વલસાડ પોલીસનો ‘ખૌફ’: જિલ્લામાં ત્રણ દિવસમાં 400થી વધુ લોકો નશાની હાલતમાં ઝડપાયા
થર્ટી ફર્સ્ટે કડક બંદોબસ્ત જોઈ લોકોએ દમણ–સેલવાસ જવાનું ટાળ્યું, બાર-રેસ્ટોરન્ટ ખાલીખમ રહ્યા
થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન વલસાડ જિલ્લા પોલીસે કડક કાર્યવાહી કરીને જિલ્લામાં ‘પોલીસનો ખૌફ’ ઉભો કર્યો હતો. છેલ્લા ત્રણ દિવસમાં વલસાડ જિલ્લા પોલીસે 400થી વધુ લોકોને દારૂના નશામાં ઝડપીને કાર્યવાહી હાથ ધરી હતી. કડક બંદોબસ્ત અને સઘન ચેકિંગને કારણે વાપી અને આજુબાજુના વિસ્તારના લોકોએ સંઘપ્રદેશ દમણ અને સેલવાસ તરફ જવાનું મોટા પ્રમાણમાં ટાળ્યું હોવાનું જોવા મળ્યું.
31 ડિસેમ્બરની રાત્રે વાપી કચીગામ અને ડાભેલ ચેકપોસ્ટ પર દમણ તરફથી આવતા વાહનોની સંખ્યા ખૂબ ઓછી જોવા મળી હતી. દમણ, સેલવાસ તથા મહારાષ્ટ્રની હદમાંથી પસાર થતા માર્ગો પર વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કુલ 11 હાલના ચેકપોસ્ટ ઉપરાંત વધારાના 6 ખાસ ચેકપોસ્ટ ઊભા કરવામાં આવ્યા હતા. આમ કુલ 17 ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
થર્ટી ફર્સ્ટના સેલિબ્રેશનને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ વિસ્તારો તેમજ હાઈરાઈઝ બિલ્ડિંગો પર પણ ખાસ નજર રાખવામાં આવી હતી. એસપીના માર્ગદર્શન હેઠળ ડ્રોન કેમેરાથી આકાશમાંથી સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. વાપીના ડુંગરા હદ વિસ્તારના દાદરા ચેકપોસ્ટ, વાપી ટાઉનના કચીગામ ચેકપોસ્ટ, ડાભેલ ચેકપોસ્ટ તેમજ પ્રમુખ ચેકપોસ્ટ સહિતના સ્થળોએ રાત્રે ખાસ ચેકિંગ કરવામાં આવ્યું હતું.
પોલીસ બંદોબસ્તને કારણે બુધવારે સવારથી જ ચેકપોસ્ટ પર નશાની હાલતમાં આવતા લોકોની સંખ્યા નગણ્ય જોવા મળી હતી. આ વર્ષે અગાઉની જેમ પોલીસ સ્ટેશનોમાં નશાબાજોની ભીડ પણ જોવા મળી નહોતી, જે પોલીસ કાર્યવાહીનો સ્પષ્ટ પ્રભાવ દર્શાવે છે.
ચેકિંગથી બાર સંચાલકોમાં નારાજગી
પોલીસના કડક વલણને કારણે દારૂની મહેફિલ માણવા જતા શોખીનોમાં ભારે ભય જોવા મળ્યો હતો. “પીને જઈશું તો પકડાઈ જઈશું” એવા ડરથી લોકોએ પાતળિયા તરફ જવાનું ટાળ્યું હોવાનું બાર સંચાલકોએ જણાવ્યું. બાર સંચાલકોનું કહેવું છે કે, “થર્ટી ફર્સ્ટ પર જે બમ્પર વેપારની આશા હતી તે નિષ્ફળ ગઈ. પોલીસના કડક વલણને કારણે અમારો વેપાર ઠપ્પ થયો હોય એવું લાગ્યું.”
સામાન્ય રીતે થર્ટી ફર્સ્ટની રાત્રે વાહનોથી ધમધમતા પાતળિયાના રસ્તાઓ પર આ વખતે સન્નાટો છવાયો હતો. જોકે, બીજી તરફ દમણના આંતરિક વિસ્તારોમાં પ્રવાસીઓ અને સ્થાનિકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યાં હોટલ અને રિસોર્ટ્સમાં સંગીતના તાલે લોકો ઉજવણી કરતા નજરે પડ્યા હતા.
#વલસાડ #ValsadPolice #થર્ટીફર્સ્ટ #પોલીસબંદોબસ્ત #નશાબાજી #ચેકપોસ્ટ #દમણ #સેલવાસ #LawAndOrder #NewYear2026
📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.
LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.
જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.
