September 3, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Union Territory Dadra

દાનહમાં ચેક બાઉન્સ કેસમાં આરોપીને 6 માસની સજા, 9.10 લાખ વળતર ચૂકવવાનો કોર્ટે આદેશ | 6 Months Jail in Cheque Bounce Case in Dadra and Nagar Haveli

દાનહમાં ચેક બાઉન્સ કેસમાં આરોપીને 6 માસની સજા, 9.10 લાખ વળતર ચૂકવવાનો કોર્ટે આદેશ | 6 Months Jail in Cheque Bounce Case in Dadra and Nagar Haveli

 

વળતર પેટે રૂ. 9.10 લાખ ચૂકવવાનો કોર્ટે આદેશ કર્યો છે. દાદરા અને નગર હવેલીની અદાલતમાં ચેક બાઉન્સ સાથે ઉચાપત અને છેતરપિંડીના કેસમાં આરોપીને છ માસની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે. સાથે જ ફરિયાદીને વળતર તરીકે રૂ. 9.10 લાખ ચૂકવવાનો આદેશ પણ કોર્ટે આપ્યો છે.

નાણાકીય સહાય બાદ વિશ્વાસઘાતની ઘટના:-
આ કેસમાં સિલ્વાસાના રહેવાસી ઉમાકાંત પ્રભુનાથ મિશ્રા અને જોન સેલ્વન લાંબા સમયથી એકબીજાને ઓળખતા હતા. ઓક્ટોબર 2016ના સમયગાળા દરમિયાન જોન સેલ્વને ઉમાકાંત મિશ્રા પાસે રૂ. 6.50 લાખની નાણાકીય સહાય માગી હતી. ઓળખાણ અને વિશ્વાસના આધારે ફરિયાદીએ આ રકમ આરોપીને આપી હતી.

બે ચેક આપ્યા પરંતુ બાઉન્સ થયા:-
લાંબા સમય સુધી રકમ પરત ન આપ્યા બાદ 22 ફેબ્રુઆરી 2021ના રોજ જોન સેલ્વને રૂ. 2 લાખ અને રૂ. 4.50 લાખના બે અલગ-અલગ ચેક આપ્યા હતા. પરંતુ આ બંને ચેક બેંકમાં રજૂ કરતાં બાઉન્સ થયા હતા, જેના કારણે ફરિયાદીને આર્થિક નુકસાન ભોગવવું પડ્યું હતું.

વારંવાર માગ છતાં ચુકવણી ન થતાં કોર્ટનો આશ્રય:-
ચેક બાઉન્સ થયા બાદ પણ બે મહિના સુધી આરોપીએ રકમ પરત ન કરતાં અને વારંવારની માંગ છતાં કોઈ ઉકેલ ન આવતા અંતે ઉમાકાંત મિશ્રાએ કાયદાનો આશ્રય લીધો હતો. એપ્રિલ 2021માં એડવોકેટ રાજેશ્વર શુક્લા મારફતે દાદરા અને નગર હવેલીના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો:-
કોર્ટમાં બંને પક્ષોની દલીલો અને રજૂ થયેલા પુરાવાની વિગતવાર તપાસ બાદ અદાલતે ફરિયાદીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે આરોપી જોન સેલ્વનને છ માસની સાદી કેદની સજા ફટકારી હતી તેમજ મૂળ રકમ રૂ. 6.50 લાખના બદલે રૂ. 9.10 લાખ વળતર તરીકે ચૂકવવાનો આદેશ કર્યો હતો.

ચેક બાઉન્સ કેસમાં કડક સંદેશ:-
કોર્ટના આ ચુકાદાથી ચેક બાઉન્સ તથા નાણાકીય છેતરપિંડીના કેસોમાં કાયદો કેટલો કડક છે તે સ્પષ્ટ થાય છે. વિશ્વાસના આધારે લેવાયેલી રકમ પરત ન આપવી ગંભીર ગુનો હોવાનું અદાલતે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે.

#Dadrahavelinews #SilvassaNews #ChequeBounceCase #CourtVerdict #LegalNews #FraudCase #ChequeBounceVerdict #DadraAndNagarHaveli #BreakingNews #LocalCourtNews #દાનહસમાચાર #સિલ્વાસાન્યૂઝ #ચેકબાઉન્સકેસ #કોર્ટચુકાદો #છેતરપિંડી #કાયદેસમાચાર


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *