September 4, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Vapi Pardi Valsad

20 વર્ષથી ‘Mr India’ બની છૂપાયેલો ઠગ ઝડપાયો | Wanted Fraud Accused Arrested After Two Decades

20 વર્ષથી ‘Mr India’ બની છૂપાયેલો ઠગ ઝડપાયો | Wanted Fraud Accused Arrested After Two Decades

 

કાયદાના હાથ લાંબા હોય છે. ઉક્તિને વલસાડ એલસીબીની ટીમે ફરી એક વખત સાચી સાબિત કરી છે. પારડી પોલીસ સ્ટેશનમાં બનાવટી દસ્તાવેજો બનાવી છેતરપિંડીના ગુનામાં વર્ષ 2006થી વોન્ટેડ રહેલો આરોપી આખરે 20 વર્ષ બાદ પોલીસના જાળમાં ફસાયો છે. વર્ષો સુધી પોલીસને થાપ આપી અલગ-અલગ સ્થળે છુપાઈ ફરતો અને નામ બદલીને રહેતો આ આરોપી છોટા ઉદેપુરમાંથી ઝડપાયો છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના અનુસાર જિલ્લામાં નાસતા ફરતા ગુનેગારોને પકડવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી હતી, જેના પરિણામે આ મોટી સફળતા હાથ લાગી છે.

પારડી પોલીસ મથકમાં નોંધાયેલા વર્ષ 2006ના છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજોના ગુનામાં સંડોવાયેલો આરોપી નેના રામ ઉર્ફે નરેશ ગણેશા રામ સુથાર (ઉંમર 55, મૂળ રહેવાસી રાજસ્થાન) છેલ્લા બે દાયકાથી ફરાર હતો. આરોપીએ પોતાની ઓળખ છુપાવવા માટે નામ બદલ્યું હતું અને છોટા ઉદેપુર જિલ્લાના ફતેપુરા વિસ્તારમાં સામાન્ય નાગરિક તરીકે રહેતો હતો. પોલીસની નજરથી બચવા માટે તેણે કોઈપણ પ્રકારની શંકા ન ઊભી થાય તે રીતે જીવન પસાર કર્યું હતું, પરંતુ અંતે પોલીસની સૂક્ષ્મ નજરમાંથી બચી શક્યો નહોતો.

વલસાડ એલસીબીના હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ રાઠોડ, કુલદીપસિંહ ઝાલા અને હરદીપસિંહ ગોહીલને ચોક્કસ બાતમી મળી હતી કે વર્ષોથી ફરાર આરોપી છોટા ઉદેપુર વિસ્તારમાં છુપાયો છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમે રણનીતિ ઘડી અને સચોટ ઓપરેશન હાથ ધર્યું. તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ટીમે છોટા ઉદેપુરના ફતેપુરા વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. આરોપીની ધરપકડ થતાં જ પારડી પોલીસ મથકમાં વર્ષોથી અધૂરી રહેલી તપાસને નવો વેગ મળ્યો છે.

આરોપી સામે પારડી પોલીસ સ્ટેશનમાં બનાવટી દસ્તાવેજો બનાવી છેતરપિંડી કરવાનો ગંભીર ગુનો નોંધાયેલો છે. તેની ધરપકડ બાદ હાલ તેને આગળની તપાસ માટે પારડી પોલીસના હવાલે કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપીના ભૂતકાળ, તેની સાથે સંકળાયેલા અન્ય સંભવિત સાગરીતો અને છેલ્લા 20 વર્ષ દરમિયાન તેણે કયા કયા સ્થળોએ રહી ગુનાહિત પ્રવૃત્તિઓ કરી હતી તે બાબતે વિસ્તૃત તપાસ શરૂ કરવામાં આવી છે.

સમગ્ર મામલાની વિગત મુજબ વર્ષ 2005માં આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી અમદાવાદમાંથી ભાડે લેવામાં આવેલી ટાટા સુમો ગાડીની ઉઠાંતરી કરી હતી. આ ગાડી પર નડીયાદ આરટીઓના ખોટા સહી અને સિક્કાવાળી બનાવટી આર.સી. બુક તૈયાર કરવામાં આવી હતી તેમજ ખોટી નંબર પ્લેટ લગાવવામાં આવી હતી. આ બનાવટી દસ્તાવેજોના આધારે ગાડીનો ઉપયોગ પ્રોહિબિશન એટલે કે દારૂની હેરાફેરી માટે કરવામાં આવતો હતો. બગવાડા ટોલનાકા નજીક આ શંકાસ્પદ ગાડી પકડાતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

પોલીસ તપાસ દરમિયાન આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ ઝડપાઈ ગયા હતા, પરંતુ મુખ્ય આરોપી નેના રામ ઉર્ફે નરેશ સુથાર આર્થિક લાભ મેળવવા ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરી 2006થી પોલીસને થાપ આપી ફરાર થયો હતો. તે સમયે પોલીસના હાથમાંથી બચી જવામાં સફળ રહ્યો હતો અને ત્યારબાદ વર્ષો સુધી અલગ-અલગ વિસ્તારોમાં છુપાઈ રહ્યો હતો. 20 વર્ષ સુધી કાયદાની પકડથી દૂર રહી પોતાનું જીવન ‘મિસ્ટર ઈન્ડિયા’ની જેમ અજ્ઞાત રાખનાર આ આરોપી આખરે પોલીસની મહેનત અને સતર્કતાના કારણે ઝડપાયો છે.

વલસાડ એલસીબીની આ કાર્યવાહીને જિલ્લામાં મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે. વર્ષો જૂના ગુનામાં વોન્ટેડ આરોપીની ધરપકડ થવાથી કાયદા પર લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, નાસતા ફરતા આરોપીઓ ભલે કેટલાય વર્ષો સુધી છુપાઈ જાય, પરંતુ કાયદાના હાથ લાંબા હોય છે અને એક દિવસ તેઓ પકડાય જ છે. આ ઘટનાએ ફરી એક વખત સાબિત કરી બતાવ્યું છે કે ગુનાહિત પ્રવૃત્તિ કરનારાઓ માટે અંતે કાયદાથી બચવું અશક્ય છે.

#ValsadLCB #PardiPolice #FraudAccusedArrested #FakeDocuments #CheatingCase #GujaratPolice #ChhotaUdepur #WantedCriminal #CrimeNews #LawAndOrder


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *