September 4, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Kaprada

કપરાડામાં 114 ખેત તલાવડીથી પાણી સંગ્રહ, છેલ્લા 4 વર્ષમાં વરસાદી પાણી બચાવ્યું | 114 Farm Ponds Help Save Rainwater in Kaparada Over 4 Years

કપરાડામાં 114 ખેત તલાવડીથી પાણી સંગ્રહ, છેલ્લા 4 વર્ષમાં વરસાદી પાણી બચાવ્યું | 114 Farm Ponds Help Save Rainwater in Kaparada Over 4 Years

 

કપરાડા તાલુકાના અંતરયાળ અને પહાડી વિસ્તારોમાં ઉનાળાના દિવસોમાં પીવાના પાણી માટે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરે છે. ઘણી વખત 2–2 કિ.મી. સુધી ચાલીને પાણી લેવા જવું પડે તેવી સ્થિતિ સર્જાય છે. આ પાણીની તંગીને ધ્યાનમાં રાખીને કપરાડા કે.એમ. સોનવાલા ટ્રસ્ટ અને શબરી છાત્રાલયના ટ્રસ્ટી નિતિન સોનવાલા દ્વારા આદિવાસી વિસ્તારોમાં ખેત તલાવડી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ નિર્ણય અંતર્ગત “જળ એ જીવન”ના વિચાર સાથે આદિવાસી વિસ્તારોમાં જળ સંગ્રહ અભિયાન શરૂ કરવામાં આવ્યું. આ અંગે માહિતી આપતાં શબરીધામના ટ્રસ્ટી બી.એન. જોશીએ જણાવ્યું હતું કે કે.એમ. સોનવાલા ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચાર વર્ષમાં કપરાડા, ધરમપુર અને વાંસદા તાલુકા ઉપરાંત અમરેલી જિલ્લામાં મળી કુલ 114 ખેત તલાવડીઓ બનાવવામાં આવી છે. જેમાંથી આશરે 95 ટકા કામગીરી આદિવાસી વિસ્તારોમાં કરવામાં આવી છે, જ્યારે અમરેલી જિલ્લામાં માત્ર 5 ટકા કામગીરી કરવામાં આવી છે.

ખેત તલાવડીઓ સામાન્ય રીતે 150 બાય 150 ફૂટ લંબાઈ અને અંદાજે 15 મીટર પહોળાઈ ધરાવતી બનાવવામાં આવી છે. આ તલાવડીઓથી માત્ર વરસાદી પાણીનો સંગ્રહ જ થતો નથી, પરંતુ આસપાસના બોરકૂવો અને ભૂગર્ભ જળ સ્તર પણ રિચાર્જ થવામાં મદદ મળે છે. પરિણામે ઉનાળામાં પીવાના પાણીની ઉપલબ્ધિમાં નોંધપાત્ર સુધારો થયો છે.

આ સમગ્ર કામગીરીમાં દાતાઓનો પણ સક્રિય સહયોગ મળ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે સરકારી યોજનાઓ ઘણીવાર કાગળ પર જ સીમિત રહી જાય છે, ત્યારે ટ્રસ્ટ દ્વારા ગામોમાં ખેત તલાવડી બનાવી વરસાદી પાણી સંગ્રહ થવાથી આદિવાસી વિસ્તારોને વાસ્તવિક રાહત મળી છે. આ પ્રયાસોથી કપરાડા સહિતના અંતરયાળ વિસ્તારોમાં ઉનાળાના સમયમાં પાણી માટેની તંગી ઘણી હદ સુધી ઘટી છે.

#Kaparada #WaterConservation #KhetTalavdi #RainwaterHarvesting #TribalArea #AdivasiVikas #GujaratNews #ValsadNews #JalSanchay


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *