દાદરા અને નગર હવેલી (DANH) તથા દમણ અને દીવ પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવેલું ‘સ્પર્શ કુષ્ઠ જાગૃતિ અભિયાન’ તેના નિર્ધારિત લક્ષ્યોને પૂર્ણ કરી શનિવાર, 14 ફેબ્રુઆરી 2026 ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયું છે. મહાત્મા ગાંધીના શહીદ દિવસ એટલે કે 30 જાન્યુઆરીથી શરૂ થયેલા આ પખવાડિયાના જનજાગૃતિ અભિયાનનો સમાપન કાર્યક્રમ દાનહના નરોલી શાળા ખાતે યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય કિરણ પટેલ, સરપંચ સુનીતાબેન પટેલ, પંચાયત સભ્ય ફાલ્ગુની પટેલ, શાળાના આચાર્ય ડિમ્પલબેન સોલંકી, મેડિકલ ઓફિસર ડો. વિરેન્દ્ર સોલંકી અને કુષ્ઠ રોગ જિલ્લા સલાહકાર ડો. વિનિતા રાજગર સહિત મોટી સંખ્યામાં સ્વાસ્થ્ય…
Read MoreCategory: Naroli
Mount Litera Zee School Naroli Award: [No. 1] નરોલીની શાળાને મુંબઈમાં મળ્યું ભવ્ય સન્માન | Star School of the Year
Mount Litera Zee School Naroli Award: [No. 1] નરોલીની શાળાને મુંબઈમાં મળ્યું ભવ્ય સન્માન | Star School of the Year Mount Litera Zee School Naroli Award એ અત્યારે માત્ર નરોલી જ નહીં, પરંતુ સમગ્ર દાદરા નગર હવેલીના શિક્ષણ જગતમાં ગર્વ અને ઉત્સાહનો વિષય બન્યો છે. સંઘ પ્રદેશની શૈક્ષણિક ગરિમાને રાષ્ટ્રીય ફલક પર પહોંચાડતા, નરોલી સ્થિત માઉન્ટ લીટેરા જી સ્કૂલે શિક્ષણ ક્ષેત્રે એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. મુંબઈના ઝાકઝમાળ ભર્યા વાતાવરણમાં ‘જી લર્ન’ દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત ‘લીટેરા વર્સ’ એવોર્ડ સમારોહમાં આ શાળાને પશ્ચિમ ભારતના તમામ શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થાઓ વચ્ચે ઝળકવાની…
Read Moreનરોલીની વેદાંતા સોસાયટીમાં હથોડી-સળિયા સાથે 4 તસ્કર ત્રાટક્યા: બંધ ફ્લેટમાંથી દોઢ લાખની ચોરી | 4 Burglars With Hammers And Rods Raid Naroli Vedanta Society: 1.50 Lakh Theft
નરોલીની વેદાંતા સોસાયટીમાં હથોડી-સળિયા સાથે 4 તસ્કર ત્રાટક્યા: બંધ ફ્લેટમાંથી દોઢ લાખની ચોરી | 4 Burglars With Hammers And Rods Raid Naroli Vedanta Society: 1.50 Lakh Theft દાદરા અને નગર હવેલીના નરોલી વિસ્તારમાં તસ્કરોએ ભારે આતંક મચાવ્યો છે. નરોલી ગામની જાણીતી વેદાંતા સોસાયટીમાં મોડી રાત્રે હથિયારો સાથે ત્રાટકેલા ચાર જેટલા તસ્કરોએ એક બંધ ફ્લેટને નિશાન બનાવી તરખાટ મચાવ્યો હતો. તસ્કરોએ ફ્લેટના તાળા તોડી અંદરથી રોકડ રકમ અને સોનાના દાગીના મળી કુલ ૧.૫૦ લાખના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ…
Read Moreઓમકાર વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ પહોંચ્યા પોલીસ સ્ટેશન: ખાખી વર્દીની કામગીરી જાણી | Students Visit Naroli Police Station
ઓમકાર વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ પહોંચ્યા પોલીસ સ્ટેશન: ખાખી વર્દીની કામગીરી જાણી | Students Visit Naroli Police Station દાનહના નરોલી ગામમાં આવેલી ઓમકાર વિદ્યામંદિરના ધોરણ આઠના વિદ્યાર્થીઓએ આજે અચાનક નરોલી પોલીસ સ્ટેશનની મુલાકાત લેતા સમગ્ર વિસ્તારમાં કૌતુક સાથે ચકચાર મચી ગઈ હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના શૈક્ષણિક અનુભવોને વધુ શક્તિશાળી બનાવવાનો અને પોલીસની કામગીરી પ્રત્યેની સમજ કેળવવાનો હતો. પોલીસ સ્ટેશનના માહોલમાં બાળકોને જોઈ પોલીસ અધિકારીઓએ પણ ઉમળકાભેર તેમનું સ્વાગત કર્યું હતું. નરોલી પોલીસ સ્ટેશનમાં હાજર અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનમાં કઈ રીતે કાર્ય કરવામાં આવે છે તેની વિગતવાર સમજ આપવામાં…
Read Moreપ્રજાનો અવાજ: સેલવાસ રિવરફ્રન્ટની મરામત અને વાપી આસોપાલવ રોડના અધૂરા કામે નાગરિકો પરેશાન | Public Voice Highlights Selvas Riverfront Repair, Vapi Road Work Delay
પ્રજાનો અવાજ: સેલવાસ રિવરફ્રન્ટની મરામત અને વાપી આસોપાલવ રોડના અધૂરા કામે નાગરિકો પરેશાન | Public Voice Highlights Selvas Riverfront Repair, Vapi Road Work Delay દાનહના સેલવાસ નરોલી બ્રિજ પાસે પ્રશાસન દ્વારા વિકસાવાયેલ રિવરફ્રન્ટને સુશોભિત કરી જાહેર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ સ્થળે રોજે રોજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો તેમજ પર્યટકો મુલાકાત લે છે. જોકે હાલમાં રિવરફ્રન્ટ વિસ્તારમાં ઠેરઠેર ગંદકી જોવા મળી રહી છે. સાથે સાથે અનેક જગ્યાએ પાથરેલા પથ્થરો તૂટી ગયા છે અને કેટલાક સ્થળોએ રેલિંગ પણ લટકી પડેલી હાલતમાં છે. આ કારણે મુલાકાતીઓ માટે જોખમ ઊભું થયું…
Read Moreવલસાડ પોલીસનો ‘ખૌફ’: જિલ્લામાં ત્રણ દિવસમાં 400થી વધુ લોકો નશાની હાલતમાં ઝડપાયા
વલસાડ પોલીસનો ‘ખૌફ’: જિલ્લામાં ત્રણ દિવસમાં 400થી વધુ લોકો નશાની હાલતમાં ઝડપાયા થર્ટી ફર્સ્ટે કડક બંદોબસ્ત જોઈ લોકોએ દમણ–સેલવાસ જવાનું ટાળ્યું, બાર-રેસ્ટોરન્ટ ખાલીખમ રહ્યા થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન વલસાડ જિલ્લા પોલીસે કડક કાર્યવાહી કરીને જિલ્લામાં ‘પોલીસનો ખૌફ’ ઉભો કર્યો હતો. છેલ્લા ત્રણ દિવસમાં વલસાડ જિલ્લા પોલીસે 400થી વધુ લોકોને દારૂના નશામાં ઝડપીને કાર્યવાહી હાથ ધરી હતી. કડક બંદોબસ્ત અને સઘન ચેકિંગને કારણે વાપી અને આજુબાજુના વિસ્તારના લોકોએ સંઘપ્રદેશ દમણ અને સેલવાસ તરફ જવાનું મોટા પ્રમાણમાં ટાળ્યું હોવાનું જોવા મળ્યું. 31 ડિસેમ્બરની રાત્રે વાપી કચીગામ અને ડાભેલ ચેકપોસ્ટ પર દમણ…
Read MoreDaman–Silvassa News Today, Naroli & Dadra Local Updates — 03 December 2025
દાનહના કલા ગામે નિઃશુલ્ક સ્વાસ્થ્ય અને કેન્સર તપાસ શિબિરમાં 300થી વધુ લોકોએ લાભ લીધો દાદરા નગર હવેલીના કલા ગામે કૃષ્ણા કેન્સર એડ એસોસિએશન દ્વારા અમી પોલિમર કંપનીની સીએસઆર પહેલ અંતર્ગત નિઃશુલ્ક સ્વાસ્થ્ય અને કેન્સર તપાસ માટે વિશાળ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો શુભારંભ અમી પોલિમરના વરિષ્ઠ અધિકારી સારથ કુમાર, કૃષ્ણા કેન્સર એડ એસોસિએશનના વાઇસ ચેરમેન રવિ પાલસિંહ તંવર અને પંચાયત સભ્ય લક્ષીભાઈ કડુના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. આ શિબિરમાં નિષ્ણાત તબીબોની હાજરીમાં સ્ત્રીરોગ નિષ્ણાત, ઈએનટી નિષ્ણાત, ફિઝિશિયન, સર્જન તથા લેબ ટેકનીશિયન દ્વારા દર્દીઓની વિગતવાર તપાસ…
Read MoreDaman–Silvassa News Today, Naroli & Dadra Local Updates — 02 December 2025
તાવથી સેલવાસની ખાનગી હોસ્પિટલમાં બાળકીનું મોત, તબીબની બેદરકારીનો આક્ષેપ સેલવાસના આમલી વિસ્તારમાં રહેતા પરિવારની બે વર્ષીય બાળકીનું તાવની સારવાર દરમિયાન મોત થતાં તબીબની બેદરકારીના આક્ષેપો સામે આવ્યા છે. બાળકીની તબિયત બગડતા બે દિવસ અગાઉ તેને ખાનગી ચૈતન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. દરમિયાન તબિયત વધુ લથડતાં તબીબે વધુ સારવાર માટે નમો હોસ્પિટલમાં રિફર કરવાની સૂચના આપી હતી. 108 એમ્બ્યુલન્સ મારફતે બાળકી નમો હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે બાળકી પહેલેથી જ મૃત અવસ્થામાં હોવાનું જાહેર કર્યું હતું. આ ઘટનાથી પરિવારજનોને ભારે આઘાત લાગ્યો હતો. પરિવારજનોએ ચૈતન્ય…
Read MoreDaman–Silvassa News Today, Naroli & Dadra Local Updates — 01 December 2025
દાનહ દૂધનીમાં લાઈફ જેકેટ વિના બોટિંગ કરતા સહેલાણીઓ વડોદરાના હરણીકાંડ પછી પણ દાનહ પ્રવાસન વિભાગ દ્વારા સુરક્ષાની તકેદારીનો અભાવ દાનહના પ્રખ્યાત પ્રવાસન સ્થળ દૂધનીમાં બોટિંગ દરમિયાન સહેલાણીઓ લાઈફ જેકેટ વિના મોતની સવારી કરતા હોય તેવા ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા છે. ગુજરાતમાં વડોદરાના હરણી ખાતે બનેલી દુર્ઘટના અને નવસારીના ચીખલી નજીક બોટિંગ અકસ્માત બાદ પણ દૂધની ખાતે સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર બેદરકારી જોવા મળી રહી છે. અહીં સહેલાણીઓની સુરક્ષા અંગે ન તો પ્રવાસીઓ ગંભીર જણાય છે અને ન તો બોટ સંચાલકો કે પ્રવાસન વિભાગ કડક અમલ કરતો દેખાય છે. ગુજરાત અને સંઘપ્રદેશના…
Read More