September 3, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Dang

સફળ ઓપરેશન મિલાપ: વઘઈ પોલીસે તાપી જિલ્લામાંથી સગીરાને શોધી કાઢી, ગણતરીના કલાકોમાં પરિવાર સાથે કરાવ્યું ભાવુક મિલન | Vaghai Police Operation Milap Success 2026

સફળ ઓપરેશન મિલાપ: વઘઈ પોલીસે તાપી જિલ્લામાંથી સગીરાને શોધી કાઢી, ગણતરીના કલાકોમાં પરિવાર સાથે કરાવ્યું ભાવુક મિલન | Vaghai Police Operation Milap Success 2026

 

ડાંગ જિલ્લાની વઘઈ પોલીસે માનવતાવાદી અભિગમ અપનાવી એક પ્રશંસનીય કામગીરી કરી છે. ઘરેથી કોઈને પણ કહ્યા વગર નીકળી ગયેલી સગીર વયની દીકરીની ભાળ મેળવી, પોલીસે તેને સહી-સલામત પરિવારને સોંપી છે. ‘ઓપરેશન મિલાપ’ અંતર્ગત કરવામાં આવેલી આ કામગીરીને પગલે સગીરાના પરિજનોમાં ખુશીની લહેર દોડી ગઈ છે અને ડાંગ પોલીસની ચારેબાજુ વાહ-વાહી થઈ રહી છે.

એસપી પૂજા યાદવની સૂચનાથી પોલીસ એક્શનમાં

ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવ દ્વારા જિલ્લામાં નોંધાયેલા ગુમ થયેલા વ્યક્તિઓ અને સગીરોને શોધી કાઢવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ આદેશના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક કે.આર. ડિમરીના માર્ગદર્શન હેઠળ વઘઈ પોલીસ સ્ટેશનની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. વઘઈ વિસ્તારની એક સગીરા અચાનક ઘરેથી ગુમ થતા પરિવારે ચિંતાતુર હાલતમાં પોલીસનો સંપર્ક કર્યો હતો.

ટેકનિકલ સોર્સની મદદથી તાપીમાં મળ્યું લોકેશન

ઘટનાની ગંભીરતાને સમજીને વઘઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ગઢવીએ તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી હતી. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સની મદદ લેતા જાણવા મળ્યું હતું કે ગુમ થયેલી સગીરા પાડોશી તાપી જિલ્લાના કાટકુઈ ગામે છે. હકીકત મળતા જ વઘઈ પોલીસની ટીમ કાટકુઈ પહોંચી હતી અને સગીરાનો સંપર્ક કર્યો હતો.

યોગ્ય કાઉન્સલિંગ અને પરિવાર સાથે પુનઃમિલન

પોલીસે સગીરાને શોધી કાઢ્યા બાદ તેનું યોગ્ય કાઉન્સલિંગ કર્યું હતું અને તેને સમજાવીને પરત વઘઈ લાવવામાં આવી હતી. વઘઈ પોલીસ સ્ટેશન ખાતે સગીરાને તેના માતા-પિતા અને પરિવારજનોને સોંપવામાં આવી ત્યારે અત્યંત ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પરિવારે પોતાની વ્હાલસોયી દીકરીને હેમખેમ પરત મેળવતા પોલીસ ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

ઓપરેશન મિલાપમાં સામેલ પોલીસ ટીમ:

  • વી.કે. ગઢવી (પોલીસ ઇન્સ્પેક્ટર)
  • રમણીકક્ભાઈ હમીરભાઈ (અહે.કો.)
  • અરવિંદભાઈ જાનુભાઈ (ASI)
  • મહેશભાઈ રામજીભાઈ (ASI)
  • અશોક્ભાઈ ભાવસારભાઈ, જીગ્નેશભાઈ અશોકભાઈ, સંદિપભાઈ સુબનભાઈ અને વુ.પો.કો. કોમલબેન નાથાભાઈ.

ડાંગ પોલીસની સતર્કતાની પ્રશંસા

ડાંગ પોલીસ દ્વારા ચલાવવામાં આવતા ‘ઓપરેશન મિલાપ’ હેઠળ અગાઉ પણ અનેક ગુમ થયેલા વ્યક્તિઓને તેમના પરિવાર સાથે મિલાવવામાં આવ્યા છે. આ કિસ્સામાં પણ પોલીસે ગણતરીના સમયમાં જ સગીરાને શોધી કાઢીને પોતાની કાર્યક્ષમતા પુરવાર કરી છે. આ કામગીરીથી સમગ્ર જિલ્લામાં પોલીસની છબી વધુ ઉજ્જવળ બની છે.

#ડાંગ #વઘઈ #પોલીસકામગીરી #ઓપરેશનમિલાપ #બ્રેકિંગન્યૂઝ #તાપી #સફળતા #ગુજરાતપોલીસ #ડાંગપોલીસ #ગૌરવ #VaghaiPolice #DangNews #OperationMilap #MissingFound #GujaratPolice #TapiNews #SafetyFirst #PoliceHero #SuccessStory #FamilyReunion #DangUpdate


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *