September 3, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Valsad Mogarvadi

વલસાડમાં પાલિકાની નિષ્ક્રિયતા વચ્ચે યુવાનોનું શ્રમદાન: રેલવે અન્ડરપાસમાં પાણી ભરાતા જાતે ખાડા પૂર્યા

વલસાડ શહેરના મોગરાવાડી, પારડીસાંઢપોર અને અબ્રામા વિસ્તારના હજારો લોકો માટે અત્યંત મહત્વના એવા ક્રમાંક 329 રેલવે અન્ડરપાસમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે હાલાકી જોવા મળી રહી છે. રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેનોના કોચમાં પાણી ભરવાની પાઇપલાઇનમાં ભંગાણ પડતાં અન્ડરપાસમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. વલસાડ નગરપાલિકાના શાસકો અને સ્થાનિક નગરસેવકોની ઘોર નિષ્ક્રિયતા વચ્ચે, આખરે અબ્રામાના યુવાન રતનસિંહ અને તેમના સાથી મિત્રોએ કોઈ પણ રાજકીય અપેક્ષા વિના રાત્રે 10 વાગ્યે તગારા અને પાવડા લઈ ખાડા પૂરવાની કામગીરી કરી હતી.

આ અન્ડરપાસ પરથી ટપકતા પાણીને કારણે રસ્તા પર મોટા ખાડા પડી ગયા હતા, જેમાં પાણી ભરાઈ જવાથી વાહનચાલકો સ્લિપ થઈ રહ્યા હતા. મોગરાવાડીના રહીશોનો આક્ષેપ છે કે ચૂંટાયેલા કાઉન્સિલરોને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો નહોતો. રેલવે વિભાગની આ પાઇપલાઇન જર્જરિત હોવાથી સતત ગળતર ચાલુ રહે છે, જેના કારણે નીચેથી પસાર થતા રાહદારીઓ પલળી રહ્યા છે અને કાદવ-કીચડના સામ્રાજ્ય વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા છે.

પાલિકાના નગરસેવકો ગાયબ: લોકોમાં ભારે રોષ

સ્થાનિક લોકોમાં નગરપાલિકાના વહીવટ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશો સવાલ ઉઠાવી રહ્યા છે કે છેલ્લા ઘણા દિવસોથી આ સ્થિતિ હોવા છતાં પાલિકાના કારભારીઓ અને નગરસેવકો ક્યાં ગુમ હતા? જ્યારે લોકોની ધીરજ ખૂટી ત્યારે અબ્રામાના યુવાનોએ શ્રમદાન કરવાનો નિર્ણય લીધો હતો. રતનસિંહે આ બાબતે જણાવ્યું હતું કે, “લોકોને પડતી તકલીફ જોઈને અમારા ગ્રુપના યુવાનોએ જાતે મટિરીયલ લાવીને ખાડા પૂરવાનો પ્રયાસ કર્યો છે. આ માત્ર સેવા ભાવનાથી જ કરવામાં આવ્યું છે જેથી કોઈને અકસ્માત ન નડે.”

મોગરાવાડી વિસ્તારના કાઉન્સિલર સુનિલ યાદવે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, અન્ડરપાસની ઉપરથી પસાર થતી પાણીની લાઇન રેલવે વિભાગની છે અને તે જર્જરિત થઈ ગઈ છે. અમે રેલવે તંત્રને લાઇન રિપેર કરવા માટે લેખિતમાં જાણ કરી છે. નગરપાલિકા દ્વારા આગામી 4-5 દિવસમાં રસ્તાના પેચ વર્કની કામગીરી હાથ ધરવામાં આવશે. જોકે, લોકો પૂછી રહ્યા છે કે આ કામગીરી અગાઉ કેમ ન થઈ?

તાજેતરમાં જ રીનોવેશન થયું હોવા છતાં હાલાકી યથાવત

આશ્ચર્યની વાત એ છે કે આ રેલવે અન્ડરપાસને તાજેતરમાં જ બે મહિના સુધી બંધ રાખીને તેનું રીનોવેશન કરવામાં આવ્યું હતું. સ્લેબ ગર્ડર નાખવાની કામગીરી પૂર્ણ કરીને તેને શરૂ કરાયે હજુ માંડ એક મહિનો થયો છે ત્યાં જ પાઇપલાઇન લીકેજની સમસ્યા વકરી છે. રીનોવેશન માટે જ્યારે 60 દિવસ સુધી માર્ગ બંધ રખાયો હતો, ત્યારે પાલિકા શાસકોએ રસ્તાના કાયમી નિર્માણ કે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કેમ ન કરી તેવો વેધક પ્રશ્ન સ્થાનિકો ઉઠાવી રહ્યા છે.

અન્ડરપાસમાં સતત થતા પાણીના ગળતરને કારણે રસ્તો ફરીથી જર્જરિત થઈ ગયો છે. રાત્રિના સમયે અંધારામાં આ ખાડાઓ દેખાતા નથી, જે જીવલેણ અકસ્માતને નિમંત્રણ આપે છે. યુવાનોએ કરેલા શ્રમદાનથી હાલમાં વાહનચાલકોને થોડી રાહત મળી છે, પરંતુ જો રેલવે લાઇન રિપેર નહીં કરવામાં આવે તો રસ્તા પર ફરીથી ખાડા પડી જવાની પૂરેપૂરી શક્યતા છે.

યુવાનોએ રાજકારણ વિના સેવાનો ભેખ ધર્યો

વલસાડના આ યુવાનોએ સાબિત કરી દીધું છે કે જો તંત્ર નિષ્ફળ જાય તો જનશક્તિ શું કરી શકે છે. કોઈપણ પક્ષ કે સંગઠનનું નામ લીધા વગર યુવાનોએ રાત્રે કામગીરી કરી તેને સોશિયલ મીડિયા પર પણ વલસાડવાસીઓએ બિરદાવી છે. આ ઘટના પાલિકા અને રેલવે વચ્ચેના સંકલનના અભાવને પણ છતો કરે છે. હાલ તો લોકો ઈચ્છી રહ્યા છે કે તંત્ર વહેલી તકે આ પાઇપલાઇનનું કાયમી સમારકામ કરે જેથી કરીને લાખો રૂપિયાના ખર્ચે થયેલું રીનોવેશન એળે ન જાય.

વલસાડના રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારોમાં થતી આવી જ ગંભીર સમસ્યાઓ અને પોલીસની કામગીરી વિશે વધુ જાણવા માટે તમે અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ વાપી સ્ટેશન સર્ચ ઓપરેશનનો અહેવાલ વાંચી શકો છો.

#વલસાડ #રેલવેઅન્ડરપાસ #યુવાશક્તિ #નગરપાલિકા #લોકગુજરાતી #ગુજરાતસમાચાર #મોગરાવાડી


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

One thought on “વલસાડમાં પાલિકાની નિષ્ક્રિયતા વચ્ચે યુવાનોનું શ્રમદાન: રેલવે અન્ડરપાસમાં પાણી ભરાતા જાતે ખાડા પૂર્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *