દમણમાં રોંગ સાઈડ ઓવર સ્પીડ અકસ્માત, વાપીના એડવોકેટનો એકનો એક પુત્ર મોતને ભેટ્યો | Wrong-Side Speeding Scorpio Kills Young Man in Daman
દમણ–વાપી માર્ગ પર શનિવારે મળસ્કે બનેલી એક ભયાનક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. દમણના ખારીવાડ નજીક રોંગ સાઈડેથી ઓવર સ્પીડમાં આવી રહેલી સ્કોર્પિયો કારના ચાલકે સામેથી આવતી મારૂતિ કારને જોરદાર ટક્કર મારી દેતા વાપીના એડવોકેટ દંપતિના એકના એક પુત્રનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ અકસ્માત બાદ દમણ, વાપી અને આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.
મળસ્કે આશરે 3 વાગ્યાના સુમારે વાપીના મહિલા એડવોકેટ સોનલ ધર્મેશભાઈ રાજપૂતના પુત્ર ક્રિશ ધર્મેશ રાજપૂત પોતાની મારૂતિ કાર નં. GJ15CK5384 લઈને વાપીથી દમણ તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન દમણ–વાપી માર્ગ પર ખારીવાડ ખાતે ઘોડાના તબેલાવાળી જગ્યા નજીક મેઈન રોડ પર અચાનક સામે તરફથી એક સ્કોર્પિયો કાર પૂરઝડપે આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ સ્કોર્પિયો કાર નં. DD03AP0023 નો ચાલક કેયુર રમેશ પટેલ (ઉંમર 32), રહે. વટાર, દમણ તરફથી વાપી તરફ રોંગ સાઈડ પર આવી રહ્યો હતો. જણાવવામાં આવ્યું છે કે ચાલક નશાની હાલતમાં હતો અને પુરપાટ ઝડપે વાહન હંકારી રહ્યો હતો. અચાનક સ્કોર્પિયોએ મેઈન રોડ પર રોંગ સાઈડથી આવી ક્રિશની કારને સામેથી જોરદાર ટક્કર મારી હતી.
ટક્કર એટલી ભીષણ હતી કે મારૂતિ કારના આગળના ભાગના ભારે ચક્કરિયા પડી ગયા હતા. ઘટનાસ્થળે જ ક્રિશ ધર્મેશ રાજપૂતને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ આસપાસના લોકોએ ઘટનાસ્થળે દોડી આવી પોલીસને જાણ કરી હતી. હાઈવે જેવા વ્યસ્ત માર્ગ પર બનેલી આ ઘટનાથી લોકોમાં ભારે આઘાત અને દહેશત ફેલાઈ હતી.
આ ઘટનાની જાણ થતાં જ દમણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. હાલ દમણ પોલીસે IPC કલમ 281, 105 તેમજ મોટર વ્હિકલ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર અકસ્માતની વધુ તપાસ પીએસઆઈ હિરલ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે.
સ્કોર્પિયો કારના ચાલક કેયુર પટેલને પણ અકસ્માતમાં ઇજાઓ પહોંચતા તેને વાપીની હરિયા હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત સાથે ખસેડવામાં આવ્યો છે. હાલ તે સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત સમયે સ્કોર્પિયો રોંગ સાઈડ પર કેમ હતી અને નશાની સ્થિતિ અંગે પોલીસે તબીબી તપાસ સહિતના પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
આ દુર્ઘટનાના પગલે સમગ્ર રાજપૂત પરિવાર તેમજ વાપી–દમણના એડવોકેટ વર્ગમાં શોકની કાળી છવાઈ ગઈ છે. એકના એક પુત્રના અચાનક અવસાનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ઘટનાને લઈને વાપી અને દમણમાં ભારે ચર્ચા અને આક્રોશ જોવા મળી રહ્યો છે.
આ ઘટનામાં વધુ ચકચાર ત્યારે મચી ગઈ જ્યારે મૃતક ક્રિશ રાજપૂતના પિતાજી ધર્મેશ રાજપૂતે મોટી દમણની સરકારી હોસ્પિટલમાં ભારે હૃદયભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમનો પુત્ર નિયમિત રીતે વાપીથી દમણ આવજાવ કરતો હતો. સામે નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો કાર નશાની હાલતમાં પુરપાટ ઝડપે આવી રોંગ સાઈડ પરથી તેમના પુત્રની કારને ટક્કર મારી છે.
ધર્મેશ રાજપૂતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આ માત્ર અકસ્માત નથી પરંતુ મર્ડર છે. તેમનો આક્ષેપ છે કે સ્કોર્પિયો ચાલક કેયુર પટેલ ભૂતકાળમાં પણ દારૂની હેરાફેરીના કેસમાં 2019માં પકડાયેલો છે અને જાણીતો બુટલેગર છે. તેમ છતાં પોલીસ દ્વારા તેની સામે કડક કલમો દાખલ કરવામાં આવી નથી, જેને લઈને પરિવાર અને સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
હાલ આ ઘટનાએ ફરી એકવાર દમણ–વાપી માર્ગ પર રોંગ સાઈડ ડ્રાઈવિંગ, નશામાં વાહન ચલાવવું અને ઓવર સ્પીડ જેવા મુદ્દાઓ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. લોકો દ્વારા આ કેસમાં કડક કાર્યવાહી અને ન્યાયની માંગ ઉઠી રહી છે. દમણ પોલીસ દ્વારા તપાસ ચાલુ છે અને સમગ્ર ઘટનાને લઈને વધુ ખુલાસાની રાહ જોવામાં આવી રહી છે.
#DD03AP0023 #GJ15CK5384 #Daman #Vapi #RoadAccident #WrongSideDriving #Overspeed #BreakingNews #CrimeNews #AccidentNews #GujaratNews #LocalBreakingNews #DrunkDriving #HighwayAccident #JusticeForKrish #DamanVapiRoad
📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.
LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.
જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.
