September 3, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Umbergaon Shodshumba

સોળસુંબામાં વરલી મટકાનો જુગાર રમતો એક ઝડપાયો, રૂ.13,110નો મુદ્દામાલ જપ્ત | Umargam Police Arrest One for Worli Matka Gambling in Solsumbha

સોળસુંબામાં વરલી મટકાનો જુગાર રમતો એક ઝડપાયો, રૂ.13,110નો મુદ્દામાલ જપ્ત | Umargam Police Arrest One for Worli Matka Gambling in Solsumbha

 

ઉમરગામ તાલુકાના સોળસુંબા વિસ્તારમાં વરલી મટકાનો જુગાર રમતા અને રમાડતા એક ઇસમને ઉમરગામ પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. ઉમરગામ પોલીસ મથકને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેઇડ કરી આ કાર્યવાહી કરી હતી, જેમાં આરોપી પાસેથી કુલ રૂ.13,110નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ઉમરગામ પોલીસ મથકના પીઆઈ એન.સી. સગર, એ.એસ.આઈ. હિતેશ પ્રેમજી તથા પોલીસ કર્મી પ્રેમિલસિંહ ગોબરભાઈ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સોળસુંબા વિસ્તારમાં વરલી મટકાનો જુગાર ચાલતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી સોળસુંબા ખાતે રાધિકા રેસીડન્સીની બહાર મેન રોડ પર રેઇડ હાથ ધરી હતી.

રેઇડ દરમિયાન આંક ફરકના વરલી મટકાનો જુગાર રમતો અને રમાડતો વિશાલ અજય ત્રિપાઠી (ઉ.વ.32), રહે. સોળસુંબા, સ્વપ્નલોક સોસાયટી, માણેક વીંગ, ડી/112ને પોલીસે રંગેહાથ ઝડપી લીધો હતો. આરોપી પાસેથી રોકડા રૂ.8,110 તથા એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. કુલ મળીને રૂ.13,110નો મુદ્દામાલ પોલીસે કબજે લીધો છે.

આ મામલે ઉમરગામ પોલીસે આરોપી વિરુદ્ધ જુગાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઉમરગામ પોલીસ દ્વારા વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ પર નજર રાખી કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ પોલીસ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

#ઉમરગામ #સોળસુંબા #વરલીમટકો #જુગાર #UmargamPolice #CrimeNews #ValsadNews #GujaratiNews


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *