકરા વિસ્તારમાં રહેતા અને દવાના વ્યવસાય સાથે સંકળાયેલા વિશાલ સુનીલકુમાર શાહ સવારે પોતાની કાર લઈને કામ અર્થે કપરાડા જઈ રહ્યા હતા. આ દરમિયાન પારડી ફાઉન્ટેન હોટલ સામેથી પસાર થતા વેળા વલસાડ તરફથી વાપી જઈ રહેલી ટ્રક નં.…
Read Moreમોતીવાડા ગામમાં અજગર દેખાતાં દહેશત, વન વિભાગની મદદથી સુરક્ષિત રેસ્ક્યુ | Python Rescued Safely from Motiwada Village
મોતીવાડા ગામમાં અજગર દેખાતાં દહેશત, વન વિભાગની મદદથી સુરક્ષિત રેસ્ક્યુ | Python Rescued Safely from Motiwada Village પારડી તાલુકાના મોતીવાડા ગામના આહીર ફળીયામાં પંકજભાઈ આહીરના ઘર નજીક અજગર દેખાતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. અચાનક માનવ વસાહતમાં અજગર દેખાતાં સ્થાનિકો ચિંતિત બન્યા હતા. ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ તરત જ વન્યજીવ પ્રેમી ભાવનાબેન પટેલનો સંપર્ક કર્યો હતો. ભાવનાબેન પટેલે વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી (WRIN)ની પારડી વિભાગની ટીમને માહિતી આપતા જીગ્નેશ નાયકા અને સિદ્ધાર્થ નાયકા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. રેસ્ક્યુ ટીમે જરૂરી સાવચેતી સાથે અજગરને સુરક્ષિત રીતે પકડી પાડ્યો…
Read Moreનોકરી શોધનારા માટે મોટી તક: વાપીમાં 6 જાન્યુઆરીએ મેગા જોબ ફેરનું આયોજન | Mega Job Fair in Vapi on 6 January for Job Seekers
નોકરી શોધનારા માટે મોટી તક: વાપીમાં 6 જાન્યુઆરીએ મેગા જોબ ફેરનું આયોજન | Mega Job Fair in Vapi on 6 January for Job Seekers વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાનાં રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે ખાનગી ક્ષેત્રમાં નોકરી મેળવવાની ઉત્તમ તક ઊભી થઈ છે. જિલ્લા રોજગાર કચેરી વલસાડ, નવસારી અને ડાંગના સંયુક્ત ઉપક્રમે તારીખ 06 જાન્યુઆરીના રોજ સવારે 10 કલાકે પદ્મભૂષણ રજજુભાઈ શ્રોફ ઓડિટોરિયમ, નામધા, વાપી ખાતે કલસ્ટર મેગા જોબ ફેર કાર્યક્રમ યોજાનાર છે. આ મેગા જોબ ફેરમાં ખાનગી કંપનીઓના નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારોની પસંદગી અને ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ધોરણ 8…
Read Moreનવો આઇડિયા: માલનપાડા ITIના તાલીમાર્થીએ પેન્ટોગ્રાફ વિના દોડતી ઇલેક્ટ્રિક ટ્રેન બનાવી | ITI Trainee Develops Pantograph-Free Electric Train Model
નવો આઇડિયા: માલનપાડા ITIના તાલીમાર્થીએ પેન્ટોગ્રાફ વિના દોડતી ઇલેક્ટ્રિક ટ્રેન બનાવી | ITI Trainee Develops Pantograph-Free Electric Train Model આઇટીઆઇ (Industrial Training Institute) યુવાઓ માટે રોજગાર અને સ્વરોજગારનો મજબૂત આધાર બની રહી છે. વ્યવસાયિક તાલીમ દ્વારા વિદ્યાર્થીઓને ટૂંકા ગાળામાં કામકાજ માટે તૈયાર કરવાનો મુખ્ય હેતુ આઇટીઆઇનો છે. આવી જ એક સફળતા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ભેંસધરા ગામના તાલીમાર્થી જયદીપ એસ. પટેલે મેળવી છે, જેમણે ધરમપુર માલનપાડા આઇટીઆઇમાં ઇલેક્ટ્રિશિયનનો કોર્સ કરીને હાલ ધરમપુર સાયન્સ સેન્ટરમાં રોજગાર મેળવ્યો છે. જયદીપ એસ. પટેલે જણાવ્યું હતું કે ધોરણ 10 પછી પરિવારને આર્થિક રીતે…
Read Moreસુરત સાર્વજનિક યુનિવર્સિટીની પ્રથમ PhDનું ગૌરવ ઉદવાડાની નિમિષાને | Udvada Girl Becomes First PhD of Sarvajanik University
સુરત સાર્વજનિક યુનિવર્સિટીની પ્રથમ PhDનું ગૌરવ ઉદવાડાની નિમિષાને | Udvada Girl Becomes First PhD of Sarvajanik University વાપી–પારડીના ઉદવાડામાં રહેતી નિમિષા સુરેશભાઈ અગ્રવાલે ભૌતિકશાસ્ત્ર વિષયમાં સાર્વજનિક યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. સૂરત સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત સાર્વજનિક યુનિવર્સિટીની પ્રથમ પીએચડી વિદ્યાર્થિની બનવાનું ગૌરવ તેમને પ્રાપ્ત થયું છે. નિમિષાએ “INFLUENCE OF SODIUM NITRATE AND POTASSIUM NITRATE ON PRISTINE GLYCINE LITHIUM NITRATE AND ITS ALLIED STUDIES” વિષય પર સંશોધન કાર્ય કર્યું છે. મટીરીઅલ સાયન્સ રિસર્ચ અંતર્ગત તેમણે નોન લિનિયર ઓપ્ટિકલ મટીરીઅલની કાર્યક્ષમતા, પરફોર્મન્સ અને ઉપયોગીતા વધારવા હેતુસર…
Read Moreવટારની એસ.એસ.બી.ડી. દેસાઈ હાઈસ્કૂલમાં રમોત્સવ ઉજવાયો, વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો અપાયા | SSB Desai School Sports Festival Celebrated in Vatar
વટારની એસ.એસ.બી.ડી. દેસાઈ હાઈસ્કૂલમાં રમોત્સવ ઉજવાયો, વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો અપાયા | SSB Desai School Sports Festival Celebrated in Vatar વટાર સ્થિત એસ.એસ.બી.ડી. દેસાઈ હાઈસ્કૂલમાં વાર્ષિક રમતોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ રમોત્સવ અંતર્ગત વિવિધ રમતગમતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રમતો દ્વારા વિદ્યાર્થીઓમાં શારીરિક તંદુરસ્તી, શિસ્ત અને રમતભાવના વિકસે તે હેતુ સાથે સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. આ સમગ્ર આયોજન શાળાના આચાર્ય ડૉ. નિખિલ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. શાળાના શારીરિક શિક્ષણના શિક્ષક રવિભાઈ તેમજ શાળાના સ્ટાફ મિત્રોએ…
Read Moreઉદવાડામાં સિસિકા દ્વારા સન્માન સમારોહ યોજાયો, સિનિયર સિટીઝનોનું માન વધારાયું | Udvada Senior Citizens Felicitation Program Held
ઉદવાડામાં સિસિકા દ્વારા સન્માન સમારોહ યોજાયો, સિનિયર સિટીઝનોનું માન વધારાયું | Udvada Senior Citizens Felicitation Program Held ઉદવાડા સિનિયર સિટીઝન મંડળ (સિસિકા) દ્વારા સભ્યોના સન્માન માટે ખાસ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન મંડળની વર્ષ 2025 દરમિયાન યોજાયેલી મીટિંગો, વિવિધ પ્રવૃત્તિઓ તથા થયેલ ખર્ચનું વિગતવાર વાંચન કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત તમામ સભ્યો દ્વારા સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. ત્યારબાદ મંડળના 75 વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ સભ્યોનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન સાથે તેઓ નિરોગી, તંદુરસ્ત અને દીર્ધાયુ જીવન વિતાવે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં…
Read More