September 3, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Vapi Pardi Valsad

પારડી હાઈવે પર વલસાડના વેપારીની કારને ટ્રકે ટક્કર મારી ફરાર | Truck Hits Businessman’s Car on Pardi Highway, Driver Absconds

પારડી હાઈવે પર વલસાડના વેપારીની કારને ટ્રકે ટક્કર મારી ફરાર | Truck Hits Businessman’s Car on Pardi Highway, Driver Absconds

 

પારડી હાઈવે પર વલસાડના એક વેપારીની કારને ટ્રક દ્વારા જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ જવાનો બનાવ સામે આવ્યો છે. આ અકસ્માતમાં કારને ભારે નુકસાન પહોંચ્યું હતું.

વલસાડના રામજી ટેકરા વિસ્તારમાં રહેતા અને દવાના વ્યવસાય સાથે સંકળાયેલા વિશાલ સુનીલકુમાર શાહ સવારે પોતાની કાર લઈને કામ અર્થે કપરાડા જઈ રહ્યા હતા. આ દરમિયાન પારડી ફાઉન્ટેન હોટલ સામેથી પસાર થતા વેળા વલસાડ તરફથી વાપી જઈ રહેલી ટ્રક નં. PB-13-BP-7737 ના ચાલકે પૂરઝડપે વાહન હંકારી લાવી તેમની કારના આગળના ભાગે જોરદાર ટક્કર મારી હતી.

અકસ્માતમાં કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. ટક્કર બાદ ટ્રક ચાલક કોઈ મદદ કર્યા વિના ટ્રક લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે વિશાલ શાહે પારડી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પોલીસ દ્વારા ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને હાઈવે પર વધતા અકસ્માતોને લઈને ફરી એકવાર વાહનચાલકોની બેદરકારી સામે પ્રશ્નો ઊભા થયા છે.

#PardiHighway #ValsadNews #RoadAccident #HitAndRun #PardiPolice #VapiNews #HighwayAccident #GujaratNews


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *