September 3, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Umbergaon Sanjan

સંજાણનો યુવાન દેશસેવામાં જોડાયો: રોહન હિરાલાલ ગુપ્તાની ભારતીય સેનામાં પસંદગી | Sanjan Youth Rohan Hiralal Gupta Joins Indian Army

સંજાણનો યુવાન દેશસેવામાં જોડાયો: રોહન હિરાલાલ ગુપ્તાની ભારતીય સેનામાં પસંદગી | Sanjan Youth Rohan Hiralal Gupta Joins Indian Army

 

ઉમરગામ તાલુકાના સંજાણ ગામે જન્મેલા અને હાલ સંજાણ ઘીમસાં કાંકરિયા ખાતે રહેતા સાધારણ પરિવારના યુવાન રોહન હિરાલાલ ગુપ્તાએ દેશપ્રેમની ભાવનાથી ભારતીય સેનામાં જોડાઈ દેશની રક્ષા કરવાનો સંકલ્પ સાકાર કર્યો છે. રોહનની ભારતીય આર્મીમાં પસંદગી થતા સંજાણ ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં ગૌરવ અને આનંદનો માહોલ જોવા મળ્યો છે. રોહન હાલ નાસિક ખાતે આવેલી આર્ટિલરી સેન્ટરમાં આર્મીની પ્રાથમિક ટ્રેનિંગ શરૂ કરી ચૂક્યો છે.

રોહન હિરાલાલ ગુપ્તા વલસાડની શાહ એન.એચ. કોમર્સ કોલેજમાં અભ્યાસ કરી રહ્યો છે. બાળપણથી જ દેશસેવા માટે સેનામાં જોડાવાનું સ્વપ્ન જોયેલું રોહન આ ધ્યેય તરફ સતત આગળ વધતો રહ્યો. શિક્ષણ દરમિયાન તે એનસીસી સાથે જોડાયો હતો, જ્યાંથી તેને શિસ્ત, દેશપ્રેમ અને સૈન્ય જીવનની પ્રેરણા મળી હતી. એનસીસી દ્વારા મળેલી તાલીમ અને માર્ગદર્શન તેના માટે સેનાની તૈયારીમાં મહત્વપૂર્ણ સાબિત થયું હતું.

ભારતીય સેનાની ભરતી પ્રક્રિયા અંતર્ગત રોહને સુરત સેન્ટર પર યોજાયેલી કોમ્પ્યુટર આધારિત પરીક્ષા આપી હતી, જેમાં તેણે ઉત્તમ ગુણ મેળવ્યા હતા. લેખિત પરીક્ષા બાદ સેનામાં ભરતી માટેની સૌથી કઠિન ગણાતી ફિઝિકલ ટેસ્ટની કસોટી રોહને હિંમતનગર સેન્ટર પર હિંમતપૂર્વક આપી હતી. સખત મહેનત, નિયમિત અભ્યાસ અને દ્રઢ મનોબળના આધારે તેણે તમામ શારીરિક કસોટીઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.

લખિત અને શારીરિક બંને પરીક્ષાઓમાં સફળતા મેળવતા રોહનની પસંદગી ભારતીય આર્મીમાં કરવામાં આવી હતી. આ સિદ્ધિથી સંજાણ ગામ તથા આજુબાજુના ગામોના લોકોએ ગર્વ અનુભવી રોહનને શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવ્યા હતા. ગામલોકોનું કહેવું છે કે રોહનની સફળતા અન્ય યુવાનો માટે પ્રેરણારૂપ બનશે અને દેશસેવામાં જોડાવાની ભાવનાને વધુ મજબૂત બનાવશે.

રોહનનો પરિવાર પણ પોતાના દીકરાની આ સિદ્ધિથી ગર્વની લાગણી અનુભવી રહ્યો છે. પરિવારજનો જણાવે છે કે સાધારણ પરિસ્થિતિ હોવા છતાં રોહને ક્યારેય હાર માનેલી નથી અને પોતાના સપનાને સાકાર કરવા સતત મહેનત કરી છે. હવે રોહન ભારતીય સેનામાં જોડાઈ દેશની સેવા કરશે તે વિચાર માત્ર પરિવાર માટે નહીં પરંતુ સમગ્ર સંજાણ વિસ્તાર માટે ગૌરવની બાબત બની છે.

#સંજાણ #ઉમરગામ #દેશસેવા #ભારતીયસેના #IndianArmy #RohanGupta #YouthInArmy #ValsadNews #Sanjan #NationPride


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *