September 3, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Valsad

વલસાડમાં માહ્યાવંશી સમાજની મહિલા ક્રિકેટને પ્રોત્સાહન, પુષ્પા–શારદા કપ રમાઈ

વલસાડમાં માહ્યાવંશી સમાજની મહિલા ક્રિકેટને પ્રોત્સાહન, પુષ્પા–શારદા કપ રમાઈ

લીલાપોર ક્રિકેટ ક્લબના 50 વર્ષ નિમિત્તે યોજાયેલી ટુર્નામેન્ટમાં વલસાડ ઇલેવન ચેમ્પિયન

વલસાડમાં માહ્યાવંશી સમાજની બહેનો અને દીકરીઓને ક્રિકેટ માટે પ્રોત્સાહિત કરવા પુષ્પા–શારદા કપ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. લીલાપોર ક્રિકેટ ક્લબને 50 વર્ષ પૂર્ણ થતાં આ વિશેષ ટુર્નામેન્ટ વલસાડ કોલેજ મેદાનમાં યોજાઈ હતી. સમાજના વડિલોની ક્રિકેટ પ્રત્યેની લાગણીઓની સ્મૃતિમાં આયોજિત આ ટુર્નામેન્ટમાં મહિલાઓનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

ટુર્નામેન્ટમાં હરિયા વુમન્સ ઇલેવન, વલસાડ ઇલેવન, જય જલારામ ઇલેવન સલવાવ, ખડકી વુમન્સ ઇલેવન, લીલાપુર વુમન્સ વોરિયર્સ અને અટગામ ગર્લ્સ જેવી ટીમોએ ભાગ લીધો હતો. તમામ મેચોમાં સમાજની મહિલા ખેલાડીઓએ ઉમદા રમત પ્રદર્શન કર્યું હતું.

ફાઈનલ મુકાબલો હરિયા વુમન્સ ઇલેવન અને વલસાડ ઇલેવન વચ્ચે રમાયો હતો, જેમાં વલસાડ ઇલેવન ચેમ્પિયન બની હતી જ્યારે હરિયા વુમન્સ ઇલેવન રનર-અપ રહી હતી. વ્યક્તિગત પુરસ્કારોમાં ઓલરાઉન્ડર તરીકે હિયા પટેલ અને ભૂમિ વર્મા, વુમન્સ બેસ્ટ બેટરનો ખિતાબ હિયા પટેલને મળ્યો હતો. રનર-અપ હરિયા વુમન્સ ઇલેવનની કેપ્ટન ભાવિનીબેન બાલીવાલા અને ચેમ્પિયન વલસાડ ઇલેવનની કેપ્ટન દર્શનાબેનને પણ વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું.

ઇનામ વિતરણ ટુર્નામેન્ટના મુખ્ય આયોજક અંજના અશ્વિનભાઈ મહેતા (ખજુરડી) અને પ્રિતી મુકેશ મિસ્ત્રી (મજીગામ)ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્વ. મણીલાલ છનાભાઈ લીલાકર (લીલાપોર) અને સ્વ. ઠાકોરભાઈ કાનજીભાઈ પરમાર (લીલાપોર)ના પરિવારજનો, અતિથિ વિશેષ તરીકે નગીનભાઈ પટેલ (નિવૃત્ત કસ્ટમ ઓફિસર), ઈલાબેન પટેલ (રોણવેલ), શિરીષભાઈ પરમાર, ઉમેશભાઈ પટેલ અને વિનય લીલાકર ઉપસ્થિત રહ્યા હતા.

આ સમગ્ર મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા સમાજના યુવાનો, મહિલાઓ અને વડીલોએ ભારે જહેમત ઉઠાવી હતી. ટુર્નામેન્ટનું સંચાલન અરવિંદભાઈ છોવાલાએ કર્યું હતું.

#વલસાડ #માહ્યાવંશીસમાજ #મહિલાક્રિકેટ #પુષ્પાશારદાકપ #લીલાપોરક્રિકેટક્લબ #વલસાડઇલેવન #WomenCricket #SportsNews #Valsad


 


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *