September 4, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Union Territory Daman

દમણમાં ગૌશાળાના લાભાર્થે 13થી 19 ફેબ્રુઆરી ભાગવત કથા, પ્રફુલભાઈ શુક્લ કરશે 889મી કથા | Bhagwat Katha for Gaushala Welfare in Daman from 13 Feb

દમણમાં ગૌશાળાના લાભાર્થે 13થી 19 ફેબ્રુઆરી ભાગવત કથા, પ્રફુલભાઈ શુક્લ કરશે 889મી કથા | Bhagwat Katha for Gaushala Welfare in Daman from 13 Feb

 

દમણમાં ગૌશાળાના કલ્યાણાર્થે વિશેષ ધાર્મિક આયોજન થવાનું છે. ગોરક્ષા મંચ દમણ દ્વારા પીડાગ્રસ્ત ગૌશાળાના લાભાર્થે ભીમપોર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વિશ્વવિખ્યાત કથાકાર પ્રફુલભાઈ શુક્લની ભાગવત કથા તારીખ 13 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી સુધી યોજાશે. આ અવસરે પ્રફુલભાઈ શુક્લ પોતાની 889મી ભાગવત કથા રજૂ કરીને એક વિશેષ રેકોર્ડ સ્થાપિત કરશે.

શુક્રવારે આ કથાનું શ્રીફળ મુહૂર્ત આયોજિત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હર્ષલભાઈ બાબુભાઈ પટેલ, મયુરભાઈ પટેલ, શંકરભાઈ પટેલ, મેહુલભાઈ પટેલ, રાકેશભાઈ પટેલ, સુરેશભાઈ રાજપુરોહિત, રાજુભાઈ આર. તથા આચાર્ય ચેતનભાઈ મહારાજની હાજરીમાં બાપુ પ્રફુલભાઈ શુક્લ દ્વારા શ્રીફળ અર્પણ કરવામાં આવ્યું હતું.

ભાગવત કથાનો સમય દરરોજ બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. આયોજકોના જણાવ્યા મુજબ, આ ભાગવત કથાના માધ્યમથી અગાઉ અનેક ગૌશાળાઓ, શાળાઓ અને મંદિરોના નિર્માણમાં સહાય પ્રાપ્ત થઈ છે. દમણમાં યોજાનાર આ કથાથી પણ ગૌશાળાના વિકાસ અને ગોરક્ષાના કાર્યોને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

#Daman #BhagwatKatha #Gaushala #Goraksha #PrafullbhaiShukla #ReligiousEvent #GauSeva #GujaratNews


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *