દાનહના રાજપૂત સમાજનું ગૌરવ, વાપીની રોફેલ કોલેજના પ્રોફેસરની વીર નર્મદ યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં નિમણૂક વાપીની રોફેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એકાઉન્ટન્સી વિષયના પ્રોફેસર તથા અધ્યક્ષ પ્રોફેસર ડો. એમ. યુ. દરૂની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકથી દાનહના રાજપૂત સમાજ તેમજ વાપીની રોફેલ કોલેજનું ગૌરવ વધ્યું છે. પ્રોફેસર ડો. એમ. યુ. દરૂ 1989થી વાપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અધ્યક્ષ તરીકે સેવાઓ આપી રહ્યા છે. તેઓ એકાઉન્ટન્સી વિષયના પીએચડી ગાઈડ તરીકે પણ કાર્યરત છે અને તેમના માર્ગદર્શન હેઠળ ત્રણ…
Read MoreAuthor: TeamLokGujarati
વાપી અંબા માતા મંદિરમાં ચાલતી શિવ મહાપુરાણ કથામાં દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય મહારાજની ઉપસ્થિતિ
વાપી અંબા માતા મંદિરમાં ચાલતી શિવ મહાપુરાણ કથામાં દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય મહારાજની ઉપસ્થિતિ સનાતન ધર્મ ટકાવવા શાસ્ત્રોનું અધ્યયન અને શાસ્ત્રોને વાગોળવા જ પડશે: શંકરાચાર્ય વાપી શહેરના અંબા માતા મંદિરમાં ચાલી રહેલી શિવ મહાપુરાણ કથામાં દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય મહારાજની પાવન ઉપસ્થિતિથી ભક્તિમય માહોલ સર્જાયો હતો. શંકરાચાર્ય મહારાજના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને સૌએ મહાપ્રસાદ લીધો હતો. વિદ્વાન ભૂદેવોની હાજરીમાં શંકરાચાર્ય મહારાજનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તથા વિધિવત પૂજન પણ કરાયું હતું. આ પ્રસંગે પારડી સંસ્કૃત પાઠશાળાના નિયામક તથા ભાગવત કથાકાર ભાવેશભાઈ જોષી, કુમારભાઈ…
Read Moreપારડીની કોલેજોમાં ‘ગીગ ઈકોનોમી’ પર નેશનલ કોન્ફરન્સ, ભવિષ્યના પડકારો અને તકો પર મંથન
પારડીની કોલેજોમાં ‘ગીગ ઈકોનોમી’ પર નેશનલ કોન્ફરન્સ, ભવિષ્યના પડકારો અને તકો પર મંથન એન.કે. દેસાઈ અને જે.પી. પારડીવાલા કોલેજનું સંયુક્ત આયોજન, 34 રિસર્ચ પેપર રજૂ, શ્રેષ્ઠ પેપર્સ સન્માનિત બદલાતા સમય સાથે રોજગારીની પદ્ધતિઓમાં આવી રહેલા ક્રાંતિકારી ફેરફારોને સમજવા માટે પારડીની એન.કે. દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ તથા જે.પી. પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. “શેપિંગ ધ ફ્યુચર ઓફ વર્ક: ગીગ ઈકોનોમી” વિષય આધારિત આ કોન્ફરન્સમાં શિક્ષણ જગતના દિગ્ગજો અને ઉદ્યોગ સાહસિકોએ ભારતની બદલાતી આર્થિક સ્થિતિ અને રોજગારીના નવા માળખા પર વિસ્તૃત ચર્ચા કરી…
Read Moreઆજે વાપી બ્રિજની ધીમી કામગીરી મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
આજે વાપી બ્રિજની ધીમી કામગીરી મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન વાપી ઓવરબ્રિજની ધીમી કામગીરીને લઈ આજે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવશે. જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિ અને વાપી શહેર યુથ કોંગ્રેસના સંયુક્ત આયોજન હેઠળ ગુરૂવારે સવારે 11 વાગે વાપી ઝંડાચોક ખાતે વિરોધ કાર્યક્રમ યોજાશે. વાપી ઓવરબ્રિજનું કામ શરૂ થયાને હવે ચોથું વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે, છતાં કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા “નજર ઉતારો ઓર પનોતી ભગાવો” કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ, આગેવાનો અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં જોડાશે તેમ વલસાડ…
Read Moreવાપી સ્કૂલના છાત્રોએ એકતાની સાંકળ રચી વર્ષ 2026ને આપ્યો આવકાર
વાપી સ્કૂલના છાત્રોએ એકતાની સાંકળ રચી વર્ષ 2026ને આપ્યો આવકાર વાપી નજીક છીરીગામ ખાતે આવેલી જ્ઞાન ગંગા ઈંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓએ એકતાની સાંકળ રચી એકતાનો સંદેશ આપતાં નવા વર્ષ 2026ને આવકાર્યું હતું. શાળાના પ્રાંગણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ હાથમાં હાથ મિલાવી એકતા, સંગઠન અને સહકારનું પ્રતીકરૂપ પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી અને ચેરમેન સંદીપ પટેલે જણાવ્યું હતું કે નવું વર્ષ એટલે નવા સંકલ્પ. સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે દરેક નાગરિકે પોતાનું યોગદાન આપવું જરૂરી છે અને એ માટે એકતા સૌથી મહત્વપૂર્ણ છે. સંગઠન દ્વારા જ મજબૂત સમાજ…
Read Moreચણોદથી વલવાડા વચ્ચે 34 કરોડના ખર્ચે બની રહેલા બ્રિજની 50 ટકા કામગીરી પૂર્ણ
ચણોદથી વલવાડા વચ્ચે 34 કરોડના ખર્ચે બની રહેલા બ્રિજની 50 ટકા કામગીરી પૂર્ણ નવી કનેક્ટિવિટીથી સેલવાસ રોડના વાહનોને મળશે સીધો માર્ગ, વલવાડા હાઈવે બાયપાસથી ટ્રાફિકભારણ ઘટશે વાપીના ચણોદથી વલવાડા ગામ તરફ દમણગંગા નદી પર 34 કરોડના ખર્ચે બની રહેલા બ્રિજની કામગીરી 50 ટકાથી વધુ પૂર્ણ થઈ ચૂકી છે. સેલવાસ, દાદરા સહિતના વિસ્તારોના વાહનોને સીધી અને સરળ કનેક્ટિવિટી મળે તે હેતુથી આ મહત્વપૂર્ણ બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ બ્રિજ બન્યા બાદ સેલવાસ રોડ તરફથી આવતા ભારે વાહનો ચણોદથી સીધા વલવાડા ગામ થઈ બાયપાસ હાઈવે પર જઈ શકશે. પરિણામે…
Read Moreવાપી સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલથી અઢી લાખની વસ્તીને મળશે આરોગ્ય સુવિધા
વાપી સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલથી અઢી લાખની વસ્તીને મળશે આરોગ્ય સુવિધા, 45 કરોડના ખર્ચે હાઈવેની બાજુમાં બની રહેલી મિની સિવિલ આ વર્ષે જૂન સુધીમાં કાર્યરત થશે વાપી તથા આસપાસના વિસ્તારોમાં સતત વધી રહેલી વસ્તીને ધ્યાનમાં રાખીને આરોગ્યલક્ષી સુવિધાઓમાં વધારો કરવા માટે બલીઠા હાઈવે પર બની રહેલી મિની સિવિલ હોસ્પિટલનું કામ હવે અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. આશરે અઢી લાખની વસ્તીને સીધી આરોગ્ય સુવિધા આપતી આ 128 બેડની સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ વર્ષ 2026ના જૂન સુધીમાં કાર્યરત થવાની સંભાવના છે. 45 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલી આ નવી સરકારી હોસ્પિટલથી વાપી સહિત…
Read MoreVapi News Today, Chala & Pardi Local Updates — 14 December 2025
સરદારધામની ટીમે 10 વર્ષમાં કરેલા કાર્યો અંગે સમાજને માહિતગાર કરાશે વાપી નજીક ટુકવાડા સ્થિત અવધ ઉટોપિયા ખાતે સરદારધામ દક્ષિણ ગુજરાત ઝોન દ્વારા મહત્વપૂર્ણ વિચારગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિચારગોષ્ઠીનો મુખ્ય હેતુ સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શોને આધારે છેલ્લા 10 વર્ષમાં સરદારધામ દ્વારા કરવામાં આવેલા સામાજિક, શૈક્ષણિક અને વ્યાવસાયિક કાર્યો અંગે સમાજને માહિતગાર કરવાનો હતો. સરદારધામ સંસ્થા સમાજના યુવાઓને ઉત્તમ માર્ગદર્શન, શિક્ષણ, વ્યવસાય અને રોજગાર માટે મજબૂત પ્લેટફોર્મ પૂરૂં પાડતી અગ્રગણ્ય સંસ્થા તરીકે ઓળખાય છે. આ વિચારગોષ્ઠીમાં જણાવાયું હતું કે મિશન–2026ના રોડમેપ અંતર્ગત સરદારધામ દ્વારા કરવામાં આવેલા કાર્યોનું “રિપોર્ટ કાર્ડ”…
Read MoreDharampur–Kaprada News Today, Latest Local Updates — 04 December 2025
લાકડાં તસ્કરી તપાસમાં અધિકારી પર કાર્યવાહી, ધરમપુર આવધા રેન્જના RFO સસ્પેન્ડ ખેર, સાગના લાકડાંના તસ્કરો સાથે સંબંધોની તપાસમાં ધરમપુર આવધાના RFO સસ્પેન્ડ: વલસાડ જિલ્લાના Dharampur તાલુકાની અંતરિયાળ આવધા જંગલ રેન્જમાં ખેર અને સાગના લાકડાંની ગેરકાયદે હેરાફેરીના આરોપોને લઈને ફોરેસ્ટ વિભાગે તપાસ વધુ તીવ્ર બનાવી છે. સ્થાનિક જનપ્રતિનિધિઓ – ધારાસભ્ય, તાલુકા પંચાયતના સભ્યો અને સરપંચ દ્વારા કરવામાં આવેલી ઉગ્ર ફરિયાદોની ઉચ્ચ સ્તરીય તપાસ દરમિયાન RFO કૌલવ પટેલના લાકડાં તસ્કરો સાથે સીધા સંબંધો હોવાનું ઉજાગર થયું છે. તપાસમાં સોશિયલ મીડિયામાં ફરતા ફોટોગ્રાફ અને નાચતા હોવાના વિડિયો જેવા વિઝ્યુઅલ પુરાવા સામે આવ્યા હતા,…
Read MoreUmbergaon News Today, Bhilad, Sanjan & Nargol Updates — 04 December 2025
કરમબેલામાં સરપંચ સામે સત્તાના દુરઉપયોગની મામલતદારને રાવ: ઉમરગામ તાલુકાના Karambele ખાતે રહેણાંક જમીન દબાણ અંગે વર્તમાન સરપંચે આપેલી નોટિસને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. માજી સરપંચ અને તેમના પરિવારને નોટિસ આપવામાં આવતા સમગ્ર ગામ અને તાલુકા સ્તરે તેની ચકાસણી કરવાની માંગ ઉઠી છે. સ્થાનિકોએ કહ્યું કે આવી સંવેદનશીલ બાબતમાં મનસ્વી નોટિસ આપવાથી સામાજિક અસંતુલન અને ભય ફેલાઈ શકે છે, તેથી અધિકૃત તપાસ જરૂરી બની ગઈ છે. સરપંચે દબાણની નોટિસ આપતા માજી સરપંચે મામલતદાર સમક્ષ પુરાવા રજૂ કર્યા: કરમબેલા ગામના માજી સરપંચ જીજ્ઞેશ પટેલનું કોરોનાના કાળ દરમિયાન અવસાન થયું હતું.…
Read More