વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચૂંટણીમાં વર્તમાન બોડી બિનહરિફ: સતત બીજી વાર વિજય
વાપી ઉદ્યોગ જગતની પ્રતિષ્ઠિત સંસ્થા વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) ની આગામી ચૂંટણીમાં મોટો વળાંક આવ્યો છે. VIA ના વર્તમાન હોદ્દેદારોની 3 વર્ષની મુદત પૂર્ણ થતા 5 માર્ચ ના રોજ ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, 14 બેઠકો ધરાવતી આ કારોબારી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસ એટલે કે શનિવાર સુધીમાં માત્ર વર્તમાન ટીમના જ સભ્યોએ ઉમેદવારી નોંધાવી હતી. સામા પક્ષે એક પણ ફોર્મ ન ભરાતા, વર્તમાન ટીમ સતત બીજી વખત બિનહરિફ જાહેર થઈ છે અને આગામી ત્રણ વર્ષ માટે સત્તાના સૂત્રો સંભાળશે.
કારોબારીમાં આ 14 સભ્યો બિનહરિફ જાહેર થયા
VIA ની કારોબારીમાં 13 સભ્યો અને એક એસોસિએટ મળી કુલ 14 સભ્યોની વરણી કરવામાં આવી છે. બિનહરિફ જાહેર થયેલા સભ્યોની યાદી નીચે મુજબ છે:
- સતિષ પટેલ (VIA પ્રમુખ)
- કલ્પેશ વોરા (સેક્રેટરી)
- મગન સાવલીયા
- રાજીવ મુંદ્રા
- રાજુલ શાહ
- ચંદ્રેશ મારૂ
- પ્રભાકર બોરલે
- સંજય સવાણી
- કિષ્નાનંદ હેબલે
- કુલદિપ પટેલ
- રાજ ગોગદાની
- હાર્દિક શાહ (મુન ડાયકેમ્પ)
- કેતન શાહ (બેસ્ટ પેપર મિલ)
- મેહુલ પટેલ
આ તમામ સભ્યો હવે સત્તાવાર રીતે આગામી ટર્મ માટે કાર્યભાર સંભાળશે. હવે આગામી દિવસોમાં આ 14 સભ્યોની બેઠકમાં સંસ્થાના આગામી પ્રમુખ કોણ બનશે તે અંગેનો આખરી નિર્ણય લેવામાં આવશે.
નાણામંત્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શનમાં થયેલા વિકાસકાર્યોની જીત
વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનની આ ટીમને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ તેમજ એડવાઈઝરી બોર્ડના સભ્યો યોગેશ કાબરિયા, મિલન દેસાઈ, એ.કે. શાહ, અને એલ.એન. શેઠનું સતત માર્ગદર્શન મળી રહ્યું છે. વર્તમાન ટીમે પોતાના શાસનકાળ દરમિયાન ઉદ્યોગકારોના હિતમાં અનેક મહત્વના પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા છે. જેમાં વાપીમાં અદ્યત્તન ઓડિટોરિયમનું નિર્માણ, પ્રોફેશનલ ટફ ક્રિકેટ ગ્રાઉન્ડ, નવો VIA કોન્ફરન્સ હોલ અને બીજા માળે કરવામાં આવેલું રિનોવેશન મુખ્ય છે. આ વિકાસલક્ષી કામગીરીને કારણે ઉદ્યોગકારોમાં વર્તમાન ટીમ પ્રત્યે અતૂટ વિશ્વાસ જોવા મળ્યો છે.
ચૂંટણીના ઇતિહાસમાં વિવાદો ઘટતા માહોલ શાંત
ભૂતકાળમાં VIA ની ચૂંટણીઓ ભારે રસાકસી ભરી રહેતી હતી. ખાસ કરીને શરદ ઠાકર અને યોગેશ કાબરિયા વચ્ચેની ચૂંટણી આજે પણ વાપીના ઉદ્યોગ જગતમાં ચર્ચાય છે. તે સમયે બે જૂથો વચ્ચે ભારે સ્પર્ધા અને આક્ષેપ-પ્રતિઆક્ષેપ થતા હતા. જોકે, છેલ્લા કેટલાક સમયથી એસોસિએશનમાં આંતરિક વિવાદો ઘટ્યા છે અને સહમતિથી કામ કરવાની પદ્ધતિ વિકસી છે. આ વખતે સામા પક્ષે એક પણ ઉમેદવાર મેદાનમાં ન આવતા ચૂંટણીનો ખર્ચ અને ગરમાવો બંને ટળ્યા છે. 14 ફેબ્રુઆરી ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હતો, પરંતુ સિંગલ પેનલ હોવાથી હવે માત્ર વહીવટી પ્રક્રિયાઓ જ બાકી રહી છે.
આવી જ અન્ય સ્થાનિક ખબરો માટે લોકગુજરાતી સાથે જોડાયેલા રહો.
#VapiNews #VIAElection #VapiIndustriesAssociation #GujaratIndustry #VapiUpdate #BinHarif #VapiBusiness #KanubhaiDesai
📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.
LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.
જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.
