September 4, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Navsari

સાદડવેલમાં કાવેરી સુગરની જમીનનો પોલીસ બંદોબસ્ત સાથે રાતોરાત કબજો: ૨૫ હજાર ખેડૂતોનું ભાવિ અંધકારમાં | NCDC Takes Possession of Kaveri Sugar Factory Land Amid Heavy Police Presence

સાદડવેલમાં કાવેરી સુગરની જમીનનો પોલીસ બંદોબસ્ત સાથે રાતોરાત કબજો: ૨૫ હજાર ખેડૂતોનું ભાવિ અંધકારમાં | NCDC Takes Possession of Kaveri Sugar Factory Land Amid Heavy Police Presence

 

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સાદડવેલ ગામે આવેલી કાવેરી સુગર ફેક્ટરીના મામલે ભારે ખળભળાટ મચી ગયો છે. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો અંત લાવતા, ધિરાણ આપનાર સંસ્થા એનસીડીસી (NCDC) એ મંગળવારે રાત્રિના સમયે ભારે પોલીસ બંદોબસ્ત અને મામલતદારની હાજરીમાં ફેક્ટરીની જમીનનો રાતોરાત કબજો લઈ લીધો છે. ફેક્ટરીનું ૮૦ ટકા જેટલું બાંધકામ પૂર્ણ થઈ ગયા પછી પણ સરકાર તેને કાર્યરત કરવામાં નિષ્ફળ રહેતા અને હવે જમીનનો કબજો લેવાતા હજારો ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

૮૦ ટકા કામ પૂર્ણ થયા બાદ પણ કેમ અટકી સુગર ફેક્ટરી?

કાવેરી સુગર ફેક્ટરી માત્ર ચીખલી જ નહીં, પરંતુ ખેરગામ, વાંસદા, ધરમપુર અને ડાંગ જિલ્લાના ૨૫,૦૦૦થી વધુ સભાસદો અને ખેડૂતોની આશાનું કેન્દ્ર હતી. ફેક્ટરીનું ૮૦ ટકા બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું હતું, પરંતુ સરકાર પાસેથી મળવાપાત્ર શેરફાળાની રકમ અને વર્ષ ૨૦૨૨માં આદિજાતિ વિભાગ દ્વારા મંજૂર કરાયેલી સહાય ન મળતા આર્થિક સંકટ ઊભું થયું હતું. નાણાંના અભાવે બાકીનું કામ અટકી ગયું અને આ તરફ એનસીડીસીના લોનના હપ્તા શરૂ થઈ ગયા. હપ્તાની ભરપાઈ ન થઈ શકતા સંસ્થાએ જમીનની હરાજી કરી દીધી હતી, જેનો ખેડૂતો અને કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

ગુપ્ત રીતે રાતોરાત લેવાયો કબજો

અગાઉ જ્યારે એનસીડીસી દ્વારા કબજો લેવાનો પ્રયાસ થયો હતો, ત્યારે સ્થાનિકોએ રસ્તા પર ઉતરીને ચક્કાજામ કર્યો હતો. આ વખતે કોઈ વિરોધ ન થાય તે હેતુથી વહીવટી તંત્ર અને એનસીડીસી દ્વારા રાત્રિના ૮ વાગ્યાના અરસામાં ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. પોલીસ કાફલા સાથે સાદડવેલ પહોંચેલી ટીમે કોઈને કાન ફાટ ખબર ન પડે તે રીતે કોર્ટના હુકમની રૂએ જમીન પોતાના હસ્તક લઈ લીધી હતી. ફેક્ટરી પ્રશાસને કોર્ટમાં પ્રક્રિયા ચાલુ હોવાની રજૂઆત કરી હોવા છતાં આ કાર્યવાહી કરવામાં આવતા અનેક સવાલો ઊભા થયા છે.

નેતાઓની નિષ્ફળતા અને ખેડૂતોનો આક્રોશ

૧૯૮૯માં સ્થપાયેલી અને ૨૦૧૬માં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે ખાતમુહૂર્ત પામેલી આ ફેક્ટરી ભાજપના શાસનકાળમાં જ વિવાદોમાં રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે નવસારી અને વલસાડ જિલ્લાના સાંસદો અને ધારાસભ્યો આ પ્રોજેક્ટને ચાલુ કરાવવામાં ધરાર નિષ્ફળ રહ્યા છે. એક તરફ સરકાર પાડોશી જિલ્લાની બંધ સુગર ફેક્ટરીને ૩૦ કરોડ જેવી માતબર સહાય આપે છે, ત્યારે ૨૫ હજાર સભાસદો ધરાવતી કાવેરી સુગરને એક કાણી પાઈ પણ ન આપીને અન્યાય કરવામાં આવ્યો હોવાની લાગણી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

આર્થિક રીતે પછાત અને આદિવાસી વિસ્તારના ખેડૂતો માટે આ ફેક્ટરી આજીવિકાનું સાધન હતી. પરંતુ હવે એનસીડીસી દ્વારા જમીનનો કબજો લેવાતા ખેડૂતોનું ભાવિ જોખમમાં મુકાયું છે. ભાજપના સ્થાનિક સંગઠન અને નેતાઓ આ મામલે મૌન સેવી રહ્યા હોવાથી ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આવનારા દિવસોમાં આ મુદ્દો રાજકીય રીતે વધુ ગરમાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

#સાદડવેલ #કાવેરીસુગર #ચીખલી #નવસારી #ખેડૂતઅન્યાય #ગુજરાતસમાચાર #એનસીડીસી #પોલીસબંદોબસ્ત #જમીનકબજો #આદિવાસીખેડૂત #KaveriSugar #ChikhliNews #NavsariNews #FarmerProtest #NCDC #SugarFactory #GujaratPolitics #Sadadvel #VapiNews #BreakingNewsNavsari


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *