ધરમપુરની 3000 આદિવાસી મહિલાઓ બનશે ઉદ્યોગસાહસિક, વન પેદાશો પહોંચશે ઓનલાઇન બજાર સુધી | 3000 Tribal Women of Dharampur to Become Entrepreneurs

ધરમપુરની 3000 આદિવાસી મહિલાઓ બનશે ઉદ્યોગસાહસિક, વન પેદાશો પહોંચશે ઓનલાઇન બજાર સુધી | 3000 Tribal Women of Dharampur to Become Entrepreneurs

 

નાનું શહેર અને મોટો આઈડિયા—વર્ષ 2026 ધરમપુર તાલુકાની આદિવાસી મહિલાઓ માટે આર્થિક આઝાદીનું વર્ષ બની રહે તેવી દિશામાં એક ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. વલસાડ ઉત્તર વન વિભાગ દ્વારા ભારત સરકારની વનધન વિકાસ યોજના હેઠળ ધરમપુર તાલુકાના 108 ગામોની અંદાજે 3000 આદિવાસી મહિલાઓને સંગઠિત કરી તેમને નાના ઉદ્યોગસાહસિક બનાવવાનો માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો છે.

વન વિભાગ અને TRIFED (ટ્રાઇફેડ)ના સહયોગથી ધરમપુર, હનમતમાળ અને પંગારબારી રેન્જ વિસ્તારમાં કુલ 10 સ્વસહાય જૂથો રચાયા છે. દરેક જૂથમાં 300 મહિલાઓનો સમાવેશ થાય છે. આ તમામ 10 જૂથોને ટ્રાઇફેડ સંચાલિત યોજના અંતર્ગત કુલ એક કરોડ રૂપિયાની સ્ટાર્ટઅપ સહાય આપવામાં આવી રહી છે, જેમાં પ્રતિ જૂથ દીઠ 10 લાખ રૂપિયાની સહાયનો સમાવેશ થાય છે.

આ યોજનાનું માર્ગદર્શન વલસાડ ઉત્તર વન વિભાગના અધિકારી લોકેશ ભારદ્વાજ દ્વારા આપવામાં આવી રહ્યું છે. ધરમપુર, હનમતમાળ અને પંગારબારીના આરએફઓ હિરેન પટેલ સહિત નાયબ વન સંરક્ષક પ્રતિભાબેન પટેલ અને હિનાબેન પટેલની દેખરેખ હેઠળ સમગ્ર યોજના અમલમાં મૂકાઈ રહી છે. આ મહિલાઓ હવે ગૌણ વન પેદાશોના એકત્રીકરણ, પ્રોસેસિંગ અને વેચાણ સાથે સીધે જોડાશે.

યોજનાનો મુખ્ય ઉદ્દેશ જંગલમાંથી મળતી ગૌણ વન પેદાશો જેમ કે બુધ અથાણાં, મુહુડી, ઔષધિય બનાવટો, સફેદ મુસળી, વાંસ અને નાગલીની વિવિધ બનાવટો, મહુડો, મગફળીનું તેલ તથા વનસ્પતિ આધારિત જ્યુસને આધુનિક પેકેજિંગ સાથે બજારમાં પહોંચાડવાનો છે. સૌથી મહત્વની બાબત એ છે કે આ તમામ ઉત્પાદનોનું વેચાણ સ્થાનિક બજાર પૂરતું સીમિત નહીં રહે, પરંતુ તેને Amazon અને Flipkart જેવી ઇ-કોમર્સની માફક ટ્રાઇફેડના ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર લિસ્ટ કરવામાં આવશે.

આ યોજનાથી થતી સમગ્ર વેચાણ રકમ સીધી મહિલાઓના બેંક ખાતામાં જમા થશે, જેથી મધ્યસ્થોની ભૂમિકા નાબૂદ થશે અને મહિલાઓ સાચા અર્થમાં આત્મનિર્ભર બનશે. વન વિભાગ ગૌણ વન પેદાશોના એકત્રીકરણથી લઈને પ્રોસેસિંગ અને ઓનલાઈન વેચાણ સુધી સેતુ બની કાર્ય કરશે. વર્ષ 2026માં આ યોજના સંપૂર્ણ રીતે કાર્યરત બનશે.

મશીનરી અને લાયસન્સની સંપૂર્ણ જવાબદારી
વન વિભાગ દરેક સ્વસહાય જૂથને અંદાજે 10 લાખ રૂપિયાના સાધનો પૂરા પાડશે. તેમાં ગ્રાઈન્ડર, ડ્રાયર મશીન, સ્ટોરેજ યુનિટ, પેકેજિંગ મશીન, બ્રાન્ડિંગ માટે સ્ટીકર અને પેકેજિંગ મટીરીયલનો સમાવેશ થાય છે. સાથે જ ફૂડ સેફ્ટી લાયસન્સ, ગુણવત્તા પ્રમાણપત્રો અને અન્ય કાયદાકીય પ્રક્રિયામાં પણ વન વિભાગ સંપૂર્ણ સહયોગ આપશે.

જંગલથી ઓનલાઈન વેપાર સુધીની સફર
જંગલની ઔષધિય ગુણોથી ભરપૂર વન પેદાશો હવે શહેરો અને વૈશ્વિક બજાર સુધી પહોંચશે. આ પહેલથી ધરમપુરની વન સંપત્તિને નવી ઓળખ મળશે અને 3000 આદિવાસી મહિલાઓને વન સંપત્તિના સદુપયોગ દ્વારા સ્થાયી રોજગારી અને આર્થિક સુરક્ષા મળશે.

#Dharampur #TribalWomen #Entrepreneurship #VanDhanYojana #TRIFED #ForestProduce #WomenEmpowerment #GujaratNews #ValsadNews #AdivasiVikas


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

Related posts

Leave a Comment