ઉમરગામમાં ખાખરાના ગૃહઉદ્યોગથી બહેનો આત્મનિર્ભર બનતી જાય છે | Women Become Self-Reliant Through Khakhra Home Industry in Umargam

ઉમરગામમાં ખાખરાના ગૃહઉદ્યોગથી બહેનો આત્મનિર્ભર બનતી જાય છે | Women Become Self-Reliant Through Khakhra Home Industry in Umargam   ઉમરગામ પંથકમાં ખાખરા બનાવવાનો ગૃહઉદ્યોગ આજે બહેનો માટે રોજગારીનું મહત્વપૂર્ણ સાધન બની રહ્યો છે. ઉમરગામના ગોકુલધામ સહિતના અનેક વિસ્તારોમાં ખાખરા બનાવવાના ગૃહઉદ્યોગ સાથે જોડાયેલી બહેનો ઘરેબેઠા કામ કરી પોતાના પરિવારનો ગુજરાન ચલાવી રહી છે. પરંપરાગત રીતે ગુજરાતી નાસ્તામાં ખાખરાનું વિશેષ સ્થાન હોવાથી તેની માંગ વર્ષભર સતત રહે છે, જેનાથી આ ગૃહઉદ્યોગને મજબૂત આધાર મળ્યો છે. ઉમરગામમાં બનેલા ખાખરા આજે માત્ર સ્થાનિક બજાર પૂરતા સીમિત નથી રહ્યા. “મેક ઇન ઉમરગામ” તરીકે ઓળખાતા…

Read More

સંજાણનો યુવાન દેશસેવામાં જોડાયો: રોહન હિરાલાલ ગુપ્તાની ભારતીય સેનામાં પસંદગી | Sanjan Youth Rohan Hiralal Gupta Joins Indian Army

સંજાણનો યુવાન દેશસેવામાં જોડાયો: રોહન હિરાલાલ ગુપ્તાની ભારતીય સેનામાં પસંદગી | Sanjan Youth Rohan Hiralal Gupta Joins Indian Army   ઉમરગામ તાલુકાના સંજાણ ગામે જન્મેલા અને હાલ સંજાણ ઘીમસાં કાંકરિયા ખાતે રહેતા સાધારણ પરિવારના યુવાન રોહન હિરાલાલ ગુપ્તાએ દેશપ્રેમની ભાવનાથી ભારતીય સેનામાં જોડાઈ દેશની રક્ષા કરવાનો સંકલ્પ સાકાર કર્યો છે. રોહનની ભારતીય આર્મીમાં પસંદગી થતા સંજાણ ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં ગૌરવ અને આનંદનો માહોલ જોવા મળ્યો છે. રોહન હાલ નાસિક ખાતે આવેલી આર્ટિલરી સેન્ટરમાં આર્મીની પ્રાથમિક ટ્રેનિંગ શરૂ કરી ચૂક્યો છે. રોહન હિરાલાલ ગુપ્તા વલસાડની શાહ એન.એચ. કોમર્સ કોલેજમાં અભ્યાસ…

Read More

ઉમરગામના પુનાટ આશ્રમ દ્વારા ગાયના ગોબરમાંથી 50 જેટલી જીવન જરૂરિયાતની વસ્તુઓનું નિર્માણ: સેવા અને પર્યાવરણનો અનોખો સંગમ | Punat Akhandanand Ashram Creates 50 Daily Use Items from Cow Dung: A Legacy of 15 Years of Social Service

ઉમરગામના પુનાટ આશ્રમ દ્વારા ગાયના ગોબરમાંથી 50 જેટલી જીવન જરૂરિયાતની વસ્તુઓનું નિર્માણ: સેવા અને પર્યાવરણનો અનોખો સંગમ | Punat Akhandanand Ashram Creates 50 Daily Use Items from Cow Dung: A Legacy of 15 Years of Social Service   ઉમરગામ તાલુકાનું પુનાટ સ્થિત અખંડાનંદ આશ્રમ છેલ્લા 15 વર્ષથી માનવ સેવા અને ગૌસેવાના કાર્યોમાં એક અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. આશ્રમ દ્વારા માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓ જ નહીં, પરંતુ ગૌ-વિજ્ઞાન અને શિક્ષણ ક્ષેત્રે પણ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. તાજેતરમાં પૂનમના ઉત્સવ નિમિત્તે આશ્રમ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને વસ્ત્ર વિતરણ અને મહાપ્રસાદનું…

Read More

કરજગામ–કનાડુના 200 સાંઈ ભક્તો શિરડી દર્શને નીકળ્યા, પાલખી સાથે ભવ્ય પદયાત્રા પ્રસ્થાન | 200 Sai Devotees from Karjagam and Kanadu Leave for Shirdi Darshan

કરજગામ–કનાડુના 200 સાંઈ ભક્તો શિરડી દર્શને નીકળ્યા, પાલખી સાથે ભવ્ય પદયાત્રા પ્રસ્થાન | 200 Sai Devotees from Karjagam and Kanadu Leave for Shirdi Darshan   ઉમરગામ તાલુકાના કરજગામ અને કનાડુ ગામના સાંઈ ભક્તોએ અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે શનિવારે શિરડી સાંઈ મંદિરે દર્શન માટે પદયાત્રા શરૂ કરી હતી. બંને ગામોના મળીને અંદાજે 200 જેટલા સાંઈ ભક્તો આ ધાર્મિક યાત્રામાં જોડાયા હતા. ભક્તિમય માહોલ વચ્ચે કનાડુ સ્થિત સાંઈ મંદિરે પાલખીની વિધિવત પૂજા–અર્ચના કરી યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. પાલખી ઉચકીને પદયાત્રાની શરૂઆત કરજગામના સામાજિક અગ્રણી કમલેશભાઈ ઘોડી અને મનીષભાઈ ધોડી દ્વારા…

Read More

ભીલાડ ફાટક ટ્રેક રિપેરિંગ માટે 7 જાન્યુઆરી સુધી બંધ: સરીગામના ઉદ્યોગો અને વાહનચાલકોને મોટો ચકરાવો | Bhilad Railway Crossing Closed Until Jan 7 for Maintenance

ભીલાડ ફાટક ટ્રેક રિપેરિંગ માટે 7 જાન્યુઆરી સુધી બંધ: સરીગામના ઉદ્યોગો અને વાહનચાલકોને મોટો ચકરાવો | Bhilad Railway Crossing Closed Until Jan 7 for Maintenance   વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે આવેલું રેલવે ફાટક નંબર 74 ફરી એકવાર મરામત કાર્ય માટે બંધ કરવામાં આવ્યું છે. પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેક અને રોડ રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવતા 3 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી આ ફાટક પરથી વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે સરીગામ જીઆઈડીસીના ઉદ્યોગો અને હજારો વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડશે. 700થી વધુ ઔદ્યોગિક એકમોને અસર…

Read More

ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: 5 કિમીની મેરેથોન જીત્યા બાદ વિદ્યાર્થિની રોશની જિંદગીની બાજી હારી ગઈ | Umargam School Girl Roshni Dies After Winning 2nd Rank in 5km Marathon

ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: 5 કિમીની મેરેથોન જીત્યા બાદ વિદ્યાર્થિની રોશની જિંદગીની બાજી હારી ગઈ | Umargam School Girl Roshni Dies After Winning 2nd Rank in 5km Marathon   વલસાડ જિલ્લાના ઉમરગામમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલી વેવજી વિસ્તારની ભારતી એકેડમી સ્કૂલની ધોરણ-10ની વિદ્યાર્થિનીનું સ્પોર્ટ્સ ડે દરમિયાન મોત નીપજ્યું છે. 16 વર્ષીય રોશની ગોસ્વામીએ શાળામાં આયોજિત 5 કિમીની મેરેથોન દોડ પૂર્ણ કરી બીજો નંબર તો મેળવ્યો, પરંતુ કમનસીબે તે જિંદગીની દોડમાં હારી ગઈ. મેરેથોન પૂરી કર્યા બાદ તુરંત જ રોશની મેદાન પર…

Read More

વલસાડ મામલતદાર કચેરીમાં મતદાર સુધારણા મુદ્દે ભારે ધસારો | Valsad Mamlatdar Office Sees Rush Over Voter List Review

વલસાડ મામલતદાર કચેરીમાં મતદાર સુધારણા મુદ્દે ભારે ધસારો | Valsad Mamlatdar Office Sees Rush Over Voter List Review   વલસાડ જિલ્લામાં ચાલી રહેલી મતદાર યાદીની પુનઃસમીક્ષા પ્રક્રિયા દરમિયાન ગ્રામ્ય વિસ્તારોના મતદારોનો મામલતદાર કચેરીઓમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વલસાડ ગ્રામ્ય મામલતદાર કચેરીમાં મતદારોની અચાનક વધી ગયેલી ભીડના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ભીડ એટલી વધી ગઈ છે કે અધિકારીઓ અને કર્મચારીઓ પણ પરિસ્થિતિ સંભાળવામાં અસહાય બન્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. વલસાડ જિલ્લાના પારડી, ધરમપુર, કપરાડા, વલસાડ, વાપી અને ઉમરગામ તાલુકાઓમાં મતદાર યાદી સુધારણા માટે બે તબક્કાની…

Read More

ઉમરગામ નગરપાલિકાએ કોમન પ્લોટ દબાણ મુદ્દે નોટિસ, અન્ય દબાણો દૂર કરવાની પણ માગ ઉઠી | Umargam Municipality Issues Notice on Common Plot Encroachment

ઉમરગામ નગરપાલિકાએ કોમન પ્લોટ દબાણ મુદ્દે નોટિસ, અન્ય દબાણો દૂર કરવાની પણ માગ ઉઠી | Umargam Municipality Issues Notice on Common Plot Encroachment   ઉમરગામ નગરપાલિકા દ્વારા ગાંધીવાડીના દેવધામ વિસ્તારમાં આવેલા એક કોમન પ્લોટ પર અચાનક સર્વે હાથ ધરી દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પાલિકાની આ કાર્યવાહીથી શહેરના નાગરિકોમાં આશા જાગી છે કે હવે માત્ર એક જ સ્થળ પૂરતું નહીં પરંતુ શહેરના અન્ય વિસ્તારોમાં થયેલા દબાણો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. નગરજનોના જણાવ્યા મુજબ ઉમરગામ નગરપાલિકાના ગાંધીવાડી વિસ્તાર સહિત આસપાસના અનેક વિસ્તારોમાં લાંબા સમયથી કોમન પ્લોટ ઉપર…

Read More

નંદીગામમાં વન જમીનમાંથી રસ્તો પહોળો કરવાની તજવીજ સામે આદિવાસી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો | Tribal Farmers Protest Forest Land Road Widening Plan in Nandigram

નંદીગામમાં વન જમીનમાંથી રસ્તો પહોળો કરવાની તજવીજ સામે આદિવાસી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો | Tribal Farmers Protest Forest Land Road Widening Plan in Nandigram   ઉમરગામ તાલુકાના નંદીગામ વિસ્તારમાં વન ખાતાની જમીનમાંથી રસ્તો પહોળો કરવાની તજવીજ સામે કબજેદાર આદિવાસી ખેડૂતોએ રોષ વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો છે. નંદીગામ હાઇવેથી પટેલ પાડા પ્રાથમિક શાળા સુધીના અંદાજે 80 મીટર લાંબા માર્ગને પહોળો કરવાની પ્રક્રિયા અંતર્ગત વન ખાતાના અધિકારીઓએ શુક્રવારે સ્થળ ચકાસણી કરતા સ્થાનિકોમાં અસંતોષ ફેલાયો હતો. ઉમરગામ તાલુકાના નંદીગામ ગામમાં ને.હા.48થી પટેલ પાડા પ્રાથમિક શાળા સુધી વન ખાતાની જમીન આવેલી છે. આ જમીનમાંથી ઝરોલી…

Read More

ઉમરગામમાં યુવકની હત્યા કેસમાં આરોપીને આજીવન કેદની સજા

ઉમરગામમાં યુવકની હત્યા કેસમાં આરોપીને આજીવન કેદની સજા   ઘર બહારના ઝઘડાની અદાવતમાં જમવા બેઠેલા યુવક પર પાછળથી લાકડાનો ઘાતક હુમલો ઉમરગામ તાલુકામાં થયેલી યુવકની હત્યાના કેસમાં કોર્ટે આરોપીને આજીવન કેદની કડક સજા સંભળાવી છે. વર્ષ 2022માં થયેલા આ ગંભીર ગુનામાં પડોશીએ ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી જમવા બેઠેલા યુવક પર પાછળથી લાકડાથી હુમલો કરતા તેનું મોત થયું હતું. 5 ફેબ્રુઆરી 2022ના રોજ ઉમરગામ તાલુકાના જંબૂરી છીપાવાડ ફળિયા ખાતે રહેતા અંજુબેન વારલીના ઘરમાં આરોપી વિપુલ નારણ હળપતિ (ઉ.વ. 35, રહે. જંબૂરી)એ ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. ઘર બહાર થયેલા ઝઘડાની અદાવત રાખી…

Read More