પારડી–નાનાપોંઢા રોડ પહોળો કરતી વખતે ખેડૂતોને નુકસાન ન થાય તેવી માગ | Farmers Demand Safeguards in Pardi–Nanapondha Road Widening Project

પારડી–નાનાપોંઢા રોડ પહોળો કરતી વખતે ખેડૂતોને નુકસાન ન થાય તેવી માગ | Farmers Demand Safeguards in Pardi–Nanapondha Road Widening Project   વલસાડ જિલ્લાના પારડીથી નાનાપોંઢા જતા માર્ગને પહોળો કરવાની પ્રક્રિયા સામે ખેડૂતો અને સ્થાનિક રહીશો તરફથી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં પારડીથી નાનાપોંઢા તરફ જતો નેશનલ હાઈવે નં. 848 પસાર થયેલો છે અને તેને પહોળો કરવાની કામગીરી પ્રગતિ પર છે. આ સાથે જ જમીન સંપાદનની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને થનારા સંભવિત નુકસાનને ધ્યાનમાં રાખી યોગ્ય વૈકલ્પિક આયોજન કરવામાં આવે તેવી…

Read More

નાનાપોંઢા પાસે કોલક નદીનો બ્રિજ હળવા વાહનો માટે ખુલ્લો મુકાયો: 25 ગામના લોકોને મોટી રાહત | Kolak River Bridge Near Nanapondha Opened for Light Vehicles, Relief for 25 Villages

નાનાપોંઢા પાસે કોલક નદીનો બ્રિજ હળવા વાહનો માટે ખુલ્લો મુકાયો: 25 ગામના લોકોને મોટી રાહત | Kolak River Bridge Near Nanapondha Opened for Light Vehicles, Relief for 25 Villages   વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકા નજીક આવેલા કોલક નદી પરનાบรિજને હળવા વાહનોની અવર-જવર માટે ફરી ખુલ્લો મુકવામાં આવતા સમગ્ર પંથકના લોકોને મોટી રાહત મળી છે. લાંબા સમયથી આ બ્રિજ પર પ્રતિબંધ હોવાને કારણે નાનાપોંઢા તાલુકા મથક સહિત આસપાસના 20 થી 25 ગામના ગ્રામજનો રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. હવે જિલ્લા મેજિસ્ટ્રેટ ભવ્ય વર્માએ સત્તાવાર જાહેરનામું બહાર પાડી હળવા…

Read More

મોટાપોંઢાની જી.એમ.ડી. હાઈસ્કૂલમાં વિદ્યાર્થીનીઓ માટે સ્વાસ્થ્ય જાગૃતિ સેમિનાર યોજાયો: ડૉ. યોગિની રોલેકરે આપ્યું માર્ગદર્શન | Health Awareness Seminar for Students at GMD High School Motapondha

મોટાપોંઢાની જી.એમ.ડી. હાઈસ્કૂલમાં વિદ્યાર્થીનીઓ માટે સ્વાસ્થ્ય જાગૃતિ સેમિનાર યોજાયો: ડૉ. યોગિની રોલેકરે આપ્યું માર્ગદર્શન | Health Awareness Seminar for Students at GMD High School Motapondha   શ્રી જનતા કેળવણી મંડળ, મોટાપોંઢા સંચાલિત શાહ જી.એમ.ડી. સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીનીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં વલસાડના જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડૉ. યોગિની રોલેકરે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહીને ધોરણ 9 થી 12ની 300થી વધુ વિદ્યાર્થીનીઓને અત્યંત ઉપયોગી અને જીવનલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ અને વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગના…

Read More

ઘરઆંગણે બનેલું બીજામૃત ખેતીમાં રાસાયણિક પટને કરશે બાય-બાય: પ્રાકૃતિક ખેતીનો નવો મંત્ર | Bijamrit: A Natural Alternative to Chemical Seed Treatment in Natural Farming

ઘરઆંગણે બનેલું બીજામૃત ખેતીમાં રાસાયણિક પટને કરશે બાય-બાય: પ્રાકૃતિક ખેતીનો નવો મંત્ર | Bijamrit: A Natural Alternative to Chemical Seed Treatment in Natural Farming   કુદરતી સંસાધનોના ઉપયોગથી થતી પ્રાકૃતિક ખેતી હવે આજના યુગમાં ખેડૂતો માટે અત્યંત નફાકારક અને આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ખેતીમાં વધતા જતા રાસાયણિક ખાતરો અને મોંઘા જંતુનાશકોના વિકલ્પ તરીકે ‘બીજામૃત’ એક શ્રેષ્ઠ બાયો-કલ્ચર તરીકે ઉભરી આવ્યું છે. વાવણી પહેલા બીજની માવજત માટે વપરાતું આ બીજામૃત બીજનો ઉગાવો સુધારવાની સાથે છોડની રોગપ્રતિકારક શક્તિમાં પણ જબરદસ્ત વધારો કરે છે. રાસાયણિક પટ આપવાને બદલે બીજામૃતનો ઉપયોગ કરવાથી જમીનજન્ય…

Read More

અબ્રામા ધરમપુર રોડ પર ટ્રિપલ અકસ્માત, ચમત્કારી બચાવ | Triple Collision on Abrama–Dharampur Road, No Casualties

અબ્રામા ધરમપુર રોડ પર ટ્રિપલ અકસ્માત, ચમત્કારી બચાવ | Triple Collision on Abrama–Dharampur Road, No Casualties   વલસાડ શહેર નજીક અબ્રામા ધરમપુર રોડ પર આજે એક ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, પરંતુ અકસ્માતની તીવ્રતા છતાં તેમાં સંડોવાયેલા તમામ લોકોનો ચમત્કારી રીતે બચાવ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. અબ્રામા વિસ્તારમાં આવેલા પરાગબાગ સોસાયટીની બહાર આ અકસ્માત બનતા થોડા સમય માટે રોડ પર અફરાતફરી અને ટ્રાફિક અવરોધની સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાની ન થતાં લોકોમાં રાહતનો શ્વાસ લેવાયો હતો. મળતી માહિતી મુજબ, અબ્રામા ધરમપુર રોડ પર એક કાર…

Read More

ધરમપુર અને વાપીમાં જનસમસ્યાનો પહાડ: બ્રિજ બંધ થતા હાલાકી અને ટ્રાફિકના ત્રાસથી જનતા પરેશાન | Dharampur Bridge Closure and Vapi Traffic Chaos Spark Public Outcry

ધરમપુર અને વાપીમાં જનસમસ્યાનો પહાડ: બ્રિજ બંધ થતા હાલાકી અને ટ્રાફિકના ત્રાસથી જનતા પરેશાન | Dharampur Bridge Closure and Vapi Traffic Chaos Spark Public Outcry   દક્ષિણ ગુજરાતના ધરમપુર અને વાપી વિસ્તારમાં હાલમાં અનેક જન સમસ્યાઓ માથાના દુખાવા સમાન બની રહી છે. ધરમપુર તાલુકામાંથી પસાર થતા વાંસદા માર્ગ પર આસુરા અને કરંજવેરી વચ્ચે માન નદી પર આવેલો બ્રિજ લાંબા સમયથી ભારે વાહનો માટે બંધ હોવાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે આ બ્રિજની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ તેની મજબૂતાઈનું પરીક્ષણ…

Read More

વલસાડ મામલતદાર કચેરીમાં મતદાર સુધારણા મુદ્દે ભારે ધસારો | Valsad Mamlatdar Office Sees Rush Over Voter List Review

વલસાડ મામલતદાર કચેરીમાં મતદાર સુધારણા મુદ્દે ભારે ધસારો | Valsad Mamlatdar Office Sees Rush Over Voter List Review   વલસાડ જિલ્લામાં ચાલી રહેલી મતદાર યાદીની પુનઃસમીક્ષા પ્રક્રિયા દરમિયાન ગ્રામ્ય વિસ્તારોના મતદારોનો મામલતદાર કચેરીઓમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વલસાડ ગ્રામ્ય મામલતદાર કચેરીમાં મતદારોની અચાનક વધી ગયેલી ભીડના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ભીડ એટલી વધી ગઈ છે કે અધિકારીઓ અને કર્મચારીઓ પણ પરિસ્થિતિ સંભાળવામાં અસહાય બન્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. વલસાડ જિલ્લાના પારડી, ધરમપુર, કપરાડા, વલસાડ, વાપી અને ઉમરગામ તાલુકાઓમાં મતદાર યાદી સુધારણા માટે બે તબક્કાની…

Read More

પેંઢારદેવી–કરચોંડને જોડતો રસ્તો 10 વર્ષથી બિસ્માર, પેચવર્ક ન થતાં ગ્રામજનોમાં રોષ | Pendaradevi–Karchond Road Neglected for 10 Years

પેંઢારદેવી–કરચોંડને જોડતો રસ્તો 10 વર્ષથી બિસ્માર, પેચવર્ક ન થતાં ગ્રામજનોમાં રોષ | Pendaradevi–Karchond Road Neglected for 10 Years   કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કેતકી, ઉમલી અને કરચોંડ ગામોને જોડતો પેંઢારદેવી ડીપી ફળિયાથી કરચોંડ તરફ જતો રસ્તો છેલ્લા લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે. છેલ્લા 10 વર્ષથી આ રસ્તા પર કોઈપણ પ્રકારનું પેચવર્ક કે મરામત ન થતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડ પરથી ડામર સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો છે અને હાલ માત્ર મેટલ જ દેખાઈ રહ્યું છે. પરિણામે અહીંથી અવરજવર કરવી અત્યંત મુશ્કેલ બની ગઈ…

Read More

કપરાડામાં 114 ખેત તલાવડીથી પાણી સંગ્રહ, છેલ્લા 4 વર્ષમાં વરસાદી પાણી બચાવ્યું | 114 Farm Ponds Help Save Rainwater in Kaparada Over 4 Years

કપરાડામાં 114 ખેત તલાવડીથી પાણી સંગ્રહ, છેલ્લા 4 વર્ષમાં વરસાદી પાણી બચાવ્યું | 114 Farm Ponds Help Save Rainwater in Kaparada Over 4 Years   કપરાડા તાલુકાના અંતરયાળ અને પહાડી વિસ્તારોમાં ઉનાળાના દિવસોમાં પીવાના પાણી માટે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરે છે. ઘણી વખત 2–2 કિ.મી. સુધી ચાલીને પાણી લેવા જવું પડે તેવી સ્થિતિ સર્જાય છે. આ પાણીની તંગીને ધ્યાનમાં રાખીને કપરાડા કે.એમ. સોનવાલા ટ્રસ્ટ અને શબરી છાત્રાલયના ટ્રસ્ટી નિતિન સોનવાલા દ્વારા આદિવાસી વિસ્તારોમાં ખેત તલાવડી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય અંતર્ગત “જળ એ જીવન”ના વિચાર સાથે આદિવાસી…

Read More

ધરમપુરની 3000 આદિવાસી મહિલાઓ બનશે ઉદ્યોગસાહસિક, વન પેદાશો પહોંચશે ઓનલાઇન બજાર સુધી | 3000 Tribal Women of Dharampur to Become Entrepreneurs

ધરમપુરની 3000 આદિવાસી મહિલાઓ બનશે ઉદ્યોગસાહસિક, વન પેદાશો પહોંચશે ઓનલાઇન બજાર સુધી | 3000 Tribal Women of Dharampur to Become Entrepreneurs   નાનું શહેર અને મોટો આઈડિયા—વર્ષ 2026 ધરમપુર તાલુકાની આદિવાસી મહિલાઓ માટે આર્થિક આઝાદીનું વર્ષ બની રહે તેવી દિશામાં એક ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. વલસાડ ઉત્તર વન વિભાગ દ્વારા ભારત સરકારની વનધન વિકાસ યોજના હેઠળ ધરમપુર તાલુકાના 108 ગામોની અંદાજે 3000 આદિવાસી મહિલાઓને સંગઠિત કરી તેમને નાના ઉદ્યોગસાહસિક બનાવવાનો માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો છે. વન વિભાગ અને TRIFED (ટ્રાઇફેડ)ના સહયોગથી ધરમપુર, હનમતમાળ અને પંગારબારી રેન્જ વિસ્તારમાં કુલ 10…

Read More