મરોલીમાં કોળી પટેલ એકજ પરિવારના 616 સભ્યો એકત્ર, તેજસ્વી વિદ્યાર્થીઓ અને ઉચ્ચ સિદ્ધિ મેળવનારાનું સન્માન

મરોલીમાં કોળી પટેલ એકજ પરિવારના 616 સભ્યો એકત્ર, તેજસ્વી વિદ્યાર્થીઓ અને ઉચ્ચ સિદ્ધિ મેળવનારાનું સન્માન

 

મરોલી ખાતે કોળી પટેલ સમાજના રામા જીવન કારાવાલા પરિવારનો બીજો સ્નેહમિલન સમારોહ ઉત્સાહભેર યોજાયો હતો. ઉમરગામના કોળીવાડ પંચાયત વિસ્તારમાં રાજેન્દ્ર કોળીની વાડીમાં આયોજિત આ સ્નેહમિલનમાં એકજ પરિવારના કુલ 616 સભ્યો એક જ મંડપ હેઠળ ભેગા થઈ સંગઠિત અને એકતાભર્યા પરિવારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ સ્નેહમિલન સમારોહ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ પરિવારના વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચ સિદ્ધિ મેળવનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ધોરણ 10 અને 12માં ઉત્તમ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓ, ગ્રેજ્યુએટ, માસ્ટર ડિગ્રી ધરાવનાર, ડોક્ટરો તથા ઉદ્યોગપતિઓને મંચ પરથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ વડીલોનું પણ આદરપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન બાળકો માટે વિવિધ સ્પર્ધાઓ, મહિલાઓ માટે ગરબા અને અન્ય મનોરંજનાત્મક હરીફાઈઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું હતું. સ્નેહમિલનમાં પરિવારના 96 વર્ષીય નરોત્તમદાસ લાલાભાઈ પટેલની ઉપસ્થિતિ વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહી હતી.

આ સમારોહથી યુવા પેઢીને શિક્ષણ, એકતા અને સંસ્કારના માર્ગે આગળ વધવા માટે પ્રેરણા મળી હોવાનું પરિવારજનો અને સમાજના આગેવાનોએ જણાવ્યું હતું.

#મરોલી #કોળીપટેલસમાજ #સ્નેહમિલન #પરિવારએકતા #વિદ્યાર્થીસન્માન #ઉમરગામ #સામાજિકસમાચાર #Valsad


 


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

Related posts

Leave a Comment