September 3, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Valsad Vatar

વટારની એસ.એસ.બી.ડી. દેસાઈ હાઈસ્કૂલમાં રમોત્સવ ઉજવાયો, વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો અપાયા | SSB Desai School Sports Festival Celebrated in Vatar

વટારની એસ.એસ.બી.ડી. દેસાઈ હાઈસ્કૂલમાં રમોત્સવ ઉજવાયો, વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો અપાયા | SSB Desai School Sports Festival Celebrated in Vatar

 

વટાર સ્થિત એસ.એસ.બી.ડી. દેસાઈ હાઈસ્કૂલમાં વાર્ષિક રમતોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ રમોત્સવ અંતર્ગત વિવિધ રમતગમતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રમતો દ્વારા વિદ્યાર્થીઓમાં શારીરિક તંદુરસ્તી, શિસ્ત અને રમતભાવના વિકસે તે હેતુ સાથે સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.

આ સમગ્ર આયોજન શાળાના આચાર્ય ડૉ. નિખિલ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. શાળાના શારીરિક શિક્ષણના શિક્ષક રવિભાઈ તેમજ શાળાના સ્ટાફ મિત્રોએ મળીને રમતોત્સવ કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી.

રમતોત્સવના મુખ્ય મહેમાન તરીકે વટાર ગામના જયેશભાઈ, વાંકડ ગામના અશોકભાઈ તેમજ ફ્યુશન સ્પોર્ટ્સ એકેડમીમાંથી કિશોરભાઈ, વિશાલભાઈ અને રાજેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોની હાજરીથી વિદ્યાર્થીઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.

રમતોત્સવ કાર્યક્રમ અંતર્ગત સતત બીજા દિવસે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ ઇનામ વિતરણ દરમિયાન વિજેતા વિદ્યાર્થીઓને વિવિધ ઇનામો આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ તેમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે જ શાળાના ટ્રસ્ટી કિશોર દેસાઈ તરફથી શાળાના તમામ બાળકો માટે ભોજનની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

સમગ્ર રમતોત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમ શાળાના વિદ્યાર્થીઓ માટે યાદગાર બન્યો હતો અને શિક્ષણ સાથે રમતગમતના મહત્વને ઉજાગર કરતો રહ્યો હતો.

#વટાર #SSBDDesaiSchool #રમતોત્સવ #SchoolSports #વિદ્યાર્થીસમાચાર #VatarNews #SportsFestival #SchoolEvent #StudentAchievement


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *