September 3, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Umbergaon

ઉમરગામ નગરપાલિકાએ કોમન પ્લોટ દબાણ મુદ્દે નોટિસ, અન્ય દબાણો દૂર કરવાની પણ માગ ઉઠી | Umargam Municipality Issues Notice on Common Plot Encroachment

ઉમરગામ નગરપાલિકાએ કોમન પ્લોટ દબાણ મુદ્દે નોટિસ, અન્ય દબાણો દૂર કરવાની પણ માગ ઉઠી | Umargam Municipality Issues Notice on Common Plot Encroachment

 

ઉમરગામ નગરપાલિકા દ્વારા ગાંધીવાડીના દેવધામ વિસ્તારમાં આવેલા એક કોમન પ્લોટ પર અચાનક સર્વે હાથ ધરી દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પાલિકાની આ કાર્યવાહીથી શહેરના નાગરિકોમાં આશા જાગી છે કે હવે માત્ર એક જ સ્થળ પૂરતું નહીં પરંતુ શહેરના અન્ય વિસ્તારોમાં થયેલા દબાણો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

નગરજનોના જણાવ્યા મુજબ ઉમરગામ નગરપાલિકાના ગાંધીવાડી વિસ્તાર સહિત આસપાસના અનેક વિસ્તારોમાં લાંબા સમયથી કોમન પ્લોટ ઉપર દબાણો થયા છે. આ દબાણો દૂર કરવા માટે આજદિન સુધી પાલિકા દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા ન હતા, જેના કારણે સમય જતાં દબાણોની સંખ્યા વધતી ગઈ છે.

આ પરિસ્થિતિ વચ્ચે એક ફરિયાદના આધારે ઉમરગામના દેવધામ વિસ્તારમાં આવેલા કોમન પ્લોટ પર પાલિકાએ દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરી હતી. પાલિકાની આ અચાનક કામગીરીને કેટલાક નાગરિકો ‘ઘોડા ચોરાયા બાદ તબેલાને તાળું મારવા’ જેવી ગણાવી રહ્યા છે. તેમ છતાં, આ શરૂઆતને સકારાત્મક પગલું માનતા નગરજનો હવે માંગ કરી રહ્યા છે કે શહેરના અન્ય કોમન પ્લોટ પર થયેલા દબાણો પણ તાત્કાલિક દૂર કરવામાં આવે.

નગરજનોમાં ચર્ચા છે કે જો પાલિકા તમામ વિસ્તારોમાં સમાન રીતે કાર્યવાહી કરશે તો જાહેર જમીનનું રક્ષણ થશે અને ભવિષ્યમાં દબાણોની સમસ્યા પર અંકુશ આવી શકશે.

#ઉમરગામ #UmargamMunicipality #CommonPlot #Encroachment #નગરપાલિકા #CivicAction #GujaratNews #ValsadNews


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *