September 3, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Union Territory Dadra Daman Dudhni Naroli Silvassa

Daman–Silvassa News Today, Naroli & Dadra Local Updates — 03 December 2025

દાનહના કલા ગામે નિઃશુલ્ક સ્વાસ્થ્ય અને કેન્સર તપાસ શિબિરમાં 300થી વધુ લોકોએ લાભ લીધો

 

દાદરા નગર હવેલીના કલા ગામે કૃષ્ણા કેન્સર એડ એસોસિએશન દ્વારા અમી પોલિમર કંપનીની સીએસઆર પહેલ અંતર્ગત નિઃશુલ્ક સ્વાસ્થ્ય અને કેન્સર તપાસ માટે વિશાળ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો શુભારંભ અમી પોલિમરના વરિષ્ઠ અધિકારી સારથ કુમાર, કૃષ્ણા કેન્સર એડ એસોસિએશનના વાઇસ ચેરમેન રવિ પાલસિંહ તંવર અને પંચાયત સભ્ય લક્ષીભાઈ કડુના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો.

આ શિબિરમાં નિષ્ણાત તબીબોની હાજરીમાં સ્ત્રીરોગ નિષ્ણાત, ઈએનટી નિષ્ણાત, ફિઝિશિયન, સર્જન તથા લેબ ટેકનીશિયન દ્વારા દર્દીઓની વિગતવાર તપાસ કરવામાં આવી હતી. સ્ત્રીરોગ નિષ્ણાત દ્વારા મહિલાઓમાં સર્વાઇકલ કેન્સર અને સ્તન કેન્સરના પ્રારંભિક લક્ષણો ચકાસવા માટે પેપ સ્મિયર ટેસ્ટ, સ્તન પરીક્ષણ તેમજ સ્તન સ્વયં પરીક્ષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ઈએનટી નિષ્ણાત દ્વારા તંબાકુ અને ગુટખા સેવનથી થતા મોઢા તથા ગળાના કેન્સરના જોખમ અંગે તપાસ અને પરામર્શ કરવામાં આવ્યો હતો. લેબ ટેકનીશિયન દ્વારા સીવીસી પરીક્ષણ કરાયું હતું, જ્યારે સર્જન દ્વારા પુરુષોમાં પ્રોસ્ટેટ તપાસ અને ડિજિટલ રેક્ટલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

સંસ્થાના પ્રમુખ મીના તંવરે જણાવ્યું હતું કે કેન્સર મોટા ભાગે ત્રીજા અને ચોથા સ્ટેજમાં ઓળખાતું હોવાથી પ્રારંભિક તપાસ ખૂબ જ મહત્વની છે. શિબિર દરમિયાન યુવાઓને તંબાકુ અને ગુટખાના સેવનથી દૂર રહેવા અંગે ખાસ સલાહ આપવામાં આવી હતી.

આ આરોગ્ય શિબિરમાં 300થી વધુ મહિલાઓ અને પુરુષોએ વિવિધ સ્વાસ્થ્ય તથા કેન્સર તપાસ સેવાઓનો લાભ લીધો હતો, જેના કારણે ગામમાં આરોગ્ય જાગૃતિનો સકારાત્મક સંદેશ ફેલાયો હતો.

#દાનહ #કલા #સ્વાસ્થ્યશિબિર #કેન્સરતપાસ #AmiPolymerCSR #KrishnaCancerAidAssociation #GujaratiNews #LocalNews

——————

સામરવરણીથી રખોલી સુધીનો રોડ નવો બનતાં ટ્રાફિક જામથી મુક્તિ, હવે મુખ્ય માર્ગ પર ટ્રાફિક સિગ્નલ મુકવાની લોકોની માગ

 

સેલવાસથી ખાનવેલ સુધીના માર્ગ પર બંને તરફનો રોડ નવો બનાવવાની કામગીરી ચાલી રહી છે. તેમાં સામરવરણીથી રખોલી સુધીનો રોડ બંને બાજુ પૂર્ણ થતાં અગાઉ સર્જાતી ટ્રાફિક સમસ્યામાંથી વાહનચાલકોને મોટી રાહત મળી છે. નવા પાકા રોડના કારણે માર્ગ હવે વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવતા હજારો ચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે.

સામરવરણી–રખોલી રોડ પર લાંબા સમયથી એક તરફનો માર્ગ જ ઉપયોગમાં હોવાના કારણે બંને તરફના વાહનો સિંગલ રોડ પર પસાર થતા હતા. જેના કારણે સવાર અને સાંજના સમયે ભારે ટ્રાફિક જામ સર્જાતો હતો. નોકરીએ જતાં લોકો સમયસર પહોંચી શકતા ન હતા, જ્યારે સ્કૂલ બસો તેમજ ક્યારેક એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ જતી હતી.

આ સમસ્યાને લઈને રખોલીના જયેશભાઈ દોડીયા અને તેમના મિત્રો દ્વારા પ્રશાસનિક અધિકારીઓ તેમજ સાંસદ સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે હવે બંને તરફનો રોડ તૈયાર થતાં લોકોની વર્ષોથી ચાલી રહેલી મુશ્કેલી દૂર થઈ છે.

નવો રોડ ખુલ્લો મુકાતા ટ્રાફિક સરળ બન્યો છે, પરંતુ ભવિષ્યમાં અકસ્માત ટાળવા અને ટ્રાફિક વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે મુખ્ય માર્ગ પરથી સામરવરણી ગામની સોસાયટીઓ તરફ જતાં રસ્તાઓ પર ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા માગ કરવામાં આવી રહી છે.

#સામરવરણી #રખોલી #સેલવાસ #ખાનવેલ #નવોરોડ #ટ્રાફિકજામ #ટ્રાફિકસિગ્નલ #GujaratiNews #LocalNews

———————


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *