September 3, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Umbergaon Sarigam

સરીગામના બંધ ફ્લેટમાં ચોરી કરનાર ઝડપાયો, એલસીબીને મોટી સફળતા

સરીગામના બંધ ફ્લેટમાં ચોરી કરનાર ઝડપાયો, એલસીબીને મોટી સફળતા

 

ભીલાડના સરીગામ વિસ્તારમાં લક્ષ્મી પેટ્રોલ પંપ પાસે આવેલા વિવાન હાઈટ્સ બિલ્ડિંગના બંધ ફ્લેટમાં થયેલી ચોરીના કેસમાં પોલીસને મહત્વની સફળતા મળી છે. વિવાન હાઈટ્સ બિલ્ડિંગના ફ્લેટ નં. 303માં રહેતા લક્ષ્મણ પ્રતાપસિંહ સોળકેએ 19 ડિસેમ્બરે ભીલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે કોઈ અજાણ્યા ઇસમે ઘરનો દરવાજાનો સ્ટોપર તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને બેડરૂમના કબાટમાંથી સોનાનું મંગળસૂત્ર, પેન્ડલ તેમજ રોકડ રૂ. 1500 મળી કુલ રૂ. 44,700ની મતા ચોરીને ફરાર થયો હતો.

ફરિયાદના આધારે ભીલાડ પોલીસે ગુનાસ્થળ તથા આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન એલસીબી ટીમને મળેલી બાતમીના આધારે ચોરીમાં સંડોવાયેલા જય લલિત વાઘેલા (રહે. છીરી, રામનગર, વાપી)ને ભીલાડમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

પકડાયેલા આરોપીએ પૂછપરછ દરમિયાન બે દિવસ અગાઉ સોળસુંબા વિસ્તારમાં પણ બે ફ્લેટના તાળા તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હોવાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપી સામે આગળની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

#સરીગામ #ભીલાડ #ફ્લેટચોરી #LCB #પોલીસકાર્યવાહી #વાપી #Valsad #CrimeNews


 


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *