September 3, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Vapi Pardi

રોહિણામાં શોર્ટ સર્કિટથી આગ: પલંગ પર નિદ્રાધીન વૃદ્ધાનું મોત | Elderly Woman Dies in Short Circuit Fire at Rohina

રોહિણામાં શોર્ટ સર્કિટથી આગ: પલંગ પર નિદ્રાધીન વૃદ્ધાનું મોત | Elderly Woman Dies in Short Circuit Fire at Rohina

 

પારડી તાલુકાના રોહિણા ગામમાં શોર્ટ સર્કિટના કારણે થયેલી આગની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જ્યો છે. રોહિણા ગામના આશ્રમ ફળિયામાં રહેતા કાવલીબેન ગમનભાઈ પટેલ (ઉંમર અંદાજે 70 વર્ષ)નું મોડી રાત્રે આગમાં દાઝી જવાથી દુઃખદ મોત નિપજ્યું હતું. આ ઘટનાએ ફરી એક વખત ઘરેલુ વીજ સલામતી પ્રત્યે ગંભીર ચિંતા ઉભી કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ કાવલીબેન તેમના મોટા પુત્ર કમલેશભાઈ પટેલ સાથે રહેતા હતા. રવિવારે રાત્રે હંમેશની જેમ તેઓ ઘરના ઉપરના માળે આવેલા રૂમમાં પલંગ પર સૂતા હતા. મોડી રાત્રે રૂમમાં અચાનક વીજ શોર્ટ સર્કિટ થવાથી પલંગ પર આગ ફાટી નીકળી હતી. આગ ઝડપથી ફેલાતા કાવલીબેન ગંભીર રીતે દાઝી ગયા હતા અને પલંગ પર જ તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.

સવારે ધુમાડો દેખાતા ઘટના બહાર આવી
આ દુર્ઘટનાની જાણ પરિવારજનોને વહેલી સવારે લગભગ 4:30 થી 5:30 વાગ્યાના અરસામાં થઈ હતી. ગામનો એક યુવક મોર્નિંગ વોક માટે નીકળ્યો હતો ત્યારે તેણે ઘરના ઉપરના ભાગેથી ભારે ધુમાડો નીકળતો જોયો હતો. યુવકે તાત્કાલિક પરિવારને જાણ કરતા પુત્ર કમલેશભાઈ અને અન્ય સભ્યો ઉપરના માળે દોડી ગયા હતા. રૂમમાં ઘાટો ધુમાડો ભરાયેલો હતો. પરિવારે તરત જ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

ધુમાડો ઓસર્યા બાદ રૂમમાં જે દ્રશ્ય સામે આવ્યું તે અત્યંત હૃદયદ્રાવક હતું. કાવલીબેન જમીન પર ગંભીર રીતે દાઝેલી હાલતમાં પડ્યા હતા અને ઘટનાસ્થળે જ તેમનું મોત થઈ ચૂક્યું હતું. ઘટનાની જાણ થતાં પી.આઈ. ગઢવી અને પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસમાં કાવલીબેન લગભગ 70 થી 80 ટકા સુધી દાઝી ગયાનું જાણવા મળ્યું હતું.

બીમારીના કારણે બચાવ શક્ય ન બન્યો
પરિવારજનોના જણાવ્યા મુજબ કાવલીબેન છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાતા હતા. આગ લાગતી વખતે તેઓ ઊંઘમાં હોવાથી અને બીમારીના કારણે સ્થિતિ સમજી શકે તે પહેલા જ આગની લપેટમાં આવી ગયા હતા. પરિણામે તેમને બચાવવાની કોઈ તક મળી ન હતી.

આ દુઃખદ ઘટનાથી રોહિણા ગામમાં શોક છવાઈ ગયો છે. શોર્ટ સર્કિટ જેવી સામાન્ય લાગતી ખામીઓ પણ જીવલેણ સાબિત થઈ શકે છે તે ઘટનાએ સ્પષ્ટ કરી દીધું છે. સ્થાનિકોમાંથી વીજ ઉપકરણોની નિયમિત તપાસ અને સલામતીના પગલાં લેવા અંગે માંગ ઉઠી રહી છે.

#રોહિણા #પારડી #શોર્ટસર્કિટ #આગનીઘટના #વૃદ્ધાનુંમોત #ઘરઆગ #ValsadNews #PardiNews #Rohina #FireAccident #ShortCircuitFire #ElderlyDeath #GujaratNews


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

One thought on “રોહિણામાં શોર્ટ સર્કિટથી આગ: પલંગ પર નિદ્રાધીન વૃદ્ધાનું મોત | Elderly Woman Dies in Short Circuit Fire at Rohina

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *