વાપી કરમખલ ખાડી ફળીયાની યુવતી ગુમ, પોલીસમાં ફરિયાદ | Young Woman Missing from Karamkhal Area, Vapi
વાપી નજીક કરમખલ ખાડી ફળીયામાં એક યુવતી ગુમ થવાનો બનાવ સામે આવ્યો છે. કરમખલ ખાડી ફળીયામાં રામચન્દ્ર યાદવની ચાલીમાં રહેતી અને મૂળ મધુબની, બિહારની રહેવાસી 20 વર્ષીય પ્રિતીકુમારી રામસાગર કામત 31 ડિસેમ્બર 20251ના રોજ બપોરે બે વાગ્યા પહેલા કોઈને કંઈ કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી.
યુવતી મોડે સુધી પરત ન ફરતા પરિવારજનોમાં ચિંતા ફેલાઈ હતી. પરિવાર દ્વારા ભારે શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પત્તો ન લાગતાં અંતે ડુંગરા પોલીસ મથકમાં યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ગુમ થનાર યુવતીની ઉંચાઈ અંદાજે 4 ફૂટ 8 ઈંચ છે અને તે વખતે તેણે બ્લુ કલરનો કુર્તો પહેરેલો હતો. પોલીસ દ્વારા ગુમ થયેલી યુવતીની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને કોઈને પણ આ અંગે માહિતી મળે તો નજીકના પોલીસ મથકનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
#VapiNews #Karamkhal #MissingGirl #GumYuvti #DungraPolice #ValsadNews #GujaratNews #MissingPerson
📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.
LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.
જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.
