September 4, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Navsari Bilimora Chikhli

ઢોલુંબરમાં વન વિભાગનો સપાટો: સાગના વૃક્ષોનું ગેરકાયદે કટીંગ પકડાયું, ખેડૂત અને વેપારી સામે ગુનો | Illegal Teak Wood Seized in Chikhli: Forest Department Raids Dholumber Village

ઢોલુંબરમાં વન વિભાગનો સપાટો: સાગના વૃક્ષોનું ગેરકાયદે કટીંગ પકડાયું, ખેડૂત અને વેપારી સામે ગુનો | Illegal Teak Wood Seized in Chikhli: Forest Department Raids Dholumber Village

 

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ઢોલુંબર ગામે વન વિભાગની ટીમે બાતમીના આધારે દરોડો પાડી સાગના લાકડાનો મોટો જથ્થો કબજે કર્યો છે. પરવાનગી વગર અનામત પ્રકારના સાગના વૃક્ષો કાપવા બદલ વન વિભાગે ખેડૂત અને લાકડાના વેપારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી લાકડા ચોરીના વ્યવસાય સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

૯૫ વૃક્ષોના ૧૩૬ નંગ ટુકડાઓ જપ્ત

ચીખલી રેન્જ વન વિભાગના સ્ટાફે ઢોલુંબર ગામના દાદરી ફળિયા વિસ્તારમાં છાપો માર્યો હતો. તપાસ દરમિયાન વન વિભાગને વગર પરવાનગીએ કાપવામાં આવેલા સાગના નાના-મોટા ૯૫ વૃક્ષો મળી આવ્યા હતા. વન વિભાગે આ વૃક્ષોના ૧૩૬ નંગ ટુકડા, જેનું કુલ માપ ૫.૭૦૦ ઘન મીટર અને કિંમત અંદાજે ૨૮,૫૦૦ રૂપિયા આંકવામાં આવી છે, તે જથ્થો કબજે કર્યો હતો. આ તમામ મુદ્દામાલને એંધલ ખાતે આવેલા વન વિભાગના ડેપોમાં જમા કરવામાં આવ્યો છે.

ખેડૂત અને વેપારી સામે કાયદેસરની કાર્યવાહી

આ કેસમાં વન વિભાગે ખેડૂત ખાતેદાર નવનીત અમૃત પટેલ અને ઝાડ કાપનાર વેપારી અમૃતભાઈ નગીનભાઈ પટેલ (રહે. ફડવેલ, તા. ચીખલી) વિરુદ્ધ વન સંરક્ષણ ધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, વૃક્ષો કાપવા માટે જરૂરી સરકારી પરવાનગી લેવામાં આવી નહોતી. નિયમ મુજબ, અનામત પ્રકારના વૃક્ષો કાપવા માટે વન વિભાગની પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય છે.

ઇન્ચાર્જ રાજમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ વધી?

આ સમગ્ર કાર્યવાહી વચ્ચે એક ચર્ચાસ્પદ બાબત એ પણ સામે આવી છે કે ચીખલી રેન્જ કચેરીમાં છેલ્લા નવ મહિનાથી કાયમી RFO (રેન્જ ફોરેસ્ટ ઓફિસર) ની નિમણૂક થઈ નથી અને ઇન્ચાર્જ દ્વારા જ વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે. આ મામલે વધુ વિગતો જાણવા માટે જ્યારે ઇન્ચાર્જ RFO નો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે ફોન રિસિવ કર્યો નહોતો. અધિકારીઓની ગેરહાજરી અથવા ઇન્ચાર્જ વ્યવસ્થાના કારણે વન્ય સંપત્તિના નુકસાન અને ગેરકાયદે કટીંગની પ્રવૃત્તિઓ વધી રહી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

બીજી તરફ, ખેડૂતોનું કહેવું છે કે ખેતરમાં આવેલા વૃક્ષો કાપવાની પરવાનગી મેળવવાની પ્રક્રિયા અત્યંત જટિલ અને સમય માંગી લે તેવી છે. સમયસર પરવાનગી ન મળવાને કારણે ઘણીવાર ખેડૂતો મજબૂરીમાં અથવા વેપારીઓની લાલચમાં આવીને ગેરકાનૂની રીતે વૃક્ષોનું વેચાણ કરી દેતા હોય છે. વન વિભાગે આ પ્રક્રિયા સરળ બનાવવી જોઈએ જેથી આવા કિસ્સાઓ અટકાવી શકાય.

#ઢોલુંબર #ચીખલી #વનવિભાગ #સાગ #લાકડાચોરી #નવસારીન્યૂઝ #ગુજરાતસમાચાર #ખેડૂત #ગેરકાયદેકટીંગ #DholumberNews #ChikhliNews #ForestDepartment #TeakWoodSeizure #NavsariNews #ForestCrime #GujaratForest #VapiNews #WoodSmuggling #EnvironmentNews #IllegalLogging


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *