September 3, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Motiwada Pardi Valsad Vapi

મોતીવાડા ગામમાં અજગર દેખાતાં દહેશત, વન વિભાગની મદદથી સુરક્ષિત રેસ્ક્યુ | Python Rescued Safely from Motiwada Village

મોતીવાડા ગામમાં અજગર દેખાતાં દહેશત, વન વિભાગની મદદથી સુરક્ષિત રેસ્ક્યુ | Python Rescued Safely from Motiwada Village

 

પારડી તાલુકાના મોતીવાડા ગામના આહીર ફળીયામાં પંકજભાઈ આહીરના ઘર નજીક અજગર દેખાતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. અચાનક માનવ વસાહતમાં અજગર દેખાતાં સ્થાનિકો ચિંતિત બન્યા હતા.

ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ તરત જ વન્યજીવ પ્રેમી ભાવનાબેન પટેલનો સંપર્ક કર્યો હતો. ભાવનાબેન પટેલે વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી (WRIN)ની પારડી વિભાગની ટીમને માહિતી આપતા જીગ્નેશ નાયકા અને સિદ્ધાર્થ નાયકા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. રેસ્ક્યુ ટીમે જરૂરી સાવચેતી સાથે અજગરને સુરક્ષિત રીતે પકડી પાડ્યો હતો.

રેસ્ક્યુ કામગીરી પૂર્ણ થયા બાદ વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની સૂચના અનુસાર અજગરને માનવ વસાહતથી દૂર સુરક્ષિત વન વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો. અજગરને સલામત રીતે વનમાં છોડવામાં આવતાં સ્થાનિક રહેવાસીઓએ હાશકારો અનુભવ્યો હતો.

સમયસર કરવામાં આવેલી આ રેસ્ક્યુ કામગીરીથી કોઈ જાનહાનિ થતી અટકી હતી અને ગ્રામજનોમાં ફરી શાંતિ વ્યાપી હતી.

#મોતીવાડા #પારડી #PythonRescue #WildlifeRescue #WRIN #ForestDepartment #ValsadNews #PardiNews #GujaratNews #AnimalRescue


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *