September 3, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Valsad

વલસાડમાં મુસ્લિમ સમાજનું પરીક્ષાલક્ષી સેમિનાર યોજાયું, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન | Exam-Oriented Seminar by Muslim Community in Valsad, Meritorious Students Felicitated

વલસાડમાં મુસ્લિમ સમાજનું પરીક્ષાલક્ષી સેમિનાર યોજાયું, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન | Exam-Oriented Seminar by Muslim Community in Valsad, Meritorious Students Felicitated

 

વલસાડ જિલ્લાના ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં બેઠા રહેલા વિદ્યાર્થીઓ ટૂંકા સમયગાળામાં યોગ્ય તૈયારી કરી સફળતા મેળવી શકે તે હેતુથી વલસાડ મુસ્લિમ સમાજ અને વલસાડ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પરીક્ષાલક્ષી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડના મોરારજી દેસાઈ એસી ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ સમાજના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણવિદોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી. કાર્યક્રમ દરમિયાન બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સેમિનારમાં મુખ્ય માર્ગદર્શક તરીકે શિક્ષણવિદ આરીફ ખાને વિદ્યાર્થીઓને સંબોધતાં જણાવ્યું હતું કે શિક્ષણ માત્ર નોકરી કે માર્ક્સ માટે નહીં પરંતુ જ્ઞાન સાથે સંસ્કાર, સદઆચરણ અને શિસ્ત વિકસાવવા માટે જરૂરી છે. તેમણે ખાસ ભાર આપતા કહ્યું કે જીવનમાં આગળ વધવા માટે માતા-પિતાનું આદર અને સન્માન અતિ મહત્વપૂર્ણ છે. માતા-પિતાના આશિર્વાદ વિના સાચી સફળતા પ્રાપ્ત થતી નથી અને વિદ્યાર્થીએ હંમેશા પોતાના પરિવારના મૂલ્યો જાળવી રાખવા જોઈએ.

વલસાડ મુસ્લિમ સમાજના પ્રમુખ ઝાહિદ દરિયાઈએ વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષામાં સફળતા મેળવવા માટે જરૂરી માનસિક તૈયારી, સમય વ્યવસ્થાપન અને આત્મવિશ્વાસ વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે નિયમિત અભ્યાસ, પુનરાવર્તન અને સકારાત્મક વિચારધારા દ્વારા કોઈ પણ વિદ્યાર્થી સફળતા મેળવી શકે છે. પરીક્ષાને બોજ નહીં પરંતુ એક તક તરીકે જોવાની સલાહ પણ તેમણે આપી હતી.

કાર્યક્રમમાં વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાયન્સ વિષયના નિષ્ણાત શિક્ષક મહેશ્વર એમ. ધારીયા (મનોજ સર)એ ધોરણ 10 અને 12ના સાયન્સ વિદ્યાર્થીઓને પરીક્ષામાં પ્રશ્નપત્ર વાંચવાની રીત, મહત્વના પ્રશ્નો પસંદ કરવાની રણનીતિ અને ઉત્તર લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો સમજાવી હતી. શિક્ષણવિદ અને ધોરણ 10ના નિષ્ણાત આરીફ ખાને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે અભ્યાસની રૂપરેખા, સમયનું આયોજન અને લખાણમાં ચોકસાઈ રાખવા અંગે મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા. કોમર્સના નિષ્ણાત શિક્ષક મનિષ પી. વજીરે ધોરણ 11-12ના કોમર્સ વિદ્યાર્થીઓને એકાઉન્ટ્સ અને અર્થશાસ્ત્રમાં ગુણ વધારવા માટેની સરળ પદ્ધતિઓ અને પરીક્ષાલક્ષી ટિપ્સ આપી હતી.

કાર્યક્રમની શરૂઆત મુફતી હારૂન દ્વારા કુરઆન તિલાવતથી કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણમાં આધ્યાત્મિકતા અને શાંતિનો અનુભવ થયો હતો. સેમિનારમાં મોટાતાઈવાડ, નાનાતાઈવાડ, ગ્રીનપાર્ક, મોગરાવાડી, અબ્રામા, ઘાંચીવાડ સહિતના વિસ્તારોના આગેવાનો, કાર્યકરો, વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે લિયાકતભાઈ પટેલ, મૌલાના અબ્દુલ અઝીઝ, મૌલાના મિસ્બાહુદ્દીન રંગારા, અબ્દુલ લતીફ શેખ, મહેરિસ્કભાઈ, આરીફ કુરેશી, ઝમીર શેખ, યાસર પઠાણ, પૂર્વ કોર્પોરેટર ઝાકીર પઠાણ, માજી તલાટી, તાલુકા વિસ્તરણ અધિકારી તેમજ ગ્રીનપાર્ક હવા મસ્જિદના વાઇસ પ્રેસિડન્ટ હનીફભાઈ મિર્ઝા સહિત શહેરના મુસ્લિમ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે આયોજકોએ વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા માટે શુભેચ્છા પાઠવી અને આવાં માર્ગદર્શનાત્મક કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

#વલસાડ #મુસ્લિમસમાજ #પરીક્ષાલક્ષીસેમિનાર #StudentGuidance #BoardExamPreparation #ValsadNews #EducationSeminar #MeritoriousStudents #ExamTips #GujaratiNews


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

One thought on “વલસાડમાં મુસ્લિમ સમાજનું પરીક્ષાલક્ષી સેમિનાર યોજાયું, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન | Exam-Oriented Seminar by Muslim Community in Valsad, Meritorious Students Felicitated

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *