પારડી હાઈવે પર વલસાડના વેપારીની કારને ટ્રકે ટક્કર મારી ફરાર | Truck Hits Businessman’s Car on Pardi Highway, Driver Absconds

પારડી હાઈવે પર વલસાડના વેપારીની કારને ટ્રકે ટક્કર મારી ફરાર | Truck Hits Businessman’s Car on Pardi Highway, Driver Absconds   પારડી હાઈવે પર વલસાડના એક વેપારીની કારને ટ્રક દ્વારા જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ જવાનો બનાવ સામે આવ્યો છે. આ અકસ્માતમાં કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. વલસાડના રામજી ટેકરા વિસ્તારમાં રહેતા અને દવાના વ્યવસાય સાથે સંકળાયેલા વિશાલ સુનીલકુમાર શાહ સવારે પોતાની કાર લઈને કામ અર્થે કપરાડા જઈ રહ્યા હતા. આ દરમિયાન પારડી ફાઉન્ટેન હોટલ સામેથી પસાર થતા વેળા વલસાડ તરફથી વાપી જઈ રહેલી ટ્રક નં.…

Read More

મોતીવાડા ગામમાં અજગર દેખાતાં દહેશત, વન વિભાગની મદદથી સુરક્ષિત રેસ્ક્યુ | Python Rescued Safely from Motiwada Village

મોતીવાડા ગામમાં અજગર દેખાતાં દહેશત, વન વિભાગની મદદથી સુરક્ષિત રેસ્ક્યુ | Python Rescued Safely from Motiwada Village   પારડી તાલુકાના મોતીવાડા ગામના આહીર ફળીયામાં પંકજભાઈ આહીરના ઘર નજીક અજગર દેખાતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. અચાનક માનવ વસાહતમાં અજગર દેખાતાં સ્થાનિકો ચિંતિત બન્યા હતા. ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ તરત જ વન્યજીવ પ્રેમી ભાવનાબેન પટેલનો સંપર્ક કર્યો હતો. ભાવનાબેન પટેલે વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી (WRIN)ની પારડી વિભાગની ટીમને માહિતી આપતા જીગ્નેશ નાયકા અને સિદ્ધાર્થ નાયકા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. રેસ્ક્યુ ટીમે જરૂરી સાવચેતી સાથે અજગરને સુરક્ષિત રીતે પકડી પાડ્યો…

Read More

સુરત સાર્વજનિક યુનિવર્સિટીની પ્રથમ PhDનું ગૌરવ ઉદવાડાની નિમિષાને | Udvada Girl Becomes First PhD of Sarvajanik University

સુરત સાર્વજનિક યુનિવર્સિટીની પ્રથમ PhDનું ગૌરવ ઉદવાડાની નિમિષાને | Udvada Girl Becomes First PhD of Sarvajanik University   વાપી–પારડીના ઉદવાડામાં રહેતી નિમિષા સુરેશભાઈ અગ્રવાલે ભૌતિકશાસ્ત્ર વિષયમાં સાર્વજનિક યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. સૂરત સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત સાર્વજનિક યુનિવર્સિટીની પ્રથમ પીએચડી વિદ્યાર્થિની બનવાનું ગૌરવ તેમને પ્રાપ્ત થયું છે. નિમિષાએ “INFLUENCE OF SODIUM NITRATE AND POTASSIUM NITRATE ON PRISTINE GLYCINE LITHIUM NITRATE AND ITS ALLIED STUDIES” વિષય પર સંશોધન કાર્ય કર્યું છે. મટીરીઅલ સાયન્સ રિસર્ચ અંતર્ગત તેમણે નોન લિનિયર ઓપ્ટિકલ મટીરીઅલની કાર્યક્ષમતા, પરફોર્મન્સ અને ઉપયોગીતા વધારવા હેતુસર…

Read More

પારડી પંચલાઈના નિવૃત્ત ASIની પુત્રી સુરભીબેનને PhDની સિદ્ધિ | Pardi Panchlai ASI’s Daughter Surbhiben Earns PhD

પારડી પંચલાઈના નિવૃત્ત ASIની પુત્રી સુરભીબેનને PhDની સિદ્ધિ | Pardi Panchlai ASI’s Daughter Surbhiben Earns PhD   વાપી–પારડી પંચલાઈ વિસ્તારમાં રહેતા નિવૃત્ત એએસઆઈની પુત્રી સુરભીબેન અમૃતલાલ પરમારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી કોમર્સ વિષયમાં પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમ પર સંશોધન કરીને પીએચડીની પદવી પ્રાપ્ત કરી છે. આ સિદ્ધિ બદલ પરિવારજનો તેમજ કોલેજ તરફથી તેમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. પારડીના પંચલાઈ ગામે રહેતા નિવૃત્ત એએસઆઈ અમૃતલાલ નારણભાઈ પરમાર અને વિણાબેન એ. પરમારની પુત્રી સુરભીબેન અમૃતલાલ પરમાર હાલમાં શાહ એન. એચ. કોમર્સ કોલેજમાં લેક્ચરર તરીકે ફરજ બજાવી રહ્યા છે. પીએચડીની…

Read More

પારડી વિસ્તારમાં થર્ટી ફર્સ્ટ પર ખાનગી પાર્ટીઓ પર પોલીસની કડક નજર, ડ્રોનથી વોચ

પારડી વિસ્તારમાં થર્ટી ફર્સ્ટ પર ખાનગી પાર્ટીઓ પર પોલીસની કડક નજર, ડ્રોનથી વોચ   થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને પારડી પોલીસે અસામાજિક પ્રવૃત્તિઓ અને ખાનગી પાર્ટીઓ પર લગામ કસવા કડક પગલાં લીધા છે. પારડી પોલીસ મથકના પીઆઈ જીઆર ગઢવીના નેતૃત્વમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં આવેલા ફાર્મહાઉસ અને ખાનગી સ્થળો પર ડ્રોન સર્વેલન્સનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આધુનિક ટેકનોલોજીની મદદથી આકાશમાંથી બાજ નજર રાખી પોલીસ દ્વારા કોઈપણ અનિચ્છનીય ઘટના અટકાવવા માટે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ડ્રોન દ્વારા સંદિગ્ધ હિલચાલ, ભીડભાડ અને નિયમોના…

Read More

પારડીની કોલેજોમાં ‘ગીગ ઈકોનોમી’ પર નેશનલ કોન્ફરન્સ, ભવિષ્યના પડકારો અને તકો પર મંથન

પારડીની કોલેજોમાં ‘ગીગ ઈકોનોમી’ પર નેશનલ કોન્ફરન્સ, ભવિષ્યના પડકારો અને તકો પર મંથન એન.કે. દેસાઈ અને જે.પી. પારડીવાલા કોલેજનું સંયુક્ત આયોજન, 34 રિસર્ચ પેપર રજૂ, શ્રેષ્ઠ પેપર્સ સન્માનિત બદલાતા સમય સાથે રોજગારીની પદ્ધતિઓમાં આવી રહેલા ક્રાંતિકારી ફેરફારોને સમજવા માટે પારડીની એન.કે. દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ તથા જે.પી. પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. “શેપિંગ ધ ફ્યુચર ઓફ વર્ક: ગીગ ઈકોનોમી” વિષય આધારિત આ કોન્ફરન્સમાં શિક્ષણ જગતના દિગ્ગજો અને ઉદ્યોગ સાહસિકોએ ભારતની બદલાતી આર્થિક સ્થિતિ અને રોજગારીના નવા માળખા પર વિસ્તૃત ચર્ચા કરી…

Read More

Vapi News Today, Chala & Pardi Local Updates — 04 December 2025

મનપાએ ખાતરી આપી કે પાત્ર પરિવારને આવાસ મળશે, TP-1માં મકાનો સુરક્ષિત રહેશે   વાપીમાં TP Scheme‑1, Vapi માટે ચાલી રહેલા રિ-સરવેને લઇને સ્થાનિકોએ ભારે વિરોધ કર્યો હતો, જેના પગલે સર્વેની કામગીરી અટકી ગઇ હતી. વિરોધ બાદ બીજા જ દિવસે Vapi Municipal Corporation દ્વારા સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી હતી કે યોજના હેઠળ કોઈ પણ હાલના મકાનને નુકસાન નહીં થાય અને ભૂલ સમજને કારણે થયેલા વિરોધને દૂર કરવા ખુલાસો રજૂ કરવામાં આવ્યો. મનપાએ જણાવ્યું કે આગામી સમયમાં સરકારી શાસન હેઠળ ચકાસણી બાદ જે પરિવારો ખરેખર ઘરવિહોણા છે અને પાત્રતા ધરાવે છે, તેમને…

Read More

Vapi News Today, Chala & Pardi Local Updates — 03 December 2025

નાની ઉંમરે સંસ્કારનું બીજ વાવેતર: વાપી ચલા પ્રમુખ ગ્રીન્સમાં બાળકોને ગીતા અધ્યાય શીખવાયા   વાપી શહેરના ચલા વિસ્તારમાં આવેલા પ્રમુખ ગ્રીન્સ ખાતે ભગવદ ગીતા જયંતિ નિમિત્તે સંસ્કારસભર અને ધાર્મિક માહોલમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે નાના ભૂલકાંઓને ભગવદ ગીતા ના પાઠ સાથે સંસ્કાર અને ધાર્મિક જ્ઞાન આપવામાં આવ્યું. આ સંસ્કાર વર્ગમાં બાળકોને ગીતાના 12મા અને 15મા અધ્યાયનું શિક્ષણ આપવામાં આવ્યું હતું, જ્યારે હાલ 16મો અધ્યાય ચાલુ હોવાનું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું. આ ઉપરાંત બાળકોને શિવસ્તુતિ, ગીતા આરતી પણ શીખવવામાં આવી છે, જે બાળકો એક વર્ષના સમયગાળામાં સફળતાપૂર્વક…

Read More

Vapi News Today, Chala & Pardi Local Updates — 02 December 2025

વાપીમાં ICAI બ્રાન્ચના સ્ટુડન્ટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ઈસાની એન્ડ પટેલ ટીમ વિજેતા   વાપી બ્રાન્ચ ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા રીજનલ કાઉન્સિલ ઓફ ICAI દ્વારા વાપી સ્ટુડન્ટ એસોસિયેશન (WICASA) સાથે સંયુક્ત રીતે વિદ્યાર્થીઓ માટે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટ નામધા ખાતે સ્થિત કે.કે. ભંડારી ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાયું હતું, જેમાં 5 બોયઝ ટીમ અને 2 ગર્લ્સ ટીમે ભાગ લીધો હતો. ટૂર્નામેન્ટમાં ટીમ ઓનર્સ તરીકે સીએ સુમિત દોશી, સીએ જી.બી. લઠ્ઠા, સીએ આસિફ ઈસાની અને સીએ યોગેશ પટેલ, સીએ કિરણ શાહ અને સીએ યજ્ઞદત્ત પ્રજાપતિ, કાકરિયા એસોસિયેટ્સ તેમજ સીએ દીપિકા ગુટગૂટીયા…

Read More