September 3, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Vapi

વાપી મનપામાં 11 ગામોનો સમાવેશ મુદ્દો ફરી સળગ્યો | Vapi Municipal 11 Villages Issue Turns Political

વાપી મનપામાં 11 ગામોનો સમાવેશ મુદ્દો ફરી સળગ્યો | Vapi Municipal 11 Villages Issue Turns Political

 

ચૂંટણીને હજુ સમય બાકી હોવા છતાં વાપી મહાનગરપાલિકામાં સમાવિષ્ટ 11 ગામોને લઈ રાજકીય ગરમાવો તેજ બનતો જઈ રહ્યો છે. છેલ્લાં થોડા દિવસોથી વાપી શહેર અને આસપાસના વિસ્તારોમાં આ મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. કોંગ્રેસ અને આપ પાર્ટી દ્વારા ગ્રામજનોના પ્રશ્નોને લઈને કરવામાં આવેલા વિરોધ બાદ હવે આ મુદ્દો ખુલ્લેઆમ રાજકીય સ્વરૂપ ધારણ કરતો દેખાઈ રહ્યો છે.

વાપી પાલિકાને મહાનગરપાલિકા તરીકે સત્તાવાર જાહેર કરાયા બાદ હવે લગભગ એક વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે. ત્યારે પણ મનપામાં સમાવિષ્ટ 11 ગામોને લઈને ઉઠેલો વિરોધ હજુ સુધી શાંત થયો નથી. રાજ્ય સરકારે જ્યારે વાપી મહાનગરપાલિકાની જાહેરાત કરી હતી ત્યારે શરૂઆતથી જ ગ્રામજનો તરફથી ઉગ્ર વિરોધ નોંધાયો હતો. તે સમય દરમિયાન અનેક વખત રજૂઆતો અને વિરોધના સુર ઉઠ્યા હતા.

છેલ્લા થોડા સમયથી કોંગ્રેસ અને આપ પાર્ટીએ 11 ગામોના સમાવેશ મુદ્દે ફરી અવાજ ઉઠાવ્યો છે. બંને પક્ષોએ ગ્રામજનોની સાથે હોવાનો દાવો કરી મનપા સામે વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસ દ્વારા આવેદનપત્રો આપવામાં આવ્યા છે અને રેલીનું આયોજન કરીને સરકાર સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. આપ પાર્ટીએ પણ 11 ગામોના લોકોની રજૂઆતો સાંભળી સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે.

બીજી તરફ આ 11 ગામોમાં રહેવાસીઓમાં સુવિધાઓના અભાવને લઈ રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે મહાનગરપાલિકામાં સમાવેશ થયા બાદ પણ મૂળભૂત સુવિધાઓનો લાભ હજુ સુધી પૂરતો મળતો નથી. રસ્તા, ડ્રેનેજ, પાણી અને અન્ય વિકાસ કામો ચાલુ તો છે, પરંતુ તેનું પૂરતું પરિણામ દેખાતું નથી. જેના કારણે દૈનિક જીવનમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ સમગ્ર મામલે ભાજપ દ્વારા વિરોધ પક્ષના આક્ષેપોને નકારી કાઢવામાં આવ્યા છે. ભાજપનું કહેવું છે કે 11 ગામોમાં સુવ્યવસ્થિત વિકાસ થઈ રહ્યો છે અને જે કામો ચાલી રહ્યા છે તે પૂર્ણ થયા બાદ ગ્રામજનોને તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે. ભાજપના નેતાઓ વિકાસ પ્રક્રિયા ચાલુ હોવાનો દાવો કરી રહ્યા છે અને વિરોધને રાજકીય પ્રેરિત ગણાવી રહ્યા છે.

વાપી મહાનગરપાલિકા કચેરી દ્વારા 11 ગામોમાં ડ્રેનેજ, રોડ-રસ્તા સહિતની અનેક કામગીરી હાથ ધરવામાં આવી છે. પીવાના પાણી માટે ટાંકી અને પાઈપલાઈનનું કામ ચાલુ છે. આ ઉપરાંત બીજા એસટીપી માટેની કામગીરી પણ ચાલી રહી છે. જોકે આ તમામ વિકાસ કામો પૂર્ણ થવામાં હજુ સમય લાગવાનો છે. જેના કારણે તાત્કાલિક રીતે સુવિધાઓમાં વધારો થયો હોવાનું કહી શકાય તેમ નથી.

મનપા તંત્રનું કહેવું છે કે કામો પૂર્ણ થયા બાદ જ આ ગામોમાં સુવિધાઓનો સાચો લાભ મળશે. હાલ વિકાસની પ્રક્રિયા ચાલતી હોવાથી ગ્રામજનોને થોડો સમય હાલાકી સહન કરવી પડશે. તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે તમામ કામો પૂર્ણ થતાં 11 ગામોમાં શહેરી સુવિધાઓનો વ્યાપ વધશે.

જ્યારે બીજી તરફ ચૂંટણી નજીક આવતાં રાજકીય પક્ષો દ્વારા આ મુદ્દાને વધુ ઉછાળવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ અને આપ પાર્ટી સરકારને ઘેરવાના પ્રયાસોમાં લાગી ગઈ છે, ત્યારે ભાજપ વિકાસના મુદ્દે પોતાનો બચાવ કરી રહ્યું છે. પરિણામે વાપી મહાનગરપાલિકાના 11 ગામોનો સમાવેશનો મુદ્દો હવે ચૂંટણી પૂર્વે ધીમે-ધીમે સંપૂર્ણ રાજકીય બની ગયો છે.

હાલ સ્થિતિ એવી છે કે એક તરફ વિકાસ કાર્ય ચાલુ છે, બીજી તરફ ગ્રામજનોમાં અસંતોષ છે અને રાજકીય પક્ષો આ અસંતોષને મુદ્દો બનાવી રહ્યા છે. આવનારા દિવસોમાં વાપી મનપાની ચૂંટણી નજીક આવતાં આ મુદ્દો વધુ ગરમાશે તેવી શક્યતા નકારી શકાય નહીં.

#વાપીમનપા #VapiMunicipal #11ગામમુદ્દો #વાપીન્યૂઝ #ગુજરાતન્યૂઝ #સ્થાનિકસમાચાર #રાજકીયમુદ્દો #MunicipalElection #વિકાસકાર્ય #ગ્રામજનરોષ #VapiNews #GujaratPolitics #શહેરીવિકાસ #નગરપાલિકા #ElectionBuzz


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *