September 3, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Valsad

વલસાડ હાઇવે પર કન્ટેનર તાંડવ, NRI પરિવારની કાર કચડાઈ, માતાનું મોત | NRI Family Tragedy in Valsad Highway Crash

વલસાડ હાઇવે પર કન્ટેનર તાંડવ, NRI પરિવારની કાર કચડાઈ, માતાનું મોત | NRI Family Tragedy in Valsad Highway Crash

 

વલસાડની હદમાં નેશનલ હાઇવે પર મોડી રાત્રે અચાનક સર્જાયેલા ભયાનક અકસ્માતે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. સુરતથી મુંબઈ તરફ પુરપાટ ઝડપે જઈ રહેલું કન્ટેનર બેકાબૂ બની હાઇવે ડિવાઇડર કૂદાવી સામેના ટ્રેક પર આવી ગયું હતું અને વાપીથી સુરત તરફ જઈ રહેલી કારને ધડાકાભેર અડફેટે લઈ લીધું હતું. આ ગંભીર અકસ્માતમાં દમણના એનઆરઆઇ પરિવારની માતાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

મોટી દમણના લૂહાર ફળિયા, મચ્છી માર્કેટ વિસ્તારના મૂળ રહીશ અને હાલ લંડન નિવાસી 35 વર્ષીય હેમાંગભાઇ રમેશભાઇ રાણા તેમની પત્ની શીતલ હેમાંગભાઇ રાણા ઉંમર 30 વર્ષ અને પાંચ વર્ષની નાની દીકરી શ્રેયા સાથે દમણથી સુરત લગ્ન પ્રસંગે હાજરી આપવા કારમાં નીકળ્યા હતા. તેઓ વલસાડની હદમાં ગુંદલાવ નજીક નેશનલ હાઇવે પર એચપી પેટ્રોલ પંપ સામે પસાર થઈ રહ્યા હતા.

તે સમયે સુરતથી મુંબઈ તરફ જતું કન્ટેનર અચાનક બેકાબૂ બન્યું હતું. કન્ટેનરે હાઇવે ડિવાઇડર કૂદાવી સામેના ટ્રેક પર ઘુસી જઈ રાણા પરિવારની કારને સીધો ભટકો માર્યો હતો. ઘટનાસ્થળે જ ભયનો માહોલ સર્જાયો હતો અને આસપાસના લોકોએ દોડી આવી મદદ માટે પ્રયાસ કર્યા હતા.

અકસ્માત દરમિયાન શીતલબેનને માથામાં ગંભીર ઇજા પહોંચતા તેમના સ્થળ પર જ શ્વાસ થંભી ગયા હતા. જ્યારે પતિ હેમાંગભાઇને બ્રેઇન હેમરેજ જેવી ગંભીર ઇજા પહોંચી હતી અને નાની દીકરી શ્રેયાને પણ ઇજાઓ થઈ હતી. બંનેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સુગર ફેક્ટરી નજીક આવેલી હિલ ફર્સ્ટ હોસ્પિટલમાં ઇમરજન્સી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માત થતાં જ લોકોએ 108 સેવા અને રૂરલ પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. મૃતકના સગા નેહલ મધુકરભાઇ રાણા દ્વારા કન્ટેનર ચાલક રામકિશોર રામનરેશ, મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી, સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કન્ટેનર ચાલકને ગુંદલાવ પાસેથી પસાર થતી વખતે અચાનક ખાંસી આવી હતી. જેના કારણે તે વાહન પરનું સંતુલન ગુમાવી બેઠો હતો. સ્ટિયરિંગ પરથી પકડ છૂટી જતા કન્ટેનર ડિવાઇડર પર ચઢી ગયું અને સામેની કાર સાથે અથડાયું હતું.

મૃતક શીતલબેન તેમના ભાઇના લગ્ન માટે યુકેથી દમણ આવ્યા હતા. તેમના ભાઇના 25 જાન્યુઆરીએ સુરતમાં લગ્ન હોવાથી સમગ્ર પરિવાર 25 ડિસેમ્બરે યુકેથી દમણ પહોંચ્યો હતો. મંગળવારે સવારે લગ્નની પૂર્વ તૈયારી માટે પરિવાર સુરત જઈ રહ્યો હતો ત્યારે આ કરુણ ઘટના બની હતી.

દમણ પાલિકાના પૂર્વ કાઉન્સિલર પ્રમોદ રાણાએ જણાવ્યું હતું કે હેમાંગભાઇ, તેમની પત્ની અને પુત્રી ખાસ લગ્ન પ્રસંગ માટે જ યુકેથી આવ્યા હતા. આવનારી ખુશીનો માહોલ પળભરમાં શોકમાં ફેરવાઈ ગયો છે અને સમગ્ર એનઆરઆઇ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

#વલસાડ_હાઇવે_અકસ્માત #ValsadHighwayAccident #NRI_પરિવાર_અકસ્માત #ContainerAccident #GundlavAccident #VapiSuratHighway #BreakingAccidentNews #GujaratRoadAccident #DamansNews #HighwayCrash #FatalAccident #RoadSafety #AccidentNews #GujaratBreakingNews


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *