September 3, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Malnpada Valsad

નવો આઇડિયા: માલનપાડા ITIના તાલીમાર્થીએ પેન્ટોગ્રાફ વિના દોડતી ઇલેક્ટ્રિક ટ્રેન બનાવી | ITI Trainee Develops Pantograph-Free Electric Train Model

નવો આઇડિયા: માલનપાડા ITIના તાલીમાર્થીએ પેન્ટોગ્રાફ વિના દોડતી ઇલેક્ટ્રિક ટ્રેન બનાવી | ITI Trainee Develops Pantograph-Free Electric Train Model

 

આઇટીઆઇ (Industrial Training Institute) યુવાઓ માટે રોજગાર અને સ્વરોજગારનો મજબૂત આધાર બની રહી છે. વ્યવસાયિક તાલીમ દ્વારા વિદ્યાર્થીઓને ટૂંકા ગાળામાં કામકાજ માટે તૈયાર કરવાનો મુખ્ય હેતુ આઇટીઆઇનો છે. આવી જ એક સફળતા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ભેંસધરા ગામના તાલીમાર્થી જયદીપ એસ. પટેલે મેળવી છે, જેમણે ધરમપુર માલનપાડા આઇટીઆઇમાં ઇલેક્ટ્રિશિયનનો કોર્સ કરીને હાલ ધરમપુર સાયન્સ સેન્ટરમાં રોજગાર મેળવ્યો છે.

જયદીપ એસ. પટેલે જણાવ્યું હતું કે ધોરણ 10 પછી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવાના હેતુથી તેમણે આઇટીઆઇમાં પ્રવેશ લેવાનું નક્કી કર્યું હતું. માલનપાડા આઇટીઆઇમાં ટ્રેનીની ભરતીની જાણ થતાં તેમણે ફોર્મ ભર્યું અને પસંદગી થતા ઇલેક્ટ્રિશિયનનો કોર્સ કર્યો. ત્યારબાદ ધરમપુર સાયન્સ સેન્ટરમાં સ્ટાઇપેન્ડ આધારિત રોજગાર મળ્યો, જ્યાં તેમને છેલ્લા બે વર્ષથી કામ કરવાનો અનુભવ મળી રહ્યો છે.

સાયન્સ સેન્ટરમાં કામ દરમિયાન તેમને એક નવો વિચાર આવ્યો. સામાન્ય રીતે ઇલેક્ટ્રિક ટ્રેનોમાં છત ઉપર પેન્ટોગ્રાફ ઉપકરણ હોય છે, જે ઓવરહેડ ઇલેક્ટ્રિક લાઇન સાથે સંપર્કમાં રહી ટ્રેનને વીજ પુરવઠો આપે છે. પરંતુ ઓવરહેડ લાઇનમાં હેવી વોલ્ટેજ હોવાના કારણે ટ્રેનની ઉપર ચઢી જવાથી કરંટ લાગવાના અકસ્માતોની શક્યતા રહે છે. આ જોખમ ટાળવા માટે જયદીપે પેન્ટોગ્રાફ વિના ઇલેક્ટ્રિક ટ્રેન બનાવવાનો વિચાર કર્યો.

આ વિચારને સાકાર કરવા માટે તેમણે કમ્પ્યુટર સોફ્ટવેરનો ઉપયોગ કરીને કોડિંગ તૈયાર કર્યું અને એવું મોડલ વિકસાવ્યું કે જેમાં ટ્રેનને વીજ પુરવઠો સીધો પટરીમાંથી મળે. પરિણામે ઓવરહેડ વાયર રાખવાની જરૂર રહેતી નથી. આ મોડલનો મુખ્ય ફાયદો એ છે કે ટ્રેનની ઉપર કોઈ વીજ વાયર ન હોવાથી કોઈ વ્યક્તિ ભૂલથી ટ્રેનની ઉપર ચઢી જાય તો કરંટ લાગવાનો ખતરો રહેતો નથી. આ ઉપરાંત સેન્સરની મદદથી ટ્રેન ક્યાંય અટકી પડે તો તેની તરત જાણ થઈ જાય છે.

ધરમપુર સાયન્સ સેન્ટરના જિલ્લા વિજ્ઞાન અધિકારી પ્રજ્ઞેશભાઈ રાઠોડે જણાવ્યું હતું કે આઇટીઆઇમાં તાલીમ મેળવનારા યુવાઓને વાસ્તવિક કામનો અનુભવ મળે તે માટે સાયન્સ સેન્ટરમાં બે વર્ષના ગાળા માટે ભરતી કરવામાં આવે છે અને દર મહિને 22 હજાર રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. સાયન્સ સેન્ટરમાં એક્ઝિબિશનની વિવિધ ગેલેરીઓ માટે વર્કિંગ મોડલ બનાવવાની તેમજ તેમની જાળવણી કરવાની જવાબદારી પણ ટ્રેનીઓ સંભાળે છે. જયદીપ જેવા તાલીમાર્થીઓના ઇનોવેટિવ વિચારો સાયન્સ સેન્ટર માટે પણ પ્રેરણારૂપ બની રહ્યા છે.

#ITI #MalnpadaITI #Dharampur #Valsad #Innovation #ElectricTrain #PantographFree #ScienceCentre #SkillIndia #TechnicalEducation #GujaratNews #YouthInnovation


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *