September 4, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Vapi

વાપી-સેલવાસ રોડ પર કન્ટેનરનો કહેર: રોડ ક્રોસ કરતી બે મહિલા મજૂરોના કરુણ મોત | Two Women Laborers From Kaprada Killed in Vapi Container Accident

વાપી-સેલવાસ રોડ પર કન્ટેનરનો કહેર: રોડ ક્રોસ કરતી બે મહિલા મજૂરોના કરુણ મોત | Two Women Laborers From Kaprada Killed in Vapi Container Accident

 

વાપી જીઆઈડીસી વિસ્તારમાં શુક્રવારે સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં મજૂરી કામ કરીને પરત ફરી રહેલી કપરાડા તાલુકાની બે મહિલાઓના કન્ટેનરની અડફેટે આવવાથી મોત નીપજ્યા છે. આ અકસ્માત વાપી-સેલવાસ રોડ પર આવેલા ભડકમોરા માનવ મંદિર પાસે સર્જાયો હતો. અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને કન્ટેનર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર, કપરાડા તાલુકાના વરવઠ ગામે વડમાળ ફળિયામાં રહેતા મગનભાઈ દેવુભાઈ ચૌધરી અને તેમની પત્ની બનીબેન મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. શુક્રવારે મગનભાઈ તેમની પત્ની બનીબેન, ગામના અન્ય મહિલા ધવળીબેન મહેશભાઈ ભોયા તથા અન્ય કેટલાક શ્રમિકો સાથે વાપીના ભડકમોરા ચાર રસ્તા ખાતે મજૂરી કામની શોધમાં આવ્યા હતા. મગનભાઈને પરિયા ખાતે કામ મળી જતાં તેઓ ત્યાં ગયા હતા, જ્યારે પત્ની બનીબેન અને ધવળીબેન વાપી જીઆઈડીસી વિસ્તારમાં અન્ય સ્થળે મજૂરી કામ માટે ગયા હતા.

દિવસભરનું મજૂરી કામ પૂર્ણ કરી સાંજે અંદાજે સાડા પાંચ વાગ્યાના સુમારે બંને મહિલાઓ પોતાના ઘરે પરત જવા માટે નીકળી હતી. ભડકમોરા માનવ મંદિરની બાજુમાં સેલવાસથી વાપી તરફ આવતા રોડ પર જ્યારે બનીબેન (ઉંમર વર્ષ ૩૮) અને ધવળીબેન (ઉંમર વર્ષ ૩૭) રસ્તો ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે કાળ બનીને આવેલા એક કન્ટેનરે તેમને અડફેટે લીધા હતા. કન્ટેનર નંબર DD-01-K-9703 ના ચાલકે પોતાનું વાહન અત્યંત પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી બંને મહિલાઓને જોરદાર ટક્કર મારી હતી.

આ ભયાનક અકસ્માતમાં ધવળીબેન મહેશભાઈ ભોયાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બનીબેન ચૌધરીને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર માટે ચલા સીએચસી (CHC) ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ડોક્ટરોની સારવાર મળે તે પહેલા જ તેમણે પણ અંતિમ શ્વાસ લીધા હતા. આમ, કપરાડાની બે શ્રમિક મહિલાઓના મોતથી તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

ઘટનાની જાણ થતાં જ જીઆઈડીસી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. મગનભાઈ દેવુભાઈ ચૌધરીની ફરિયાદના આધારે પોલીસે કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાપી અને સેલવાસને જોડતા આ વ્યસ્ત માર્ગ પર ભારે વાહનોની અવરજવર વધુ રહેતી હોવાથી અવારનવાર અકસ્માતો સર્જાય છે, ત્યારે આ બે મજૂર મહિલાઓના મોતે ફરી એકવાર માર્ગ સુરક્ષા સામે પ્રશ્નાર્થો ઉભા કર્યા છે. મૃતક મહિલાઓના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે કન્ટેનર ચાલકની અટકાયત કરવાની તજવીજ શરૂ કરી છે.

રોજીરોટી કમાવવા માટે ઘરેથી નીકળેલી બે મહિલાઓના અકાળે મોતથી કપરાડાના વરવઠ ગામમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે. શ્રમિક પરિવારો પર આવી પડેલી આ આફતે પંથકમાં ચકચાર જગાવી છે. અકસ્માત સમયે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા, જેને પોલીસે હળવો કરાવ્યો હતો.

#વાપી #અકસ્માત #ગુજરાતસમાચાર #વાપીજીઆઈડીસી #કપરાડા #મહિલામજૂર #સેલવાસરોડ #પોલીસફરિયાદ #માર્ગઅકસ્માત #શ્રમિક #VapiNews #AccidentNews #VapiGIDC #Kaprada #RoadSafety #ContainerAccident #GujaratNews #VapiPolice #VapiSelvasRoad #WorkerDeath #BreakingNewsGujarat #ValsadNews


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *