ધરમપુરના હનમતમાળમાં માન નદી પર મેજર બ્રિજ તૈયાર, ડુબાઉ પુલથી છૂટકારો ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તાર હનમતમાળમાં કાંજણપાડા તરફ જતા માર્ગ પર માન નદી ઉપર નિર્માણ પામેલા મેજર બ્રિજની કામગીરી પૂર્ણ થઈ છે. રૂપિયા ચાર કરોડના ખર્ચે તૈયાર થયેલા આ મહત્વના બ્રિજથી આસપાસના સાતથી વધુ ગામોના લોકોને લાભ મળશે. અત્યાર સુધી ચોમાસા દરમિયાન ડુબાઉ પુલના કારણે આ વિસ્તારના અનેક ગામોનો સંપર્ક તૂટી જતો હતો. હવે નવા મેજર બ્રિજના નિર્માણથી ચોમાસામાં પણ અવરજવર સુગમ બનશે અને ગામો વિખૂટા પડવાની સમસ્યાનો અંત આવશે. આ બ્રિજના કારણે હનમતમાળ, આંબોશી ભવઠાણ, શિશુમાળ, વિલ્સન હિલ,…
Read MoreAuthor: TeamLokGujarati
Umbergaon News Today, Bhilad, Sanjan & Nargol Updates — 02 December 2025
ઉમરગામમાં કામદારોનું શોષણ થશે તો જીઆઈડીસી બંધ કરાવી દઈશું: ચૈતર વસાવા ઉમરગામ તાલુકાની કેટલીક કંપનીઓ દ્વારા સરકારના મિનિમમ વેજીસના પરિપત્રનું પાલન ન થતું હોવા તેમજ બહેન-દીકરીઓ અને શ્રમિકોના શોષણની ફરિયાદોને લઈને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરીગામ બિરસા મુંડા પ્રતિમાથી સરીગામ જીઆઈડીસી સુધી પદયાત્રા યોજી હતી. સરીગામ બાયપાસથી નીકળેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પદયાત્રા દરમિયાન ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો હતો કે ઉમરગામ તાલુકાની કેટલીક કંપનીઓમાં સ્થાનિક કામદારોને ડોડીયા મજૂર તરીકે રાખી પગાર સ્લીપ, પીએફ, બોનસ, વીમો, ઓવરટાઈમ, ઈન્ક્રિમેન્ટ, ઈએસઆઈ જેવી સુવિધાઓ આપવામાં આવતી નથી. તેમણે જણાવ્યું હતું કે…
Read MoreNavsari City News Today, Latest Local Updates — 02 December 2025
નવસારીના વિપુલ મકવાણાની જિલ્લા એસસી સેલના પ્રમુખ તરીકે નિમણૂંક અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી અનુસૂચિત જાતિ વિભાગના રાષ્ટ્રીય અધ્યક્ષ એડવોકેટ રાજેન્દ્ર પાલ ગૌતમ દ્વારા ગુજરાત કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગની સંગઠન સમિતિની ઘોષણા કરવામાં આવી છે. આ સંગઠનાત્મક જાહેરાત અંતર્ગત નવસારી જિલ્લાના એસસી સેલના પ્રમુખ તરીકે વિપુલ મકવાણાની નિમણૂંક કરવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટીના અનુસૂચિત જાતિ વિભાગની સંગઠનાત્મક રચનાને વધુ મજબૂત બનાવવા માટે આ નિમણૂંક કરવામાં આવી હોવાનું જણાવાયું છે. વિપુલ મકવાણાની નિમણૂંકને પગલે નવસારી જિલ્લામાં કોંગ્રેસના એસસી સેલની પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. નવસારી…
Read MoreDaman–Silvassa News Today, Naroli & Dadra Local Updates — 02 December 2025
તાવથી સેલવાસની ખાનગી હોસ્પિટલમાં બાળકીનું મોત, તબીબની બેદરકારીનો આક્ષેપ સેલવાસના આમલી વિસ્તારમાં રહેતા પરિવારની બે વર્ષીય બાળકીનું તાવની સારવાર દરમિયાન મોત થતાં તબીબની બેદરકારીના આક્ષેપો સામે આવ્યા છે. બાળકીની તબિયત બગડતા બે દિવસ અગાઉ તેને ખાનગી ચૈતન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. દરમિયાન તબિયત વધુ લથડતાં તબીબે વધુ સારવાર માટે નમો હોસ્પિટલમાં રિફર કરવાની સૂચના આપી હતી. 108 એમ્બ્યુલન્સ મારફતે બાળકી નમો હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે બાળકી પહેલેથી જ મૃત અવસ્થામાં હોવાનું જાહેર કર્યું હતું. આ ઘટનાથી પરિવારજનોને ભારે આઘાત લાગ્યો હતો. પરિવારજનોએ ચૈતન્ય…
Read MoreValsad News Today, Latest Local Updates — 02 December 2025
ફોર્મ ડિજિટલાઇઝેશનમાં વલસાડ જિલ્લો 80.89 ટકા સાથે રાજ્યમાં 27મા ક્રમે ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ ફોર્મ ડિજિટલાઇઝેશનમાં વલસાડ જિલ્લો 80.89 ટકા સાથે રાજ્યમાં 27મા ક્રમે નોંધાયો છે. વર્ષ 2002ની મતદારયાદી મુજબ અત્યાર સુધીમાં જિલ્લામાં 42.64 ટકા મેપિંગ પૂર્ણ થયું છે. તેમ છતાં મતદારયાદી સુધારણા કામગીરીમાં વલસાડ જિલ્લો હજુ પાછળ હોવાનું ચિત્ર સામે આવ્યું છે. બીએલઓ અને સંબંધિત અધિકારીઓ લક્ષ્યાંક પૂર્ણ કરવા સતત કામગીરી કરી રહ્યા છે. વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભામાં કુલ 41,179 મૃતક મતદારો નોંધાયા છે. મૃત્યુ, સ્થળાંતર સહિતના વિવિધ કારણોસર જિલ્લામાંથી કુલ 1,32,414 મતદારોના નામ મતદારયાદીમાંથી કમી…
Read MoreBilimora News Today, Chikhli, Khergam & Vansda Updates — 01 December 2025
ખેરગામ કુમાર અને વાડ પ્રાથમિક શાળાનો PM SHREE Gujarat યોજનામાં સમાવેશ ખેરગામ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓ માટે આ સમાચાર ગર્વની બાબત બન્યા છે. રાજ્ય સરકાર દ્વારા ખેરગામની કુમાર શાળા અને વાડ ગામની મુખ્ય શાળાનો PM SHREE Gujarat (PMSHREE-GOG Scheme) હેઠળ સમાવેશ કરવામાં આવતા શિક્ષણ ક્ષેત્રે નવી તક ઉભી થઈ છે. આ યોજનાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના Holistic Development ને પ્રોત્સાહન આપવાનો છે. રાજ્ય સરકારે વર્ષ 2025-26 માટે સરકારી પ્રાથમિક શાળાઓમાં Infrastructure Development, Digital Learning તથા Co-curricular Activitiesને મજબૂત બનાવવા PM SHREE Gujarat યોજના અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત રાજ્યની કુલ…
Read MoreDharampur–Kaprada News Today, Latest Local Updates — 01 December 2025
વિયેતનામના પિન્ક જમરુખ સાથે આંતરપાકથી ત્રણ પાકની કમાણી, મોરખલના ખેડૂતનો અનોખો પ્રયોગ વલસાડ જિલ્લાના નાનાપોંઢા વિસ્તારના ખેડૂતો હવે પરંપરાગત ખેતીથી આગળ વધી નવી નવી પદ્ધતિઓ અપનાવી પોતાની આવકમાં નોંધપાત્ર વધારો કરી રહ્યા છે. મોટાપોંઢા નજીક દાદરા નગર હવેલી બોર્ડર પાસે આવેલા મોરખલ ગામના પ્રગતિશીલ ખેડૂત આન્ડ્રૂ મારિયો ઉર્ફે આદિત નૂન્સે વિયેતનામના પિન્ક પેરૂ (જમરુખ) સાથે પીળી-કાળી હળદર અને ગલગોટાના ફૂલોનું આંતરપાક કરી એકસાથે ત્રણ પાક લઈ ખેતી ક્ષેત્રે નવી દિશા બતાવી છે. આદિત નૂન્સે જણાવ્યું કે તેઓ બાપદાદાથી ખેતી સાથે જોડાયેલા છે. ત્રણ વર્ષ પહેલા તેમણે શિમલાના સફરજનની ખેતી કરવાનો…
Read MoreDang News Today, Ahwa & Saputara Local Updates — 01 December 2025
વાસુર્ણા ગામમાં 5 લાખની મિની પાઈપલાઈન યોજના કાગળ પર જ, નળમાં આજે પણ પાણી નહીં ડાંગ જિલ્લામાં પાણી પુરવઠા વિભાગના સુપરવિઝનના અભાવે યોજનાઓ નિષ્ફળ થતી હોવાના આરોપ ડાંગ જિલ્લાના આહવા તાલુકાના વાસુર્ણા ગામમાં પીવાના પાણીની સમસ્યા દૂર કરવા માટે મંજૂર કરાયેલી મિની પાઈપલાઈન યોજના પૂર્ણ થયાને ઘણા મહિના વીતી ગયા હોવા છતાં આજદિન સુધી ગ્રામજનોને નળમાંથી એક ટીપુ પાણી પણ મળ્યું નથી. સરકાર દ્વારા લાખો રૂપિયાનું ભંડોળ ફાળવવામાં આવ્યું હોવા છતાં યોજનાનો લાભ ન મળતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ડાંગ જિલ્લામાં ચોમાસા દરમિયાન 100 ઇંચથી વધુ વરસાદ પડતો હોવા…
Read MoreDaman–Silvassa News Today, Naroli & Dadra Local Updates — 01 December 2025
દાનહ દૂધનીમાં લાઈફ જેકેટ વિના બોટિંગ કરતા સહેલાણીઓ વડોદરાના હરણીકાંડ પછી પણ દાનહ પ્રવાસન વિભાગ દ્વારા સુરક્ષાની તકેદારીનો અભાવ દાનહના પ્રખ્યાત પ્રવાસન સ્થળ દૂધનીમાં બોટિંગ દરમિયાન સહેલાણીઓ લાઈફ જેકેટ વિના મોતની સવારી કરતા હોય તેવા ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા છે. ગુજરાતમાં વડોદરાના હરણી ખાતે બનેલી દુર્ઘટના અને નવસારીના ચીખલી નજીક બોટિંગ અકસ્માત બાદ પણ દૂધની ખાતે સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર બેદરકારી જોવા મળી રહી છે. અહીં સહેલાણીઓની સુરક્ષા અંગે ન તો પ્રવાસીઓ ગંભીર જણાય છે અને ન તો બોટ સંચાલકો કે પ્રવાસન વિભાગ કડક અમલ કરતો દેખાય છે. ગુજરાત અને સંઘપ્રદેશના…
Read More