વલસાડમાં માહ્યાવંશી સમાજની મહિલા ક્રિકેટને પ્રોત્સાહન, પુષ્પા–શારદા કપ રમાઈ

વલસાડમાં માહ્યાવંશી સમાજની મહિલા ક્રિકેટને પ્રોત્સાહન, પુષ્પા–શારદા કપ રમાઈ લીલાપોર ક્રિકેટ ક્લબના 50 વર્ષ નિમિત્તે યોજાયેલી ટુર્નામેન્ટમાં વલસાડ ઇલેવન ચેમ્પિયન વલસાડમાં માહ્યાવંશી સમાજની બહેનો અને દીકરીઓને ક્રિકેટ માટે પ્રોત્સાહિત કરવા પુષ્પા–શારદા કપ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. લીલાપોર ક્રિકેટ ક્લબને 50 વર્ષ પૂર્ણ થતાં આ વિશેષ ટુર્નામેન્ટ વલસાડ કોલેજ મેદાનમાં યોજાઈ હતી. સમાજના વડિલોની ક્રિકેટ પ્રત્યેની લાગણીઓની સ્મૃતિમાં આયોજિત આ ટુર્નામેન્ટમાં મહિલાઓનો ઉત્સાહ જોવા મળ્યો હતો. ટુર્નામેન્ટમાં હરિયા વુમન્સ ઇલેવન, વલસાડ ઇલેવન, જય જલારામ ઇલેવન સલવાવ, ખડકી વુમન્સ ઇલેવન, લીલાપુર વુમન્સ વોરિયર્સ અને અટગામ ગર્લ્સ જેવી ટીમોએ ભાગ…

Read More

આજથી વલસાડમાં ગુજરાત–કર્ણાટક કૂચ બિહાર ટ્રોફી મેચ

આજથી વલસાડમાં ગુજરાત–કર્ણાટક કૂચ બિહાર ટ્રોફી મેચ   વલસાડમાં બીડીસીએ સંચાલિત સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે તા. 1 થી 4 જાન્યુઆરી 2026 દરમિયાન ગુજરાત અને કર્ણાટક અન્ડર-19 ટીમો વચ્ચે પ્રતિષ્ઠિત કૂચ બિહાર ટ્રોફી ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચાર દિવસીય મેચમાં અન્ડર-19ના પ્રતિભાશાળી ખેલાડીઓ મેદાનમાં ઉતરશે. બીડીસીએના માનદ મંત્રી જનકભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આ મેચ દરમિયાન જૂનિયર સિલેક્શન કમિટીના સભ્યો પણ હાજર રહેશે અને યુવા ખેલાડીઓની પ્રતિભા પર નજીકથી નજર રાખશે. વલસાડના સરદાર પટેલ સ્ટેડિયમના આંગણે ગુરૂવાર 1 જાન્યુઆરીથી શરૂ થનારી આ મહત્વપૂર્ણ ક્વાર્ટર ફાઇનલ મેચને…

Read More

વલસાડ કંપનીમાં કામદારોની હડતાળનો પાંચમો દિવસ, સમાધાન માટે ધારાસભ્ય પહોંચ્યા

વલસાડ કંપનીમાં કામદારોની હડતાળનો પાંચમો દિવસ, સમાધાન માટે ધારાસભ્ય પહોંચ્યા   વલસાડની ગુંદલાવ GIDCમાં આવેલી ડેમોસા કંપનીમાં છેલ્લા પાંચ દિવસથી ચાલતી કામદારોની હડતાળ મામલે હવે સમાધાનના પ્રયાસો શરૂ થયા છે. હડતાળનો મુદ્દો ગંભીર બનતા સ્થાનિક ધારાસભ્ય ભરત પટેલ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને કામદારો તેમજ કંપની સંચાલન વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા નિભાવી છે. હડતાળ પર બેઠેલા કામદારોનું કહેવું છે કે વાયરમેન, ફિટર અને ઓપરેટર જેવા કુશળ કામદારોને હજુ સુધી એપોઈન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યા નથી. ઉપરાંત 25-25 વર્ષથી સેવા આપતા કર્મચારીઓને તેમના અનુભવ મુજબ યોગ્ય પગાર વધારો આપવામાં આવે તેવી પણ માંગણી કરવામાં…

Read More

21 કરોડના ખર્ચે વલસાડમાં નવી શાકભાજી માર્કેટ તૈયાર થશે, 200 કેબિન દુકાનોની સુવિધા મળશે

21 કરોડના ખર્ચે વલસાડમાં નવી શાકભાજી માર્કેટ તૈયાર થશે, 200 કેબિન દુકાનોની સુવિધા મળશે   ઘણાં વર્ષો બાદ વલસાડ શહેરને નગરપાલિકા દ્વારા નવીન અને ભવ્ય શાકભાજી માર્કેટ સંકુલની સુવિધા મળવાની છે. વર્ષ 2026 દરમિયાન કાર્યરત થનાર આ ન્યૂ વેજિટેબલ માર્કેટનું બાંધકામ હાલ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આશરે રૂ. 21 કરોડના ખર્ચે તૈયાર થનારા આ આધુનિક માર્કેટમાં વેપારીઓ તથા નાગરિકોને અનેક સુવિધાઓ મળશે. વલસાડમાં નવી શાકભાજી માર્કેટનું ખાતમુહૂર્ત વર્ષ 2024માં રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. આ માર્કેટમાં અદ્યતન સુવિધાઓ સાથે કુલ 200 પાથરણાં તથા લારી-કેબિન ધારકો…

Read More

2026માં વલસાડને રૂ. 39 કરોડના ખર્ચે જિલ્લા પંચાયતની નવી કચેરીની ભેટ મળશે

2026માં વલસાડને રૂ. 39 કરોડના ખર્ચે જિલ્લા પંચાયતની નવી કચેરીની ભેટ મળશે શિક્ષણ, આરોગ્ય અને ICDS વિભાગ માટે નવી ઓફિસ, લિફ્ટ સહિત આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે વલસાડ જિલ્લાના નાગરિકો માટે વર્ષ 2026માં એક મહત્વની સુવિધાની ભેટ મળવાની છે. જિલ્લા પંચાયત દ્વારા વલસાડ ખાતે રૂ. 39 કરોડના ખર્ચે અદ્યતન જિલ્લા પંચાયતની નવી કચેરીનું ભવ્ય સંકુલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જિલ્લાના છ તાલુકાના વિકાસલક્ષી કામો તેમજ અરજદારોના વિવિધ કામો માટે મુખ્ય મથક તરીકે આ નવી કચેરી મહત્વની ભૂમિકા ભજવશે. બે વિંગમાં ગ્રાઉન્ડ પ્લસ 6 માળનું આ નવું સંકુલ આધુનિક સુવિધાઓથી સજ્જ…

Read More

વિશ્વાસ વધારવા પોલીસે 21 મોબાઇલ મૂળ માલિકોને પરત કર્યા

વિશ્વાસ વધારવા પોલીસે 21 મોબાઇલ મૂળ માલિકોને પરત કર્યા વાપી ટાઉનમાં રૂ. 5.06 લાખના મોબાઇલ પોલીસે કબજે લીધા વાપી ટાઉન પોલીસે ગુમ થયેલા અને ચોરીમાં ગયેલા 21 મોબાઇલ ફોન મૂળ માલિકોને પરત સોંપી પોલીસ પ્રત્યે પ્રજાનો વિશ્વાસ વધે તેવા પ્રશંસનીય પ્રયત્નો કર્યા છે. કુલ રૂ. 5,06,881 કિંમતના મોબાઇલ ફોન શોધી કાઢી માલિકોને પરત આપવામાં આવ્યા હતા. ગુજરાતના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય દ્વારા પ્રજાલક્ષી અભિગમ અંતર્ગત લોકો સાથે તાદાત્મ્ય વધારવા તથા પોલીસ પ્રત્યે વિશ્વાસ મજબૂત કરવા “તેરા તુજકો અર્પણ” અભિગમ મુજબ કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી.…

Read More

શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપીની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં દવે લાયન્સ વિજેતા

શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપીની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં દવે લાયન્સ વિજેતા   દરેક ટીમમાં 2 મહિલા ખેલાડીઓનો સમાવેશ, મહાદેવ વોરિયર્સ રનર-અપ શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી દ્વારા આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્ટ સફળતાપૂર્વક યોજાઈ હતી. ટૂર્નામેન્ટમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો અને દરેક ટીમમાં ફરજિયાત રીતે 2-2 મહિલા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેના કારણે રમત સાથે સમાનતા અને સામૂહિક ભાગીદારીનો સુંદર સંદેશ મળ્યો હતો. ફાઈનલ મુકાબલામાં દવે લાયન્સ ટીમ વિજેતા બની હતી, જ્યારે મહાદેવ વોરિયર્સ ટીમ રનર-અપ રહી હતી. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓએ ઉત્સાહપૂર્ણ અને રમતભાવનાપૂર્વક પ્રદર્શન કર્યું હતું.…

Read More

પારડી વિસ્તારમાં થર્ટી ફર્સ્ટ પર ખાનગી પાર્ટીઓ પર પોલીસની કડક નજર, ડ્રોનથી વોચ

પારડી વિસ્તારમાં થર્ટી ફર્સ્ટ પર ખાનગી પાર્ટીઓ પર પોલીસની કડક નજર, ડ્રોનથી વોચ   થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને પારડી પોલીસે અસામાજિક પ્રવૃત્તિઓ અને ખાનગી પાર્ટીઓ પર લગામ કસવા કડક પગલાં લીધા છે. પારડી પોલીસ મથકના પીઆઈ જીઆર ગઢવીના નેતૃત્વમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં આવેલા ફાર્મહાઉસ અને ખાનગી સ્થળો પર ડ્રોન સર્વેલન્સનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આધુનિક ટેકનોલોજીની મદદથી આકાશમાંથી બાજ નજર રાખી પોલીસ દ્વારા કોઈપણ અનિચ્છનીય ઘટના અટકાવવા માટે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ડ્રોન દ્વારા સંદિગ્ધ હિલચાલ, ભીડભાડ અને નિયમોના…

Read More

અનાવિલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આર.આર.કે. સ્ટ્રાઈકર્સ વિજેતા, કપ સાથે રૂ. 43,500ની માતબર ઇનામ રકમ

અનાવિલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આર.આર.કે. સ્ટ્રાઈકર્સ વિજેતા, કપ સાથે રૂ. 43,500ની માતબર ઇનામ રકમ   વાપી-વલવાડાના સ્વ. રમેશચંદ્ર મણીલાલ વશી, સ્વ. રમેશચંદ્ર રણછોડજી દેસાઈ (સોનવાડા-વાપી), સ્વ. કિશોરભાઈ ગુલાબભાઈ દેસાઈ (પરિયા-મુંબઈ) પરિવાર તથા મિત્ર વર્તુળ દ્વારા સતત પાંચમા વર્ષે આર. આર. કે. સ્પોર્ટ્સ ક્લબ અનાવિલ ક્રિકેટ ટુર્નામેન્ટ–2025નું આયોજન મેઘપન સ્પોર્ટ્સલાઈફ ક્રિકેટ ગ્રાઉન્ડ, વેલવાગડ (પરિયા) ખાતે કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય તથા ઉદ્ઘાટન વિધિ આર.આર.કે. સ્પોર્ટ્સ ક્લબના પ્રાયોજકો નિમિષભાઈ રમેશચંદ્ર વશી, સુરેખભાઈ રમેશચંદ્ર દેસાઈ તથા સિદ્ધાર્થ કિશોરભાઈ દેસાઈ અને મિત્ર વર્તુળ દ્વારા કરવામાં આવી હતી. મુખ્ય અતિથિ તરીકે કનુભાઈ મોહનલાલ દેસાઈ (નાણાંમંત્રી)નું શાલ…

Read More

આર.એસ. ઝુનઝુનવાલા સ્કૂલમાં વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી

આર.એસ. ઝુનઝુનવાલા સ્કૂલમાં વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી   જ્યાં સંસ્કારોથી શિક્ષણ સજ્જ થાય ત્યાં ઉજવાતો દરેક ઉત્સવ ભવિષ્ય ઘડે છે: સંજય રાવલ વાપી ખાતે આવેલી આર.એસ. ઝુનઝુનવાલા ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાર્ષિકોત્સવની ભવ્ય અને પ્રેરણાદાયી ઉજવણી યોજાઈ હતી. આ અવસરે પ્રથમવાર શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રેરણા આપવા માટે વિશ્વસ્તરીય પ્રેરણાદાયી વક્તા સંજય રાવલને આમંત્રિત કરી એક નવી પહેલ કરવામાં આવી હતી. શિક્ષણ સાથે સંસ્કાર અને સંસ્કૃતિના સંવર્ધનના ઉદ્દેશ સાથે આયોજિત આ મહોત્સવ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી નિલેશભાઈ રાઠોડ, ટ્રસ્ટી પાયલબેન રાઠોડ, ટ્રસ્ટી તિશા રાઠોડ તેમજ આચાર્ય ડો. પ્રખર ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો…

Read More