વાપીમાં ICAI બ્રાન્ચના સ્ટુડન્ટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ઈસાની એન્ડ પટેલ ટીમ વિજેતા
વાપી બ્રાન્ચ ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા રીજનલ કાઉન્સિલ ઓફ ICAI દ્વારા વાપી સ્ટુડન્ટ એસોસિયેશન (WICASA) સાથે સંયુક્ત રીતે વિદ્યાર્થીઓ માટે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટ નામધા ખાતે સ્થિત કે.કે. ભંડારી ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાયું હતું, જેમાં 5 બોયઝ ટીમ અને 2 ગર્લ્સ ટીમે ભાગ લીધો હતો.
ટૂર્નામેન્ટમાં ટીમ ઓનર્સ તરીકે સીએ સુમિત દોશી, સીએ જી.બી. લઠ્ઠા, સીએ આસિફ ઈસાની અને સીએ યોગેશ પટેલ, સીએ કિરણ શાહ અને સીએ યજ્ઞદત્ત પ્રજાપતિ, કાકરિયા એસોસિયેટ્સ તેમજ સીએ દીપિકા ગુટગૂટીયા ઉપસ્થિત રહ્યા હતા.
સ્પર્ધાના અંતે ઈસાની એન્ડ પટેલ ચેમ્પિયન્સ ટીમે વિજેતા બની ટ્રોફી, મેડલ અને ઇનામ મેળવ્યા હતા, જ્યારે કાકરિયા એન્ડ એસોસિયેટ્સ ટીમે રનર-અપનો ખિતાબ મેળવ્યો હતો. વ્યક્તિગત પુરસ્કારોમાં બેસ્ટ બેટ્સમેન તરીકે અંક્તિ રાય, બેસ્ટ બોલર તરીકે આશિષ શર્મા અને મેન ઓફ ધ સીરિઝ તરીકે ઋષભ શાહની પસંદગી કરવામાં આવી હતી.
કાર્યક્રમનું સંચાલન WICASA ચેરપર્સન સીએ દીપિકા ગુટગૂટીયા દ્વારા કરવામાં આવ્યું હતું અને સીએ આસિફ ઈસાની દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. વાપી બ્રાન્ચના ચેરમેન સીએ સુમિત દોશીએ વિદ્યાર્થીઓમાં મિત્રતા અને ટીમ સ્પિરિટ વિકસે તે બાબત પર ભાર મૂક્યો હતો. વાપી બ્રાન્ચના સેક્રેટરી સીએ ધવલ ભાનુશાળીએ તમામ વિદ્યાર્થી સીએ મિત્રો, સિનિયર સીએ સભ્યો, અમ્પાયરો અને ટીમ ઓનર્સનો આભાર વ્યક્ત કર્યો હતો.
વાપી ICAI ક્રિકેટ ટૂર્નામેન્ટ, ICAI વાપી બ્રાન્ચ, WICASA ક્રિકેટ, ઈસાની પટેલ ટીમ વિજેતા, Vapi Student Cricket Tournament, ICAI Sports Event, વાપી સમાચાર, ICAI Vapi, Student Cricket, WICASA, Sports News, Chartered Accountants, Cricket Tournament, Local News, Vapi News Today, Chala & Pardi Local Updates — 02 December 2025
—————-
રાજ્યની 19 હજાર શાળાઓમાંથી 140 પ્રિન્સિપાલોને એવોર્ડ, વાપીની શ્રી વિદ્યાનિકેતન સ્કૂલના આચાર્યાને શ્રેષ્ઠ પ્રિન્સિપાલ સન્માન
ગુજરાત રાજ્યની 19,000 શાળાઓમાંથી 140 શાળાના પ્રિન્સિપાલોને શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ સમારંભમાં વાપીની શ્રી વિદ્યાનિકેતન સ્કૂલના પ્રિન્સિપાલ સંગીતા મહેતાને “ગુજરાતનાં શ્રેષ્ઠ પ્રિન્સિપાલ એવોર્ડ 2025”થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
શ્રી વિદ્યાનિકેતન સ્કૂલ છેલ્લા 21 વર્ષથી ગુણવત્તાયુક્ત શિક્ષણ સેવા આપી રહી છે. શાળાના ડાયરેક્ટર અને મેનેજિંગ ટ્રસ્ટી ડો. મિત્તલ ધાખડાના નેતૃત્વ હેઠળ આશરે 100 સ્ટાફ સભ્યો દ્વારા લગભગ 2000 વિદ્યાર્થીઓના સંસ્કાર અને ઘડતરનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.
આ વર્ષે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશન ગુજરાત અને ઓલ ઇન્ડિયા પ્રાઇવેટ સ્કૂલ એસોસિએશન, નવી દિલ્હી દ્વારા રાજકોટ વિદ્યાપીઠ ખાતે AIPSA એજ્યુકેશન એક્સેલન્સ કોન્કલેવ અને “ગુજરાતનાં શ્રેષ્ઠ પ્રિન્સિપાલ એવોર્ડ 2025” સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં રાજ્યભરની 140 શાળાના પ્રિન્સિપાલોને એવોર્ડ આપવામાં આવ્યા હતા, જેમાં શ્રી વિદ્યાનિકેતન સ્કૂલના પ્રિન્સિપાલ સંગીતા મહેતાનો સમાવેશ થયો હતો.
આ પ્રસંગે માજી કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, ગુજરાત રાજ્યના માજી શિક્ષણ મંત્રી ભુપેન્દ્રભાઈ ચુડાસમા, ઓલ ઇન્ડિયા પ્રાઇવેટ સ્કૂલ એસોસિએશન, નવી દિલ્હીના ચેરમેન સીજુ અગસ્તટિયન, સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશન ગુજરાતના હોદ્દેદારો ભરત ગાજીપરા, અજય પટેલ, જતીન ભરાડ, સેક્રેટરી મનહર ગાર્ડી, વિદ્યાપીઠ રાજકોટના ચેરમેન ડી.વી. મહેતા, વલસાડ જિલ્લા સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલના મહામંત્રી ડો. મિત્તલબેન ધાખડા, પૂ. કપિલ સ્વામીજી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ સન્માનને લઈ શ્રી વિદ્યાનિકેતન સ્કૂલ પરિવાર દ્વારા પ્રિન્સિપાલ સંગીતા મહેતાને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
વાપી શ્રી વિદ્યાનિકેતન સ્કૂલ, શ્રેષ્ઠ પ્રિન્સિપાલ એવોર્ડ 2025, સંગીતા મહેતા પ્રિન્સિપાલ, ગુજરાત શાળા એવોર્ડ, Self Finance School Gujarat, Best Principal Award, વાપી સમાચાર, શ્રી વિદ્યાનિકેતન સ્કૂલ, Principal Award, Education News, Gujarat Schools, Self Finance School, Rajkot Vidyapith, Local News
—————–
પારડીની આર.જે. દમણ વાલા શાળામાં ભાગવત ગીતા પૂજન અને ગીતા જયંતીની ઉજવણી
વાપી–પારડીની આર.જે. દમણ વાલા સ્વનિર્ભર શાળામાં સોમવારના રોજ માગશર સુદ અગિયારસના પાવન પર્વ નિમિત્તે ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધોરણ 1થી 10ના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા ગીતા જયંતીના પવિત્ર દિવસની ભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી.
કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય તેમજ વિદ્યાર્થીઓ દ્વારા શ્રીમદ ભાગવત ગીતાનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભાગવત ગીતાના અધ્યાય 1થી 18ના નામો ઉચ્ચારવામાં આવ્યા હતા.
આ પછી વિદ્યાર્થીઓ દ્વારા અધ્યાય 12 અને 13નું મૌખિક તેમજ સમૂહ પારાયણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને શિસ્તપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.
પારડી સમાચાર, R.J. Damanwala School, ગીતા જયંતી, Bhagavad Gita Poojan, School Activity, Vapi Pardi, Education News, Cultural Program
—————-
વિશ્વ એડ્સ દિને પારડીમાં આયુશ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ નર્સિંગ કોલેજ દ્વારા જનજાગૃતિ રેલી
1 ડિસેમ્બર વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે આયુશ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ નર્સિંગ કોલેજ દ્વારા ગુજરાત સરકાર અને ગુજરાત કાઉન્સિલ માન્ય સંસ્થાના સંયુક્ત ઉપક્રમે પારડી શહેરમાં એડ્સ અંગે જનજાગૃતિ ફેલાવવા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલીમાં GNM અને ANM નર્સિંગ અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થિનીઓ હાથમાં પ્લેકાર્ડ્સ અને બેનરો લઈને પારડી ચાર રસ્તાથી ચીવલ રોડ, ડીસીઓ શાળા, બાલાખાડી અને પોલીસ સ્ટેશન સુધીના મુખ્ય માર્ગો પર રેલી કાઢી હતી.
રેલીનો મુખ્ય હેતુ એચઆઈવી-એડ્સ અંગે સમાજમાં સચોટ માહિતી પહોંચાડવી, ગેરસમજ અને ભેદભાવ દૂર કરવો, સુરક્ષિત જીવનશૈલી અંગે જાગૃતિ લાવવી તેમજ સમયસર ચકાસણી અને સારવારની મહત્વતા સમજાવવાનો હતો. રેલી દરમિયાન વિદ્યાર્થિનીઓએ “એડ્સથી ડરશો નહીં, જાણકારીથી બચાવ શક્ય છે”, “ચકાસણી કરો, સુરક્ષિત રહો” અને “એચઆઈવી પોઝિટિવ વ્યક્તિઓ પ્રત્યે ભેદભાવ નહીં, સમાનતા હક્ક છે” જેવા નારા લગાવ્યા હતા.
કોલેજના પ્રિન્સિપાલ અને ફેકલ્ટી સભ્યોના માર્ગદર્શન હેઠળ રેલી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. વિશ્વ એડ્સ દિવસની થીમને અનુરૂપ કોલેજ દ્વારા સમાજને એચઆઈવી અંગે જાગૃતિ ફેલાવવા અને અસરગ્રસ્ત વ્યક્તિઓ પ્રત્યે સંવેદના તથા સમાનતા દાખવવા અપીલ કરવામાં આવી હતી.
વિશ્વ એડ્સ દિન, પારડી સમાચાર, AIDS Awareness Rally, Ayush Nursing College, HIV AIDS, Health Awareness, Nursing Students, Gujarat News
—————-
વાપી–શામળાજી–પારડી–કપરાડા માર્ગોની ખરાબ હાલત મુદ્દે વલસાડ કોંગ્રેસની કલેક્ટરને રજૂઆત
વાપીથી શામળાજી તેમજ વાપી–પારડીથી કપરાડા તરફ જતા નેશનલ હાઈવે અને તેના પર આવેલા પુલોની જર્જરિત સ્થિતિ અંગે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. કોંગ્રેસ સમિતિએ રસ્તા અને પુલોની તાત્કાલિક મરામત કરવાની માંગ કરી છે.
જિલ્લા કોંગ્રેસ સમિતિ, વિવિધ સરપંચો અને સ્થાનિક પ્રતિનિધિઓના પ્રતિનિધિ મંડળે કલેક્ટરને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે નેશનલ હાઈવેના અનેક ભાગો અત્યંત ખરાબ હાલતમાં છે. વાપી–શામળાજી માર્ગ પર આવેલા કેટલાક પુલો એટલા જર્જરિત બન્યા છે કે તેમને બંધ કરવાની ફરજ પડી છે. પરિણામે રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આવેદનપત્રમાં જણાવાયું હતું કે ખરાબ રસ્તા અને બંધ પુલોના કારણે વાહનોને નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે વાહનચાલકો પર આર્થિક બોજ વધી રહ્યો છે. સાથે સાથે માર્ગ સલામતી પણ જોખમમાં મુકાઈ છે અને વાહનવ્યવહાર ખોરવાઈ રહ્યો છે.
કોંગ્રેસ સમિતિએ આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈ નેશનલ હાઈવે અને પુલોના તાત્કાલિક સમારકામ તેમજ જ્યાં જરૂરી હોય ત્યાં નવું નિર્માણ કાર્ય હાથ ધરવા માટે તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે. રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે વાપી–શામળાજી માર્ગ માટે 400 કરોડ રૂપિયાથી વધુની ફાળવણી કરવામાં આવી છે, જેમાં પાંચ નવા બ્રિજ અને નવા માર્ગનું નિર્માણ પૂર્ણ કરવાનું આયોજન છે.
સ્થાનિક લોકોને હાલ પડતી મુશ્કેલી દૂર કરવા યોગ્ય માર્ગો પર ડાયવર્ઝન આપવા તેમજ ગામડાઓના બિસમાર બનેલા મુખ્ય માર્ગોની યોગ્ય રીતે મરામત કરવા માટે પણ સ્થાનિક આગેવાનો અને કોંગ્રેસના નેતાઓએ માંગ ઉઠાવી છે.
વલસાડ સમાચાર, વાપી શામળાજી રોડ, પારડી કપરાડા માર્ગ, National Highway Issue, Congress Representation, Road Repair Demand, Valsad District, Local News
————–
📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.
LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.
જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.
