September 3, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Union Territory Dadra Daman Dudhni Naroli Silvassa

Daman–Silvassa News Today, Naroli & Dadra Local Updates — 02 December 2025

તાવથી સેલવાસની ખાનગી હોસ્પિટલમાં બાળકીનું મોત, તબીબની બેદરકારીનો આક્ષેપ

 

સેલવાસના આમલી વિસ્તારમાં રહેતા પરિવારની બે વર્ષીય બાળકીનું તાવની સારવાર દરમિયાન મોત થતાં તબીબની બેદરકારીના આક્ષેપો સામે આવ્યા છે. બાળકીની તબિયત બગડતા બે દિવસ અગાઉ તેને ખાનગી ચૈતન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. દરમિયાન તબિયત વધુ લથડતાં તબીબે વધુ સારવાર માટે નમો હોસ્પિટલમાં રિફર કરવાની સૂચના આપી હતી. 108 એમ્બ્યુલન્સ મારફતે બાળકી નમો હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે બાળકી પહેલેથી જ મૃત અવસ્થામાં હોવાનું જાહેર કર્યું હતું.

આ ઘટનાથી પરિવારજનોને ભારે આઘાત લાગ્યો હતો. પરિવારજનોએ ચૈતન્ય હોસ્પિટલના તબીબની સારવારમાં બેદરકારીને કારણે બાળકીનું મોત થયાનો આક્ષેપ કર્યો છે.

લક્ષ્મી એપાર્ટમેન્ટ, આમલી, સેલવાસમાં રહેતા હીરાલાલ રમેશ પવારની દીકરી જીયા હીરાલાલ પવાર (ઉંમર 2 વર્ષ)ની તબિયત બગડતા 29 નવેમ્બરે ચૈતન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરિવારજનોના જણાવ્યા મુજબ બાળકીને માત્ર તાવ હતો. ત્યારબાદ બાળકીની તબિયત વધુ બગડતાં ચૈતન્ય હોસ્પિટલના તબીબ લક્ષ્મણ રોહિતે વધુ સારવાર માટે નમો હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી હતી.

પરિવારજનો 108 એમ્બ્યુલન્સ મારફતે બાળકી નમો હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તબીબે બાળકી પહેલેથી જ મૃત્યુ પામેલી હોવાનું જણાવ્યું હતું. આ વાત સાંભળી પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા અને રડારડ મચી ગઈ હતી.

પરિવારજનોનો આક્ષેપ છે કે ચૈતન્ય હોસ્પિટલમાં સારવાર દરમિયાન બેદરકારી રાખવામાં આવી હતી. તેમનો વધુ આક્ષેપ છે કે ડિસ્ચાર્જ સાંજે આપવામાં આવ્યો હતો, પરંતુ બિલમાં સવારે 10 વાગ્યાનો સમય દર્શાવવામાં આવ્યો હતો, જેના કારણે શંકા વધુ મજબૂત બની હતી. પરિવારજનોએ દાવો કર્યો છે કે બાળકીનું મોત ઘણાં સમય પહેલાં થઈ ગયું હતું, પરંતુ તબીબે તેની જાણ ન કરી અને જવાબદારીમાંથી બચવા માટે નમો હોસ્પિટલમાં રિફર કરી હતી.

આ સમગ્ર ઘટનાને પગલે બાળકીના પિતાએ સેલવાસ પોલીસ સ્ટેશનમાં ચૈતન્ય હોસ્પિટલના તબીબ લક્ષ્મણ રોહિત સામે ફરિયાદ નોંધાવી છે. સેલવાસ પોલીસ દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સેલવાસ બાળકી મોત, ચૈતન્ય હોસ્પિટલ સેલવાસ, તબીબ બેદરકારી આક્ષેપ, Selvas Child Death, Private Hospital Negligence, Namo Hospital Selvas, સેલવાસ સમાચાર, બાળકીનું મોત, ખાનગી હોસ્પિટલ, Doctor Negligence, Chaitanya Hospital, Namo Hospital, Police Investigation, Local News

════════════════════════════════════

દાનહમાં જિલ્લા પંચાયત અને નગર પાલિકામાં પ્રમુખ–ઉપપ્રમુખની વરણી

 

દાદરા અને નગર હવેલીમાં જિલ્લા પંચાયત તથા સેલવાસ નગર પાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ સોમવારે બંને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં પ્રમુખ અને ઉપપ્રમુખની નિર્વિરોધ વરણી કરવામાં આવી હતી.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે જિલ્લા પંચાયતની 26માંથી 24 બેઠકો પર વિજય મેળવ્યો હતો, જ્યારે બે બેઠકો કોંગ્રેસને મળી હતી. સેલવાસ નગર પાલિકામાં કુલ 15 બેઠકોમાંથી 14 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી, જ્યારે વોર્ડ નંબર 6માં ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના ઉમેદવાર વિજેતા બન્યા હતા. આ પરિણામો બાદ જિલ્લા પંચાયત અને સેલવાસ નગર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો.

ચૂંટણી પરિણામો બાદ બાકી રહેલી પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક સોમવારે કરવામાં આવી હતી. પ્રશાસનિક અધિકારીઓની હાજરીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે નિશાબેન ભાવરની નિમણૂક કરવામાં આવી હતી. નિશાબેન ભાવર અગાઉ પણ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પદભાર સંભાળી ચૂક્યા છે. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે વિનયભાઈ સોન્યા ધીબ્લેની નિમણૂક કરવામાં આવી હતી.

સેલવાસ નગર પાલિકામાં પ્રમુખ તરીકે સોમનાથ દેવરે અને ઉપપ્રમુખ તરીકે કવિતા સિંહની નિમણૂક કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ મહેશ અગરિયા, મહામંત્રી સુનિલ પાટીલ સહિતના પદાધિકારીઓ, પ્રશાસનના અધિકારીઓ, જિલ્લા પંચાયત સભ્યો તથા પાલિકા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

દાનહ સમાચાર, Dadra Nagar Haveli, જિલ્લા પંચાયત, સેલવાસ નગર પાલિકા, BJP Gujarat, Local Body Election, Panchayat News, Municipal News

════════════════════════════════════


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *