September 3, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Umbergaon

ઉમરગામ પાલિકા એક્શન મોડમાં: 18 દિવસમાં 250 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત, વેપારીઓમાં ફફડાટ | Umargam Municipality Raid: 250 Kg Banned Plastic Seized In 18 Days, Huge Fine Imposed

ઉમરગામ પાલિકા એક્શન મોડમાં: 18 દિવસમાં 250 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત, વેપારીઓમાં ફફડાટ | Umargam Municipality Raid: 250 Kg Banned Plastic Seized In 18 Days, Huge Fine Imposed

 

વલસાડ જિલ્લાના ઉમરગામ નગરપાલિકા તંત્ર દ્વારા પર્યાવરણને નુકસાન પહોંચાડતા પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરુદ્ધ એક ખૂબ જ આક્રમક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે છેલ્લા 18 દિવસથી શહેરના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક તપાસ હાથ ધરી છે. આ સમયગાળા દરમિયાન ગાંધીવાડી સહિતના મુખ્ય બજાર વિસ્તારોમાં આવેલી દુકાનો અને ગોડાઉનો પર ઉપરા-ઉપરી રેઈડ કરવામાં આવી હતી. આ સપાટામાં પાલિકાએ અત્યાર સુધીમાં અંદાજે 250 કિલોથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનો જથ્થો જપ્ત કરી લીધો છે.

પાલિકાની આ કડક કાર્યવાહીને કારણે પ્લાસ્ટિકનો ગેરકાયદેસર વેપાર કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પાલિકા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો સંગ્રહ અને વેચાણ કરતા વેપારીઓ પાસેથી અત્યાર સુધીમાં કુલ 70 હજાર રૂપિયાથી વધુની રકમનો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્યો છે. ગુરુવારે પાલિકાની ટીમે બાતમીના આધારે એક પ્લાસ્ટિક સપ્લાયરના બંધ ગોડાઉન પર છાપો માર્યો હતો, જ્યાંથી પણ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ઉમરગામ નગરપાલિકા દ્વારા અગાઉ પણ અનેકવાર પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે, કેટલાક સ્થાનિક વેપારીઓ અને નગરજનોના અસહકારને કારણે આ મિશન જોઈએ એટલું સફળ રહ્યું ન હતું. શહેરના રસ્તાઓ અને ગલીઓમાં આજે પણ પ્લાસ્ટિકનો કચરો ઉડતો જોવા મળે છે. ખાસ કરીને રવિવારી હાટ બજારમાં આવતા વેપારીઓ બજાર પૂરી થયા બાદ પુષ્કળ પ્રમાણમાં પ્લાસ્ટિકનો કચરો રસ્તા પર જ ફેંકીને જતા રહેતા હોવાથી ગંદકીની ગંભીર સમસ્યા સર્જાય છે.

શહેરની સફાઈ વ્યવસ્થા પાછળ પાલિકા તંત્ર દર મહિને લાખો રૂપિયાનો ખર્ચ કરી રહ્યું છે, તેમ છતાં શહેરના અનેક વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. લાખોના ખર્ચે થતી સફાઈ કામગીરીના વહીવટ સામે પણ હવે જાગૃત નાગરિકોમાં શંકાની સોય સેવાઈ રહી છે. જ્યારે પાલિકા સફાઈ પાછળ આટલો મોટો ખર્ચ કરે છે, ત્યારે ઠેર-ઠેર ઉડતું પ્લાસ્ટિક તંત્રની નિષ્ફળતાની ચાડી ખાઈ રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે હવે પાલિકા અચાનક એક્શન મોડમાં આવતા પર્યાવરણ પ્રેમીઓમાં એક નવી આશા જાગી છે.

નગરપાલિકાના અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર કે વેચાણ કરનાર સામે આગામી દિવસોમાં હજુ પણ વધુ કડક પગલાં લેવામાં આવશે. પાલિકા માત્ર દંડ વસૂલવા પૂરતી મર્યાદિત ન રહેતા, ગેરકાયદેસર જથ્થો સપ્લાય કરનારાઓના લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી પણ કરી શકે છે. પ્લાસ્ટિકના કારણે ગટરો ચોકઅપ થવાની અને પશુઓના આરોગ્યને થતા નુકસાનને રોકવા માટે આ ઝુંબેશ લાંબો સમય ચાલુ રાખવામાં આવશે.

ઉમરગામના પર્યાવરણ પ્રેમી નાગરિકોએ પાલિકાની આ કામગીરીને બિરદાવી છે, પરંતુ સાથે એવી પણ માંગ કરી છે કે આ કાર્યવાહી માત્ર દેખાડા પૂરતી ન રહેતા કાયમી ધોરણે ચાલવી જોઈએ. શહેરને ખરા અર્થમાં પ્લાસ્ટિક મુક્ત કરવા માટે વેપારી સંગઠનોએ પણ આગળ આવીને સહકાર આપવો જરૂરી છે. પાલિકા દ્વારા જપ્ત કરાયેલા પ્લાસ્ટિકના જથ્થાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે અને આગામી દિવસોમાં છૂટક વેપારીઓ તેમજ લારી-ગલ્લાવાળાઓ પર પણ વોચ રાખવામાં આવશે.

હાલમાં તો ઉમરગામ પાલિકાના આ કડક વલણને કારણે બજારમાં પ્લાસ્ટિક બેગના વપરાશમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા નગરજનોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ ખરીદી માટે કાપડની થેલીનો ઉપયોગ કરે અને શહેરને સ્વચ્છ રાખવામાં પોતાનું યોગદાન આપે. જો જનતા અને વેપારીઓ જાગૃત થશે તો જ ઉમરગામ ખરા અર્થમાં સુંદર અને સ્વચ્છ બની શકશે. પાલિકાની આ રેઈડ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેવા સંકેતો અધિકારીઓએ આપ્યા છે.

#ઉમરગામ #પ્લાસ્ટિકપ્રતિબંધ #નગરપાલિકા #રેઈડ #પર્યાવરણ #ઉમરગામસમાચાર #વલસાડસમાચાર #ગંદકી #સ્વચ્છભારત #પ્લાસ્ટિકમુક્તઉમરગામ #બ્રેકિંગન્યૂઝ #ગુજરાતસમાચાર #નગરપાલિકાકાર્યવાહી #વલસાડન્યૂઝ #પર્યાવરણબચાવો #UmargamNews #PlasticBan #MunicipalityRaid #ValsadUpdate #CleanUmargam #BreakingNewsGujarat #VapiNews #EnvironmentProtection #GujaratNewsUpdate #PlasticFreeIndia #LocalAdministration #UmargamUpdate


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

One thought on “ઉમરગામ પાલિકા એક્શન મોડમાં: 18 દિવસમાં 250 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત, વેપારીઓમાં ફફડાટ | Umargam Municipality Raid: 250 Kg Banned Plastic Seized In 18 Days, Huge Fine Imposed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *