September 3, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Vapi

છેલ્લા 50 વર્ષથી કાર્યરત વાપી એસટી ડેપો એજ સ્થળે નવેસરથી બનશે | Vapi ST Depot to Be Rebuilt at Same Location

છેલ્લા 50 વર્ષથી કાર્યરત વાપી એસટી ડેપો એજ સ્થળે નવેસરથી બનશે | Vapi ST Depot to Be Rebuilt at Same Location

 

વાપી જુના ફાટક સામે છેલ્લા લગભગ 50 વર્ષથી કાર્યરત એસટી ડેપો પર દૈનિક મોટી સંખ્યામાં મુસાફરોની અવર-જવર રહે છે. વાપી ઓવરબ્રિજના કામને કારણે હાલમાં એસટીનું કામચલાઉ કંટ્રોલ પોઈન્ટ બલીઠા હાઈવે પર ખસેડવામાં આવ્યું છે, પરંતુ નવા ડેપો માટે હાઈવે પર સરકારી જગ્યા ન મળતાં આખરે જુના ફાટક સામેની એજ જગ્યા પર જ નવો અદ્યતન ડેપો બનાવવાનો નિર્ણય લેવાયો છે.

એસટી નિગમ દ્વારા હાઈવે પર ડેપો બનાવવા અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ યોગ્ય સરકારી જમીન ન મળતા એજ સ્થળે ડેપો યથાવત રાખીને નવા બાંધકામની શરૂઆત કરવામાં આવી છે. અંદાજે 3.50 કરોડ રૂપિયાના ખર્ચે નવા એસટી ડેપોનું નિર્માણ કાર્ય હાલ શરૂ થઈ ગયું છે.

વાપી એસટી ડેપોમાં હાલ દરરોજ અંદાજે 350 જેટલી બસ ટ્રિપો ચાલે છે, જેમાં 200 લોકલ અને 150 જેટલી એક્સપ્રેસ ટ્રિપોનો સમાવેશ થાય છે. ડેપોમાંથી દરરોજ આશરે 6 લાખ રૂપિયાની આવક થઈ રહી છે. જોકે છેલ્લા ઘણા વર્ષોથી ડેપોનું બાંધકામ જર્જરિત બની ગયું હતું અને છત તથા દિવાલોમાંથી પોપડા પડવાની સ્થિતિ સર્જાઈ હતી. જેને પગલે ડેપોને નવો બનાવવા સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી.

વાપી ઓવરબ્રિજની કામગીરી શરૂ થતાં ડેપોને કામચલાઉ રીતે બલીઠા હાઈવે પર ખસેડવામાં આવ્યો હતો. આ દરમિયાન ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સમક્ષ રજૂઆત કરવામાં આવતાં નવા એસટી ડેપો માટે 3.50 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી હતી. જોકે હાઈવે પર જગ્યા ન મળતાં હવે જુના ફાટક સામે 50 વર્ષથી કાર્યરત ડેપોની જગ્યા પર જ નવો અદ્યતન ડેપો બનશે.

વાપી, દમણ અને સેલવાસ વચ્ચે સતત એસટી બસોની અવર-જવર રહેતી હોવાથી મુસાફરો માટે આ ડેપો મહત્વપૂર્ણ બની રહ્યો છે. હાલ વાપી શહેરમાં જુના એસટી ડેપોને તોડી નવો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હવે આગામી સમયમાં કેટલા સમયગાળામાં નવો વાપી એસટી ડેપો તૈયાર થશે તેની તરફ સૌની નજર મંડાયેલી છે.

બે વર્ષ સુધી નવા ડેપોની રાહ
ઓવરબ્રિજના કામને કારણે વાપી બલીઠા હાઈવે પર કામચલાઉ એસટી કંટ્રોલ પોઈન્ટ ઉભો કરવામાં આવ્યો છે, પરંતુ બ્રિજની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બ્રિજ પૂરું થવામાં હજુ બે વર્ષ જેટલો સમય લાગી શકે તેવી શક્યતા છે. પરિણામે મુસાફરોને નવા ડેપોની સંપૂર્ણ સુવિધા માટે રાહ જોવી પડશે. નવો ડેપો તૈયાર થયા બાદ પણ બ્રિજ કાર્યરત થશે ત્યારે જ ડેપો સંપૂર્ણ રીતે શરૂ થઈ શકશે. તેથી બ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ વિવિધ સ્તરે ઉઠી રહી છે.

#VapiSTDepot #વાપી #STDepotNews #GujaratST #VapiNews #PublicTransport #VapiOverbridge #GujaratNews


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *