ગુજરાત બજેટ 2026: વલસાડને કેન્સર સેન્ટરની ભેટ અને વાપી GIDC થશે હાઈટેક, દક્ષિણ ગુજરાત માટે જાહેરાતોનો વરસાદ

ગુજરાત બજેટ 2026: વલસાડને કેન્સર સેન્ટરની ભેટ અને વાપી GIDC થશે હાઈટેક, દક્ષિણ ગુજરાત માટે જાહેરાતોનો વરસાદ

ગુજરાત બજેટ 2026: વલસાડને કેન્સર સેન્ટરની ભેટ અને વાપી GIDC થશે હાઈટેક, દક્ષિણ ગુજરાત માટે જાહેરાતોનો વરસાદ

ગુજરાતના નાણામંત્રી અને પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈએ બુધવારે વિધાનસભામાં સતત પાંચમી વખત રાજ્યનું અંદાજપત્ર રજૂ કર્યું હતું. નાણામંત્રી પોતે વલસાડ જિલ્લાના વતની હોવાથી સ્થાનિક સ્તરે આ બજેટ પ્રત્યે ભારે ઉત્સુકતા જોવા મળી હતી. આ બજેટમાં વલસાડ જિલ્લા માટે અનેક ઐતિહાસિક જોગવાઈઓ કરવામાં આવી છે, જેમાં વલસાડમાં અત્યાધુનિક કેન્સર સેન્ટરની સ્થાપના અને કપરાડા-ધરમપુરના 35 ગામો માટે ખાસ ઉદવહન સિંચાઈ યોજનાને મંજૂરી આપવામાં આવી છે.

વલસાડ ઉપરાંત ઔદ્યોગિક હબ ગણાતા વાપી GIDC ને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરી ‘સ્માર્ટ’ બનાવવાની જાહેરાત કરાઈ છે. આ સાથે જ નવી જાહેર થયેલી મનપાઓમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને અન્ય માળખાગત સુવિધાઓ માટે પણ બજેટમાં કરોડોની નાણાકીય ફાળવણી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સાથી મંત્રીઓએ આ બજેટને આવકારી નાણામંત્રીને શુભેચ્છા પાઠવી હતી. આ બજેટ ખાસ કરીને યુવાનો, ખેડૂતો અને સિનિયર સિટીજનોની જરૂરિયાતને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.

ધરમપુર-કપરાડાના 35 ગામોને મળશે સિંચાઈનું પાણી

બજેટમાં દક્ષિણ ગુજરાતના અંતરિયાળ વિસ્તારો માટે મોટી રાહત આપવામાં આવી છે. મધુબન ડેમ આધારિત ધરમપુર-કપરાડા ઉદવહન સિંચાઈ યોજના માટે 85 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ મહત્વકાંક્ષી યોજનાથી વિસ્તારના 35 ગામોની 16,235 હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, વલસાડ, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર અને કચ્છમાં 10 નવા સામુહિક આરોગ્ય કેન્દ્રો સ્થાપવા માટે 28 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

વાપી સહિત 25 GIDC ને 1250 કરોડના ખર્ચે સ્માર્ટ બનાવાશે

ઉદ્યોગો અને ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ને વેગ આપવા માટે રાજ્ય સરકારે વાપી સહિત 25 GIDC ને આધુનિક ટેકનોલોજીથી સ્માર્ટ બનાવવાનો નિર્ણય લીધો છે. આ પ્રોજેક્ટમાં 1250 કરોડનું જંગી રોકાણ કરવામાં આવશે, જેના દ્વારા પાણી, વીજળી, ગેસ અને હાઈ-સ્પીડ ડિજિટલ નેટવર્કનું સુદ્રઢીકરણ કરવામાં આવશે. નાના ઉદ્યોગોના વિકાસ માટે પણ 50 કરોડના ખર્ચે 120 મિની GIDC નું નવીનીકરણ કરવાની મહત્વની જાહેરાત કરવામાં આવી છે.

રમતગમત અને MSME સેક્ટર માટે ખાસ જોગવાઈ

શહેરી વિસ્તારોમાં યુવાનોને પ્રોત્સાહન આપવા માટે મનપામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને ફ્લાયઓવર નીચે ખાલી જગ્યામાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે 150 કરોડની ફાળવણી કરવામાં આવી છે. MSME એકમો માટે 1775 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ નિકાસકારોને આર્થિક સપોર્ટ પૂરો પાડવા માટે ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GEPC) ની રચના કરવાની જાહેરાત કરાઈ છે, જેને માજી VIA પ્રમુખ પ્રકાશ ભદ્રાએ આવકારી છે.

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, “આ બજેટમાં કોઈ પણ પ્રકારના નવા કરવેરા નાખ્યા વગર ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના સશક્તિકરણ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ બજેટ રાજ્યની અવિરત વિકાસ યાત્રાને વધુ વેગ આપનારું સાબિત થશે.”

આવી જ અન્ય સ્થાનિક ખબરો માટે લોકગુજરાતી સાથે જોડાયેલા રહો.

#ગુજરાતબજેટ2026 #વલસાડન્યૂઝ #વાપીGIDC #કનુભાઈદેસાઈ #ગુજરાતસરકાર #ખેડૂતસહાય #કેન્સરસેન્ટર #લોકગુજરાતી


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

Related posts

One Thought to “ગુજરાત બજેટ 2026: વલસાડને કેન્સર સેન્ટરની ભેટ અને વાપી GIDC થશે હાઈટેક, દક્ષિણ ગુજરાત માટે જાહેરાતોનો વરસાદ”

Leave a Comment