September 3, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Valsad

વલસાડમાં રવિવારે 4 મતદાન મથકોના BLO મામલતદાર કચેરીએ મળશે | BLOs of 4 Polling Booths to Sit at Mamlatdar Office, Valsad

વલસાડમાં રવિવારે 4 મતદાન મથકોના BLO મામલતદાર કચેરીએ મળશે | BLOs of 4 Polling Booths to Sit at Mamlatdar Office, Valsad

 

વલસાડ જિલ્લામાં મતદાર યાદીની સઘન સમીક્ષા ઝુંબેશ ચાલી રહી છે તે વચ્ચે મહત્વપૂર્ણ જાણકારી જાહેર કરવામાં આવી છે. તારીખ 04 જાન્યુઆરી 2026ના રોજ વલસાડ તાલુકામાં Gujarat Public Service Commission (GPSC)ની પરીક્ષા યોજાનાર હોવાથી કેટલાક મતદાન મથકોના બી.એલ.ઓ. પોતાના નિયમિત સ્થળે હાજર રહેશે નહીં.

GPSCની પરીક્ષા વલસાડ તાલુકાની બાઈ આવાબાઈ હાઇસ્કૂલ, શ્રીજમનાબાઈ સાર્વજનિક કન્યા વિદ્યાલય (જે.એસ. કન્યા વિદ્યાલય), વલસાડ તેમજ આર.એમ. એન્ડ વી.એમ. દેસાઈ વિદ્યાધામ, વલસાડ ખાતે યોજાનાર છે. આ શાળાઓમાં આવેલા કુલ ચાર મતદાન મથકોના બી.એલ.ઓ. ખાસ ઝુંબેશના દિવસો દરમિયાન મામલતદાર કચેરી, વલસાડ ખાતે સવારે 10.00 કલાકથી બપોરે 14.00 કલાક સુધી હાજર રહેશે.

મતદાર યાદી સંબંધિત કામગીરી માટે આવનારા નાગરિકોને આ બાબતની જાણ રહે તે માટે જાહેર જનતાને વિનંતી કરવામાં આવી છે કે તેઓ સંબંધિત સમયમાં મામલતદાર કચેરીનો સંપર્ક કરે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે ઉપરોક્ત વિગતો Election Commission of India (ECI) દ્વારા આપવામાં આવતી સૂચનાઓમાં ફેરફારને આધીન રહેશે.

મતદાર યાદીની સમીક્ષા દરમિયાન નાગરિકોને કોઈ અડચણ ન પડે તે હેતુથી આ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જિલ્લા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

#Valsad #મતદારયાદી #BLO #MamlatdarOffice #GPSCExam #ElectionUpdate #ValsadNews #GujaratNews


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

One thought on “વલસાડમાં રવિવારે 4 મતદાન મથકોના BLO મામલતદાર કચેરીએ મળશે | BLOs of 4 Polling Booths to Sit at Mamlatdar Office, Valsad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *