પેંઢારદેવી–કરચોંડને જોડતો રસ્તો 10 વર્ષથી બિસ્માર, પેચવર્ક ન થતાં ગ્રામજનોમાં રોષ | Pendaradevi–Karchond Road Neglected for 10 Years

પેંઢારદેવી–કરચોંડને જોડતો રસ્તો 10 વર્ષથી બિસ્માર, પેચવર્ક ન થતાં ગ્રામજનોમાં રોષ | Pendaradevi–Karchond Road Neglected for 10 Years

 

કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કેતકી, ઉમલી અને કરચોંડ ગામોને જોડતો પેંઢારદેવી ડીપી ફળિયાથી કરચોંડ તરફ જતો રસ્તો છેલ્લા લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે. છેલ્લા 10 વર્ષથી આ રસ્તા પર કોઈપણ પ્રકારનું પેચવર્ક કે મરામત ન થતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડ પરથી ડામર સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો છે અને હાલ માત્ર મેટલ જ દેખાઈ રહ્યું છે. પરિણામે અહીંથી અવરજવર કરવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે. વાહન ચલાવતાં ધક્કા લાગતા હોવાથી દૈનિક મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

સ્થાનિક રહેવાસી ગુનાભાઈ મુહુડકરે જણાવ્યું કે વાઘોણ ફળિયાથી કરચોંડ તરફ જતો અંદાજે 4 કિલોમીટર લાંબો રસ્તો ખખડધજ બની ગયો છે. ડામર ગાયબ થતાં ઇમરજન્સી પરિસ્થિતિમાં બીમાર વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડવામાં વિલંબ થાય છે, જેના કારણે જીવને જોખમ પણ ઊભું થાય છે. વધુમાં, આ રસ્તાની હાલત એટલી ખરાબ છે કે 108 એમ્બ્યુલન્સ પણ ઘણી વખત પહોંચી શકતી નથી.

ગ્રામજનોનું કહેવું છે કે વાઘોણ ફળિયાનો રસ્તો આશરે 10 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો, ત્યારબાદ આજદિન સુધી કોઈ રીપેરીંગ કરવામાં આવ્યું નથી. નજીકમાં જ જિલ્લા પંચાયતના સભ્ય રહેતા હોવા છતાં વારંવાર રજૂઆતો કરવા છતાં રસ્તા મુદ્દે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે લોકોમાં આક્રોશ ફેલાયો છે.

ગ્રામજનોની એકમાત્ર માંગ છે કે વહેલી તકે આ માર્ગને નવો બનાવવામાં આવે અથવા તાત્કાલિક પેચવર્ક કરીને આવનજાવન યોગ્ય બનાવવામાં આવે, જેથી અંતરિયાળ ગામોના લોકોને મૂળભૂત સુવિધા મળી રહે અને ઇમરજન્સી સેવાઓ સરળ બની શકે.

#Kaparada #RoadIssue #Pendaradevi #Karchond #RuralRoad #PublicDemand #GujaratNews #ValsadNews #Infrastructure #RoadRepair


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

Related posts

Leave a Comment