September 3, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Umbergaon Maroli

ઉમરગામમાં હાઇડ્રા ક્રેનની અડફેટે મહિલાનું મોત, પતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત | Woman Killed, Husband Injured in Hydra Crane Accident in Umargam

ઉમરગામમાં હાઇડ્રા ક્રેનની અડફેટે મહિલાનું મોત, પતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત | Woman Killed, Husband Injured in Hydra Crane Accident in Umargam

 

ઉમરગામ તાલુકાના મરોલીથી દમણ જતા માર્ગ પર શનિવારે સાંજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બાઇક પર જઈ રહેલા દંપતિને હાઇડ્રા ક્રેનના ચાલકે અડફેટમાં લેતા પત્નીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે પતિને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ, મરોલીથી દમણ તરફ જઈ રહેલા હિરો હોન્ડા CBZ એક્સ્ટ્રીમ બાઇક નં. GJ15NN8983 પર સવાર દંપતિને સાંજે અંદાજે 4 થી 4:30 વાગ્યાના અરસામાં પીળા રંગની હાઇડ્રા ક્રેનના ચાલકે પુરઝડપે અને બેદરકારીપૂર્વક વાહન ચલાવતા અડફેટમાં લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક પર સવાર જ્યોત્સનાબેન પંકજભાઈ કોળીને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

આ અકસ્માતમાં જ્યોત્સનાબેનના પતિ પંકજભાઈ જગલાભાઈ કોળીને પણ ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે વાપીની હરીયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

આ મામલે હાઇડ્રા ક્રેનના ચાલક દેવીદરકુમાર સુખદેવસિંગ, હાલ રહે. ફણસા ચાર રસ્તા, ધનસુખભાઈ મોહનભાઈ ટંડેલની ચાલીમાં, તા. ઉમરગામ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે અકસ્માતના કારણો અંગે તપાસ શરૂ કરી છે અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના મુદ્દે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ અકસ્માતથી મરોલી અને ઉમરગામ પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિકોએ ભારે વાહનોની બેદરકારી અને પુરઝડપ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે, જેથી આવી દુર્ઘટનાઓને અટકાવી શકાય.

#ઉમરગામ #મરોલી #દમણમાર્ગ #હાઇડ્રાક્રેન #માર્ગઅકસ્માત #મહિલાનુંમોત #પતિઇજાગ્રસ્ત #UmargamNews #RoadAccident #HydraCraneAccident #ValsadDistrict #TrafficAccident #GujaratiNews


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *