ઉમરગામમાં યુવકની હત્યા કેસમાં આરોપીને આજીવન કેદની સજા ઘર બહારના ઝઘડાની અદાવતમાં જમવા બેઠેલા યુવક પર પાછળથી લાકડાનો ઘાતક હુમલો ઉમરગામ તાલુકામાં થયેલી યુવકની હત્યાના કેસમાં કોર્ટે આરોપીને આજીવન કેદની કડક સજા સંભળાવી છે. વર્ષ 2022માં થયેલા આ ગંભીર ગુનામાં પડોશીએ ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી જમવા બેઠેલા યુવક પર પાછળથી લાકડાથી હુમલો કરતા તેનું મોત થયું હતું. 5 ફેબ્રુઆરી 2022ના રોજ ઉમરગામ તાલુકાના જંબૂરી છીપાવાડ ફળિયા ખાતે રહેતા અંજુબેન વારલીના ઘરમાં આરોપી વિપુલ નારણ હળપતિ (ઉ.વ. 35, રહે. જંબૂરી)એ ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. ઘર બહાર થયેલા ઝઘડાની અદાવત રાખી…
Read MoreAuthor: TeamLokGujarati
સરીગામના બંધ ફ્લેટમાં ચોરી કરનાર ઝડપાયો, એલસીબીને મોટી સફળતા
સરીગામના બંધ ફ્લેટમાં ચોરી કરનાર ઝડપાયો, એલસીબીને મોટી સફળતા ભીલાડના સરીગામ વિસ્તારમાં લક્ષ્મી પેટ્રોલ પંપ પાસે આવેલા વિવાન હાઈટ્સ બિલ્ડિંગના બંધ ફ્લેટમાં થયેલી ચોરીના કેસમાં પોલીસને મહત્વની સફળતા મળી છે. વિવાન હાઈટ્સ બિલ્ડિંગના ફ્લેટ નં. 303માં રહેતા લક્ષ્મણ પ્રતાપસિંહ સોળકેએ 19 ડિસેમ્બરે ભીલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે કોઈ અજાણ્યા ઇસમે ઘરનો દરવાજાનો સ્ટોપર તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને બેડરૂમના કબાટમાંથી સોનાનું મંગળસૂત્ર, પેન્ડલ તેમજ રોકડ રૂ. 1500 મળી કુલ રૂ. 44,700ની મતા ચોરીને ફરાર થયો હતો. ફરિયાદના આધારે ભીલાડ પોલીસે ગુનાસ્થળ તથા આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ…
Read Moreઉમરગામના નાહુલીમાં કોંગ્રેસના સ્થાપના દિનની ઉજવણી
ઉમરગામના નાહુલીમાં કોંગ્રેસના સ્થાપના દિનની ઉજવણી માજી ધારાસભ્યના હસ્તે તિરંગો ફરકાવાયો, ભાજપ પર આકરા પ્રહાર ઉમરગામ તાલુકાના નાહુલી ગામે 28 ડિસેમ્બરે સવારે 11 કલાકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 141માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉમરગામ તાલુકા કોંગ્રેસના પ્રમુખ પ્રવેશ પટેલની આગેવાનીમાં આયોજિત આ કાર્યક્રમમાં તાલુકાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ પટેલના હસ્તે તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. આ અવસરે છોટુભાઈ પટેલે ભાજપ સરકારની નીતિઓ પર કડક પ્રહાર કરતાં જણાવ્યું હતું કે વલસાડ જિલ્લામાં કોંગ્રેસ સરકાર દરમિયાન ફાળવાયેલી હજારો એકર જમીન આજે કરોડો રૂપિયામાં વેચાઈ રહી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ભાજપના શાસનમાં…
Read Moreમરોલીમાં કોળી પટેલ એકજ પરિવારના 616 સભ્યો એકત્ર, તેજસ્વી વિદ્યાર્થીઓ અને ઉચ્ચ સિદ્ધિ મેળવનારાનું સન્માન
મરોલીમાં કોળી પટેલ એકજ પરિવારના 616 સભ્યો એકત્ર, તેજસ્વી વિદ્યાર્થીઓ અને ઉચ્ચ સિદ્ધિ મેળવનારાનું સન્માન મરોલી ખાતે કોળી પટેલ સમાજના રામા જીવન કારાવાલા પરિવારનો બીજો સ્નેહમિલન સમારોહ ઉત્સાહભેર યોજાયો હતો. ઉમરગામના કોળીવાડ પંચાયત વિસ્તારમાં રાજેન્દ્ર કોળીની વાડીમાં આયોજિત આ સ્નેહમિલનમાં એકજ પરિવારના કુલ 616 સભ્યો એક જ મંડપ હેઠળ ભેગા થઈ સંગઠિત અને એકતાભર્યા પરિવારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ સ્નેહમિલન સમારોહ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ પરિવારના વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચ સિદ્ધિ મેળવનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ધોરણ 10 અને 12માં ઉત્તમ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓ, ગ્રેજ્યુએટ, માસ્ટર ડિગ્રી…
Read Moreવલસાડમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઝડપાયા
વલસાડમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઝડપાયા હાઉસિંગ બોર્ડ નજીક સિટી પોલીસની કાર્યવાહી, રૂ. 14 હજારનો મુદ્દામાલ કબજે વલસાડમાં સિટી પોલીસે હાઉસિંગ બોર્ડ નજીક ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી પાડ્યા હતા. સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે જૂના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં કેટલાક ઇસમો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરતા ચાર ઇસમો તીનપત્તીનો જુગાર રમતા જોવા મળ્યા હતા, જેને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓની અંગઝડતી લેતા રૂ. 14 હજાર રોકડ તથા મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો…
Read Moreવલસાડમાં પ્રજાનો અવાજ
વલસાડમાં પ્રજાનો અવાજ વલસાડમાં રસ્તા પર રખડતા ઢોરને પકડવાની કાર્યવાહી ક્યારે કરાશે?:- વલસાડ શહેરમાં ભૌગોલિક રીતે રસ્તાઓ સાંકડા છે અને વાહનોની સંખ્યા સતત વધી રહી હોવાથી ટ્રાફિકની સમસ્યા રોજબરોજ વિકટ બની રહી છે. આ વચ્ચે રસ્તા પર રખડતા ઢોરની સમસ્યા વધુ ગંભીર બની છે. ઢોરના કારણે વાહનચાલકોને અકસ્માતનો ભોગ બનવું પડે છે તો બીજી તરફ રાહદારીઓ, ખાસ કરીને વડીલો, મહિલાઓ અને બાળકો માટે આ ઢોર જીવલેણ સાબિત થઈ શકે છે. ઢોરના માલિકો સામે કડક કાર્યવાહી કરવી જરૂરી હોવા છતાં નગરપાલિકા માટે માલિકોને ઓળખવું મુશ્કેલ બનતું હોવાનું કહેવામાં આવે છે.…
Read Moreવલસાડ પોલીસનો ‘ખૌફ’: જિલ્લામાં ત્રણ દિવસમાં 400થી વધુ લોકો નશાની હાલતમાં ઝડપાયા
વલસાડ પોલીસનો ‘ખૌફ’: જિલ્લામાં ત્રણ દિવસમાં 400થી વધુ લોકો નશાની હાલતમાં ઝડપાયા થર્ટી ફર્સ્ટે કડક બંદોબસ્ત જોઈ લોકોએ દમણ–સેલવાસ જવાનું ટાળ્યું, બાર-રેસ્ટોરન્ટ ખાલીખમ રહ્યા થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન વલસાડ જિલ્લા પોલીસે કડક કાર્યવાહી કરીને જિલ્લામાં ‘પોલીસનો ખૌફ’ ઉભો કર્યો હતો. છેલ્લા ત્રણ દિવસમાં વલસાડ જિલ્લા પોલીસે 400થી વધુ લોકોને દારૂના નશામાં ઝડપીને કાર્યવાહી હાથ ધરી હતી. કડક બંદોબસ્ત અને સઘન ચેકિંગને કારણે વાપી અને આજુબાજુના વિસ્તારના લોકોએ સંઘપ્રદેશ દમણ અને સેલવાસ તરફ જવાનું મોટા પ્રમાણમાં ટાળ્યું હોવાનું જોવા મળ્યું. 31 ડિસેમ્બરની રાત્રે વાપી કચીગામ અને ડાભેલ ચેકપોસ્ટ પર દમણ…
Read Moreગાડરિયામાં હેઠલા પ્રાથમિક શાળાના બાળકોને ધાબળા વિતરણ
ગાડરિયામાં હેઠલા પ્રાથમિક શાળાના બાળકોને ધાબળા વિતરણ વલસાડ–વાપી નિવાસી કિરણભાઈ રાવલ અને તેમના પરિવાર દ્વારા શિયાળાની ઋતુમાં બાળકોને ઠંડીથી રક્ષણ મળે તે હેતુસર સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત ગાડરિયા ગામની હેઠલા ફળિયા પ્રાથમિક શાળાની મુલાકાત લઈ બાળકોને ધાબળા (બ્લેન્કેટ)નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મિત્તલબેન અને રિયા રાવલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ રમણભાઈ, શિક્ષણવિદ્ રામુભાઈ અને દિવ્યેશકુમાર (દેવા) પરિવાર સાથે હાજર રહી બાળકોને સ્ટીલના કૂકરની ભેટ પણ અર્પણ કરી હતી. આ સેવાકાર્યને ગામમાં સરાહના મળી રહી છે. #ગાડરિયા #સેવાકાર્ય #બ્લેન્કેટવિતરણ #શિક્ષણસમાચાર #Valsad
Read Moreપાટી સ્કૂલના લાભાર્થે 887મી રામકથામાં રામેશ્વર પૂજા ઉત્સવ ઉજવાયો
પાટી સ્કૂલના લાભાર્થે 887મી રામકથામાં રામેશ્વર પૂજા ઉત્સવ ઉજવાયો ગીતા મંદિર પાટી સ્કૂલના લાભાર્થે ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઈ શુક્લાની 887મી રામકથામાં આજે રામેશ્વર પૂજા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દમયંતીબેન ખંડુભાઈ સોલંકીના નિવાસે વિશેષ રામ–હનુમંત યજ્ઞ સંપન્ન થયો હતો. મુખ્ય આયોજક વાલજીભાઈ સોલંકી અને તેમના પરિવાર દ્વારા પોથી તથા તુલસીપીઠનું પૂજન કરવામાં આવ્યું હતું. ઉત્સવ યજમાન ડો. સુષ્માબેન રાઠોડ, ડો. રાજુલભાઈ રાઠોડ અને મધુબેન પ્રજાપતિના પરિવાર દ્વારા ભગવાન રામેશ્વરની પૂજા કરવામાં આવી હતી. પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરી નરેશભાઈ રામાનંદી અને કિશન દવે દ્વારા રુદ્રી પાઠ કરવામાં આવ્યો હતો.…
Read Moreવલસાડ કથક સાધના કેન્દ્ર દ્વારા શાસ્ત્રીય કથક નૃત્યની પરીક્ષા યોજાઈ
વલસાડ કથક સાધના કેન્દ્ર દ્વારા શાસ્ત્રીય કથક નૃત્યની પરીક્ષા યોજાઈ દેશની સંસ્કૃતિ, પરંપરા અને ધરોહરને જાળવવા માટે ભારતીય શાસ્ત્રીય નૃત્ય કથકને નવી પેઢી સુધી પહોંચાડવાના હેતુથી વલસાડ કથક સાધના કેન્દ્ર સતત કાર્યરત છે. કેન્દ્રના સંચાલિકા ઝરણાંબેન દિક્ષીતના માર્ગદર્શન હેઠળ કથક નૃત્યની તાલીમ લઈ રહેલી કુલ 31 વિદ્યાર્થીનીઓની પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં સૂરતથી આવેલ પરીક્ષક પ્રતિભાબેન આચાર્યએ સેવા આપી હતી અને ઝરણાંબેન દિક્ષીતના કાર્યને બિરદાવ્યું હતું. મહાગુજરાત ગંધર્વ સંગીત સમિતિ સાથે સંલગ્ન આ કેન્દ્ર દ્વારા પ્રારંભિકથી લઈને વિશારદ અને અલંકાર સુધીની સરકાર માન્ય ડિગ્રી માટે વિદ્યાર્થીનીઓને તૈયાર કરવામાં આવી…
Read More