કરજગામ–કનાડુના 200 સાંઈ ભક્તો શિરડી દર્શને નીકળ્યા, પાલખી સાથે ભવ્ય પદયાત્રા પ્રસ્થાન | 200 Sai Devotees from Karjagam and Kanadu Leave for Shirdi Darshan

કરજગામ–કનાડુના 200 સાંઈ ભક્તો શિરડી દર્શને નીકળ્યા, પાલખી સાથે ભવ્ય પદયાત્રા પ્રસ્થાન | 200 Sai Devotees from Karjagam and Kanadu Leave for Shirdi Darshan

 

ઉમરગામ તાલુકાના કરજગામ અને કનાડુ ગામના સાંઈ ભક્તોએ અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે શનિવારે શિરડી સાંઈ મંદિરે દર્શન માટે પદયાત્રા શરૂ કરી હતી. બંને ગામોના મળીને અંદાજે 200 જેટલા સાંઈ ભક્તો આ ધાર્મિક યાત્રામાં જોડાયા હતા. ભક્તિમય માહોલ વચ્ચે કનાડુ સ્થિત સાંઈ મંદિરે પાલખીની વિધિવત પૂજા–અર્ચના કરી યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

પાલખી ઉચકીને પદયાત્રાની શરૂઆત કરજગામના સામાજિક અગ્રણી કમલેશભાઈ ઘોડી અને મનીષભાઈ ધોડી દ્વારા કરવામાં આવી હતી. “સાંઈ રામ”ના જયઘોષ સાથે ભક્તોએ શિરડી તરફ પગલાં માંડ્યા હતા. સમગ્ર વાતાવરણ ભક્તિરસથી છલકાઈ ઉઠ્યું હતું અને ગામજનો દ્વારા યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

પદયાત્રાનો પ્રથમ રાત્રિ ઉતારો કરજગામ ખાતે યોજાયો હતો. કરજગામના સરપંચ નીલાબેન ધોડી અને સામાજિક કાર્યકર્તા કમલેશભાઈ ધોડીના નિવાસ સ્થાને ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. સરપંચ દ્વારા ભક્તો માટે મહાપ્રસાદ અને ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 3 હજારથી વધુ ભાવિક ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. રાત્રિ દરમિયાન ભજન–કીર્તન અને ડાયરાથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો.

શનિવારે પદયાત્રાના પ્રસ્થાન પ્રસંગે ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર, ભાજપ સંગઠન પ્રમુખ ડૉ. નિરવ શાહ, કરજગામના સરપંચ નીલાબેન ધોડી, કમલેશ ધોડી, મનીષ ધોડી, મનીષ રાય સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ પાલખીને પ્રસ્થાન કરાવી ભક્તોને શુભકામનાઓ પાઠવી હતી અને યાત્રાની સલામતી માટે શુભેચ્છા વ્યક્ત કરી હતી.

કરજગામ અને કનાડુ ગામમાં દર વર્ષે સાંઈ બાબાની પદયાત્રાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. ભક્તોનું કહેવું છે કે શિરડી સુધીની આ યાત્રા માત્ર દર્શન પૂરતી નથી, પરંતુ ભક્તિ, શિસ્ત, સમર્પણ અને એકતાનો સંદેશ આપતી આધ્યાત્મિક અનુભૂતિ છે. સાંઈ બાબા પ્રત્યેની આ અતૂટ શ્રદ્ધા સાથે ભક્તો શિરડી તરફ આગળ વધ્યા છે.

#કરજગામ #કનાડુ #શિરડીયાત્રા #સાંઈભક્તો #SaiPadyatra #ShirdiDarshan #Umargam #ValsadDistrict #GujaratiNews #SaiBhakti


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

Related posts

Leave a Comment