September 3, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Valsad

2026માં વલસાડને રૂ. 39 કરોડના ખર્ચે જિલ્લા પંચાયતની નવી કચેરીની ભેટ મળશે

2026માં વલસાડને રૂ. 39 કરોડના ખર્ચે જિલ્લા પંચાયતની નવી કચેરીની ભેટ મળશે

શિક્ષણ, આરોગ્ય અને ICDS વિભાગ માટે નવી ઓફિસ, લિફ્ટ સહિત આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે

વલસાડ જિલ્લાના નાગરિકો માટે વર્ષ 2026માં એક મહત્વની સુવિધાની ભેટ મળવાની છે. જિલ્લા પંચાયત દ્વારા વલસાડ ખાતે રૂ. 39 કરોડના ખર્ચે અદ્યતન જિલ્લા પંચાયતની નવી કચેરીનું ભવ્ય સંકુલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જિલ્લાના છ તાલુકાના વિકાસલક્ષી કામો તેમજ અરજદારોના વિવિધ કામો માટે મુખ્ય મથક તરીકે આ નવી કચેરી મહત્વની ભૂમિકા ભજવશે.

બે વિંગમાં ગ્રાઉન્ડ પ્લસ 6 માળનું આ નવું સંકુલ આધુનિક સુવિધાઓથી સજ્જ બનશે. નવા બિલ્ડિંગમાં શિક્ષણ કચેરી, આરોગ્ય વિભાગ તેમજ ICDS વિભાગ સહિત 15થી વધુ શાખા વિભાગોની કચેરીઓ ફાળવવામાં આવશે. દરેક વિભાગ માટે અલગ વ્યવસ્થિત ઓફિસો સાથે કામકાજ વધુ સુવ્યવસ્થિત અને ઝડપી બનશે.

આ નવી જિલ્લા પંચાયત કચેરીમાં અરજદારોની સુવિધા માટે કૂલર, બાંકડા જેવી વ્યવસ્થા દરેક ઓફિસની બહાર રાખવામાં આવશે. ઉપરાંત બે વિંગમાં વિવિધ શાખાઓની કચેરીઓ, જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ)નું ફર્નિશ્ડ ચેમ્બર તથા જિલ્લા પંચાયત પ્રમુખની અલગ ચેમ્બર પણ બનાવવામાં આવશે. લિફ્ટની સુવિધા હોવાને કારણે સામાન્ય નાગરિકો તેમજ વરિષ્ઠ નાગરિકોને પણ સરળતાથી આવાગમન કરી શકાય તેવો હેતુ રાખવામાં આવ્યો છે.

નવું સંકુલ કાર્યરત થયા બાદ વલસાડ જિલ્લાના પ્રશાસનિક કામકાજમાં વધુ ગતિ આવશે તેમજ નાગરિકોને એક જ સ્થળે વિવિધ વિભાગોની સેવાઓ સરળતાથી મળી રહેશે.

#વલસાડ #જિલ્લાપંચાયત #નવીકચેરી #વિકાસકાર્ય #શિક્ષણવિભાગ #આરોગ્યવિભાગ #ICDS #સરકારીબિલ્ડિંગ #Valsad


 


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *