Vapi News Today, Chala & Pardi Local Updates — 04 December 2025

મનપાએ ખાતરી આપી કે પાત્ર પરિવારને આવાસ મળશે, TP-1માં મકાનો સુરક્ષિત રહેશે   વાપીમાં TP Scheme‑1, Vapi માટે ચાલી રહેલા રિ-સરવેને લઇને સ્થાનિકોએ ભારે વિરોધ કર્યો હતો, જેના પગલે સર્વેની કામગીરી અટકી ગઇ હતી. વિરોધ બાદ બીજા જ દિવસે Vapi Municipal Corporation દ્વારા સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી હતી કે યોજના હેઠળ કોઈ પણ હાલના મકાનને નુકસાન નહીં થાય અને ભૂલ સમજને કારણે થયેલા વિરોધને દૂર કરવા ખુલાસો રજૂ કરવામાં આવ્યો. મનપાએ જણાવ્યું કે આગામી સમયમાં સરકારી શાસન હેઠળ ચકાસણી બાદ જે પરિવારો ખરેખર ઘરવિહોણા છે અને પાત્રતા ધરાવે છે, તેમને…

Read More

Valsad News Today, Latest Local Updates — 04 December 2025

ધરમપુર અને ઉમરગામ તાલુકા પંચાયત ચૂંટણી અનામતમાં OBC 27% અને મહિલા 50% રોટેશન જાહેર.   જિલ્લાની 54 બેઠકમાં 27% OBC તથા 50% મહિલા અનામત રહેશે: વલસાડ જિલ્લાના ધરમપુર અને ઉમરગામ તાલુકા પંચાયતની કુલ 54 બેઠકોની અનામત ફાળવણી રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી છે, જેમાં 27 ટકા બેઠકો OBC ઉમેદવારો માટે આરક્ષિત રહેશે અને કુલ બેઠકોમાં 50 ટકા મહિલા અનામત લાગુ થશે. આ રોટેશન જિલ્લા સ્તરે મતદાર પ્રતિનિધિત્વ અને સામાજિક સંતુલન જાળવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. ચૂંટણી પૂર્વ રોટેશન પ્રક્રિયા પૂર્ણ, નાગરિકોમાં ઉત્સાહ: આગામી ફેબ્રુઆરીમાં જિલ્લાની 6 તાલુકા પંચાયતોની…

Read More

Daman–Silvassa News Today, Naroli & Dadra Local Updates — 03 December 2025

દાનહના કલા ગામે નિઃશુલ્ક સ્વાસ્થ્ય અને કેન્સર તપાસ શિબિરમાં 300થી વધુ લોકોએ લાભ લીધો   દાદરા નગર હવેલીના કલા ગામે કૃષ્ણા કેન્સર એડ એસોસિએશન દ્વારા અમી પોલિમર કંપનીની સીએસઆર પહેલ અંતર્ગત નિઃશુલ્ક સ્વાસ્થ્ય અને કેન્સર તપાસ માટે વિશાળ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો શુભારંભ અમી પોલિમરના વરિષ્ઠ અધિકારી સારથ કુમાર, કૃષ્ણા કેન્સર એડ એસોસિએશનના વાઇસ ચેરમેન રવિ પાલસિંહ તંવર અને પંચાયત સભ્ય લક્ષીભાઈ કડુના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. આ શિબિરમાં નિષ્ણાત તબીબોની હાજરીમાં સ્ત્રીરોગ નિષ્ણાત, ઈએનટી નિષ્ણાત, ફિઝિશિયન, સર્જન તથા લેબ ટેકનીશિયન દ્વારા દર્દીઓની વિગતવાર તપાસ…

Read More

Dharampur–Kaprada News Today, Latest Local Updates — 03 December 2025

આજથી ધરમપુરના વાઘવળમાં ત્રિદિવસીય વિરાટ સંત હિન્દુ સંમેલનનો પ્રારંભ, શ્રી દત્ત મંદિરનું ગર્ભગૃહ ખુલ્લું મૂકાશે   ધરમપુર ખાતે સલવાવ સ્વામિનારાયણ જ્ઞાનપીઠ દ્વારા ભગવાન શ્રીદત્તાત્રેય મંદિર, વાઘવળ ખાતે વિરાટ હિન્દુ સંત સંમેલન તેમજ દત્ત મંદિરના ભવ્ય સભા-ગૃહના ઉદ્ઘાટનનું આયોજન કરવામાં આવ્યું છે. એક કદમ સનાતન સંસ્કૃતિ તરફના સૂત્ર સાથે 3 ડિસેમ્બરથી 5 ડિસેમ્બર સુધી ત્રિદિવસીય વિરાટ સંત હિન્દુ સંમેલન યોજાશે, જેમાં શ્રી દત્ત મંદિરનું ગર્ભગૃહ પણ ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવશે. આ મહોત્સવના અધ્યક્ષ તરીકે પૂજ્ય પુરાણી સ્વામી કેશવચરણદાસજી અને પૂજ્ય શાસ્ત્રી સ્વામી કપિલજીવનદાસજીની ઉપસ્થિતિ રહેશે. વિરાટ સંત સંમેલન સાથે દત્ત…

Read More

Navsari City News Today, Latest Local Updates — 03 December 2025

અસમાજિક તત્વોનો આતંક, અન્યની અદાવતમાં વરેલીના વેપારીની દુકાન અને બે વાહનો સળગાવ્યા, કડોદરામાં ભયનો માહોલ   કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વરેલી ગામના ખેતેશ્વર શોપિંગ સેન્ટરમાં સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. અંગત અદાવતમાં બે અજાણ્યા ઇસમોએ પેટ્રોલ જેવું જ્વલનશીલ પ્રવાહી છાંટીને એક વેપારીની દુકાન તેમજ તેની બહાર પાર્ક કરેલા બે વાહનોને આગ ચાંપી દીધી હતી. બનાવને પગલે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. મૂળ બિહારના અને હાલ વરેલીના નંદિની કોમ્પ્લેક્સમાં રહેતા 35 વર્ષીય રાજુકુમાર રામકુંદલરામ પાસવાનની ખેતેશ્વર શોપિંગ સેન્ટરમાં આવેલી દુકાન નં. જી-1માં આ ઘટના બની હતી. તારીખ 1…

Read More

Valsad News Today, Latest Local Updates — 03 December 2025

BLO સામે મોટો પ્રશ્નાર્થ, એપાર્ટમેન્ટોમાં અનેક ફ્લેટો બંધ, ફોન કરે તો કહે બહારગામ છીએ, વલસાડ જિલ્લામાં SIR-2026ની કાર્યવાહીમાં 9.26 ટકા મતદારોના ફોર્મ હજી પરત મળ્યા નથી   વલસાડ જિલ્લામાં SIR-2026 હેઠળ ચાલી રહેલી મતદાર યાદી સઘન નોંધણી અને ડિજિટલાઈઝેશન પ્રક્રિયામાં બીએલઓ સામે મોટો પડકાર ઊભો થયો છે. છેલ્લા એક માસથી સતત કામગીરી છતાં હજુ પણ 9.26 ટકા મતદારોએ ફોર્મ પરત આપ્યા નથી કે ઘણા મતદારો હાલના સરનામે ઉપલબ્ધ નથી. અત્યાર સુધી જિલ્લામાં 80.46 ટકા કામગીરી પૂર્ણ થઈ હોવાનું જાણવા મળે છે. કુલ 13,85,807 મતદારોમાંથી અંદાજે 11 લાખથી વધુ મતદારોના ફોર્મનું…

Read More

Vapi News Today, Chala & Pardi Local Updates — 03 December 2025

નાની ઉંમરે સંસ્કારનું બીજ વાવેતર: વાપી ચલા પ્રમુખ ગ્રીન્સમાં બાળકોને ગીતા અધ્યાય શીખવાયા   વાપી શહેરના ચલા વિસ્તારમાં આવેલા પ્રમુખ ગ્રીન્સ ખાતે ભગવદ ગીતા જયંતિ નિમિત્તે સંસ્કારસભર અને ધાર્મિક માહોલમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે નાના ભૂલકાંઓને ભગવદ ગીતા ના પાઠ સાથે સંસ્કાર અને ધાર્મિક જ્ઞાન આપવામાં આવ્યું. આ સંસ્કાર વર્ગમાં બાળકોને ગીતાના 12મા અને 15મા અધ્યાયનું શિક્ષણ આપવામાં આવ્યું હતું, જ્યારે હાલ 16મો અધ્યાય ચાલુ હોવાનું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું. આ ઉપરાંત બાળકોને શિવસ્તુતિ, ગીતા આરતી પણ શીખવવામાં આવી છે, જે બાળકો એક વર્ષના સમયગાળામાં સફળતાપૂર્વક…

Read More

Umbergaon News Today, Bhilad, Sanjan & Nargol Updates — 03 December 2025

વલવાડામાં દીકરીના લગ્ન માટે રાખેલા એક લાખ ઘરની આગમાં સ્વાહા, પરિવાર કામ અર્થે બહાર ગયો ત્યારે બની ઘટના   ઉમરગામ તાલુકાના વલવાડા સડક ફળિયામાં સોમવારે સાંજે એક પરિવાર પર અચાનક આફત તૂટી પડી હતી. હળપતિ પરિવારના બંધ ઘરમાં લાગેલી ભયાનક આગમાં દીકરીના લગ્ન માટે રાખેલી એક લાખ રૂપિયાની રોકડ સહિત ઘર વખરી, ફર્નિચર અને ઇલેક્ટ્રોનિક સામાન બળીને ભસ્મ થઈ ગયો હતો. પરિવારના સભ્યો કામ અર્થે બહાર ગયા હતા ત્યારે આ ઘટના બની હતી. વલવાડા સડક ફળિયામાં રહેતા નરેશભાઈ છીબુભાઈ હળપતિનો પરિવાર દીકરીના લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતો. 1 ડિસેમ્બરના રોજ સાંજે…

Read More

Bilimora News Today, Chikhli, Khergam & Vansda Updates — 03 December 2025

બહેજની નવજીવન માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ અતુલ ઇન્સ્ટિટ્યુટની મુલાકાત લીધી   ખેરગામ તાલુકાના બહેજ ગામની ભારતીય પ્રગતિ મંડળ સંચાલિત નવજીવન માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ સોમવાર 1 ડિસેમ્બરના રોજ વોકેશનલ ટ્રેડ વિષય અંતર્ગત ધરમપુર–ઓઝરપાડા વિસ્તારમાં આવેલ અતુલ ઇન્સ્ટિટ્યુટની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને ઉદ્યોગક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતી મશીનરીઓનું રૂબરૂ નિદર્શન કરાવવામાં આવ્યું હતું. અતુલ ઇન્સ્ટિટ્યુટના આચાર્ય, શિક્ષકો અને સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને પ્રાયોગિક તાલીમ અંગે સમજ આપવામાં આવી હતી તથા મશીનરીઓના કાર્યવિધી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. પ્રેક્ટિકલ પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓમાં વિષય પ્રત્યે રસ અને ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. આ શૈક્ષણિક…

Read More

Vapi News Today, Chala & Pardi Local Updates — 02 December 2025

વાપીમાં ICAI બ્રાન્ચના સ્ટુડન્ટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ઈસાની એન્ડ પટેલ ટીમ વિજેતા   વાપી બ્રાન્ચ ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા રીજનલ કાઉન્સિલ ઓફ ICAI દ્વારા વાપી સ્ટુડન્ટ એસોસિયેશન (WICASA) સાથે સંયુક્ત રીતે વિદ્યાર્થીઓ માટે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટ નામધા ખાતે સ્થિત કે.કે. ભંડારી ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાયું હતું, જેમાં 5 બોયઝ ટીમ અને 2 ગર્લ્સ ટીમે ભાગ લીધો હતો. ટૂર્નામેન્ટમાં ટીમ ઓનર્સ તરીકે સીએ સુમિત દોશી, સીએ જી.બી. લઠ્ઠા, સીએ આસિફ ઈસાની અને સીએ યોગેશ પટેલ, સીએ કિરણ શાહ અને સીએ યજ્ઞદત્ત પ્રજાપતિ, કાકરિયા એસોસિયેટ્સ તેમજ સીએ દીપિકા ગુટગૂટીયા…

Read More