September 3, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Union Territory Daman

દમણમાં ગૌરક્ષાર્થે ભાગવત કથા: પ્રફુલભાઈ શુક્લની વાણીમાં રૂક્ષ્મણી વિવાહનો ભવ્ય પ્રસંગ, ભક્તો ભાવવિભોર

દમણમાં ગૌરક્ષાર્થે ભાગવત કથા: પ્રફુલભાઈ શુક્લની વાણીમાં રૂક્ષ્મણી વિવાહનો ભવ્ય પ્રસંગ, ભક્તો ભાવવિભોર

દમણ ગૌ રક્ષા મંચ દ્વારા પીડાગ્રસ્ત ગાયોના લાભાર્થે ડોરી કડૈયા ખાતે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં આજે ભક્તિનો અનેરો સંગમ જોવા મળ્યો હતો. કથાના પાંચમા દિવસે સુપ્રસિદ્ધ કથાકાર પ્રફુલભાઈ શુક્લએ વ્યાસપીઠ પરથી ભગવાન શ્રીકૃષ્ણની બાળલીલા, ગોકુળ વિદાય અને રૂક્ષ્મણી વિવાહના પ્રસંગોનું સવિસ્તાર વર્ણન કર્યું હતું. આ પ્રસંગે કથાકારે ગહન ઉદબોધન કરતા જણાવ્યું કે, “રામ આવ્યા ત્યારે ધર્મ યુગ હતો, કૃષ્ણ આવ્યા ત્યારે યુગ ધર્મ હતો અને હવે જો ભગવાન આવશે તો ધર્મયુદ્ધ થશે.”

કથા દરમિયાન ભાવુક ક્ષણો વર્ણવતા તેમણે કહ્યું કે, ત્રણ લોકનો સ્વામી પણ જો માતા વગરનો હોય તો તે ભિખારી કહેવાય છે, કારણ કે ‘મા’ શબ્દમાં આખું બ્રહ્માંડ સમાઈ જાય છે. રૂક્ષ્મણી વિવાહના પ્રસંગને તેમણે જીવ અને ઈશ્વરનું મિલન ગણાવ્યું હતું. આ દિવ્ય પ્રસંગમાં બોનીભાઈ અને નંદી બેન અનુક્રમે શ્રીકૃષ્ણ અને માતા રૂક્ષ્મણીનું સ્વરૂપ ધારણ કરીને પધાર્યા હતા, જેમના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા.

રૂક્ષ્મણી વિવાહ અને કન્યાદાનનો લ્હાવો

રૂક્ષ્મણી વિવાહ પ્રસંગમાં પરંપરાગત વિધિ-વિધાન સાથે લગ્ન ઉત્સવ ઉજવાયો હતો. નટુભાઈ કાળીદાસભાઈ પટેલ ભગવાન શ્રીકૃષ્ણની જાન લઈને પધાર્યા હતા, જ્યારે ભીમપોરના ઠાકોરભાઈ પટેલ અને તેમના પરિવારે કન્યા પક્ષની જવાબદારી નિભાવી માતા રૂક્ષ્મણીનું કન્યાદાન કર્યું હતું. આ ઉપરાંત, દલુભાઈ પટેલ અને તેમનો પરિવાર ભગવાન શ્રીકૃષ્ણનું મોસાળું લઈને પધાર્યા હતા. કિશન દવે અને હિતેશભાઈ દવે સહિતના ભૂદેવોએ મંત્રોચ્ચાર સાથે લગ્ન વિધિ સંપન્ન કરાવી હતી.

દમણના અગ્રણીઓની ઉપસ્થિતિ

કથામાં વલસાડ ભીડભંજન મહાદેવ મંદિરના મહંત શિવજી મહારાજ, અમરતભાઈ પટેલ (દમણ), છોટુભાઈ દાભેલ, મુકેશભાઈ તિવારી, એમ.ડી. રિયાલટી ગ્રુપના સભ્યો, તનોજભાઈ પટેલ, ઉદયભાઈ પટેલ અને રજનીભાઈ ડાભેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહેમાનોનું સ્વાગત મુખ્ય યજમાન હર્ષલભાઈ પટેલ અને દમણ ગૌરક્ષા મંચની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

કથાના આચાર્ય ચેતનભાઈ જોષીએ જણાવ્યું હતું કે, પ્રફુલભાઈ શુક્લની આ ભાગવત કથાએ દમણમાં ભક્તિનો નવો ઈતિહાસ સર્જયો છે. ખાસ કરીને કૃષ્ણ વિદાયની કરુણ કથા વખતે સમગ્ર વાતાવરણ ગમગીન બન્યું હતું અને ભક્તોની આંખોમાં આસુ છલકાયા હતા. ગૌસેવાના આ ઉમદા કાર્યમાં દમણની જનતા ઉત્સાહભેર ભાગ લઈ રહી છે.

આવી જ અન્ય સ્થાનિક ખબરો માટે લોકગુજરાતી સાથે જોડાયેલા રહો.

#દમણન્યૂઝ #ભાગવતકથા #ગૌરક્ષા #પ્રફુલભાઈશુક્લ #રૂક્ષ્મણીવિવાહ #દમણગૌરક્ષામંચ #ધાર્મિકસમાચાર #લોકગુજરાતી


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *